ગુજરાત સરકારે ધરોઈ ડેમ અને તેની આસપાસના વિસ્તારના વિકાસ માટે વર્લ્ડ ક્લાસ સસ્ટેઈનેબલ ટૂરીઝમ/પિલગ્રીમેજ પ્રોજેક સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. નર્મદા ડેમ નજીક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી બાદ હવે વડનગર નજીક 1041 કરોડના ખર્ચે દેશની સૌથી ઊંચી અવકાશ વેધશાળા નિર્માણ પામશે. ધરોઈ ડેમ પ્રોજેક્ટની સાથે વડનગર હેરિટેજ અને કલ્ચરલ ટૂરિઝમ, અંબાજી યાત્રાધામ પ્રવાસનને લાભ થાય તે માટે ટૂરિઝમ સર્કીટ થશે.


ગુજરાતમાં તાજેતરમાં માધવપુરમાં રાજ્યકક્ષાનો મેળો યોજાયેલો, જેમાં રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહેલા. દેશના નોર્થ ઈસ્ટને ગુજરાત સાથે જોડતા આ મેળાને પણ પ્રવાસન માટેની ભાવિ યોજનાનો ભાગ ગણાય છે. ગુજરાતમાં દ્વારકા પાસેના શિવરાજપૂર બીચનો પણ વિકાસ થઈ રહ્યો છે. બેટ દ્વારકામાં બનતા સિગ્નેચર બ્રીજ સાથે આગામી વર્ષોમાં ગુજરાત ટૂરિઝમ હબ બની જશે.


  • Follow us on: