શનિદેવ સૂર્યની 89 કરોડ, 10 લાખ માઈલ દૂર રહીને પ્રદક્ષિણા કરે છે. વ્યાસ 120600 કિમી. પૃથ્વી પર 24 કલાકનો દિવસ હોય છે પણ શનિ પર 107 કલાકનો દિવસ થાય છે. શનિનું વર્ષ 2946 દિવસનું થાય છે. ગતિ ધીમી હોવાને કારણે સમય લાગે છે. સંસ્કૃતમાં `શનિ' એટલે `ધીમો' એવો અર્થ થાય છે. પૃથ્વી કરતાં ઘણો મોટો હોવા છતાં વજનમાં તે પાણીથી 7 ગણો હલકો છે. શનિના ઉપરના વાદળમાં 180ં ગરમી હોય છે.


શનિદેવનો જન્મ પોષ સુદ આઠમે થયો છે. વૈશાખ વદ અમાવસ્યાને દિવસે શનિજયંતી ઉજવાય છે. આ વર્ષે 26-5-2025ના રોજ છે.

ભગવાન શંકરે પ્રસન્ન થઈને શનિને મકર અને કુંભ રાશિ પર પ્રભુત્વ આપ્યું છે.

કાલિકાપુરાણની કથા મુજબ સતિના વિરહથી ભગવાન શંકરનાં ચક્ષુઓમાંથી અશ્રુબિંદુઓ ટપક્યાં, જે શનિ પર પડવાથી શનિનો વર્ણ કાળો થઈ ગયો. શિવ-ત્રિપુરાસુર વચ્ચેના યુદ્ધ સમયે શનિએ નરકાસુર સામે યુદ્ધ કરેલું. અશ્વત્થ નામના કોઈ દુષ્ટ તરફથી અગત્સ્ય ઋષિને ત્રાસ થવા માંડ્યો ત્યારે શનિએ આ અશ્વત્થનો નાશ કર્યો હતો. એટલે જ આધિ વ્યાધિ ઉપાધિરૂપ રાક્ષસો અને ભૂતપ્રેત જેમને સતાવતા હોય તે સર્વનો શનિદેવ નાશ કરે છે.

શનિદેવનું પ્રિય રત્ન `નીલમ' હોય છે, જે `મધ્યમા' (વચલી આંગળીએ) ધારણ કરાય છે. નીલમને વાયીનામ, મહાનીલ, ઈન્દ્રનીલ, શનિરત્ન, તુલાગ્રાહી સંસ્કૃતમાં કહેવાય છે. હિન્દીમાં નીલમ અથવા નીલમણી કહેવાય છે. ઉર્દૂમાં યાકૂત, કબૂદ કહેવાય છે. બંગલામાં ઈન્દ્રનીલ, અંગ્રેજીમાં બ્લૂ સફાયર.

નીલમ ભૂરા, ગુલાબી, નારંગી, લીલા, લાલ, ભૂરા અને જાંબલી રંગ વધુ અગત્યના મનાય છે. સર્વશ્રેષ્ઠ નીલમ ભારતમાંથી પ્રાપ્ત થાય છે. એલ્યુમિનિયમ ઓક્સાઈડની રાસાયણિક સંરચનાથી નીલમ બને છે.

નીલમ રત્નનાં પ્રાપ્તિસ્થાન

(1) ભારત - કાશ્મીર, સેલમ, દક્ષિણ ભારત - હિમાલય, આબુ પર્વત, (2) સિલોન, (3) બ્રહ્મદેશ, (4) અમેરિકા, (5) સયામ, (6) થાઈલેન્ડ- કાળા રંગના નીલમ, (7) રશિયા

નીલમનાં ઉપરત્નો

(1) જામુનિયા - સંગ જામુનિયા, (2) લીલિયા - સંગતિલી

નીલમથી કયા રોગ નિવારી શકાય?

(1) મૂર્છા, (2) સ્નાયુપીડા, (3) પક્ષાઘાત (લકવો), (4) શ્વાસની તકલીફ, (5) જીર્ણ જ્વર, (6) મોતિયો, (7) સંધિવાત, (8) ત્વચા રોગ, (9) મૂત્રરોગ- જલંધર, (10) આધાશીશી

નીલમ કોણ ધારણ કરી શકે?

(1) 8, 17, 26 તારીખે જન્મેલા

(2) ગુરુવારે જન્મ થયો હોય

(3) સપ્ટેમ્બર મહિનામાં જન્મ થયો હોય

(4) 24 ઓગસ્ટથી 23 સપ્ટેમ્બરમાં જન્મ થયો હોય તે.

શનિ મંત્રજાપ

શનિ મંત્ર

(1) ૐ શં શનૈશ્ચરાય નમ: 1 માળા

(2) નીલાંજન સમાભાસં રવિપુત્રં યમાગ્રજમ્।

છાયામાર્તંડ સંભૂતમ તં નમામિ શનૈશ્ચરમ્॥ 11 વાર

(3) ૐ શનિદેવાય નમ: 11 વાર

- શનિદેવનું દાન

અડદ, કાળો મણિ, કાળાં કપડાં, ધાબળાં, કામળા, ભેંસ તથા લોખંડનું દાન.

- નીલમના ચાર પ્રકાર છે.

(1) શ્વેત છાયાવાળા નીલમ પ્રિય ગણાય છે.

(2) તાંબા જેવી છાયાવાળા નીલમ ક્ષત્રિય ગણાય છે.

(3) પીળી છાયાવાળા નીલમ વૈશ્ય ગણાય છે.

(4) શ્યામ રેખાઓવાળા નીલમ વૃષભ ચાંડાળ જાતિના કહેવાય છે.

શનિદેવની દશા - પનોતી-નાની પનોતીમાં પાયો માફકસર ન હોય (સોના કે લોખંડનો) તો

માંદગીઓ વારંવાર આવે છે. અકસ્માતમાં શારીરિક ઈજાઓ થાય છે. સારું કામ કરવા છતાં અપયશ મળે છે. વિષાદામાં ઘેરાઈ જવું પડે છે. નુકસાન તમામ ક્ષેત્રે થાય છે. નોકરો અને વાહનોથી અનેક તકલીફો થાય છે.

નોંધ

(1) મેષ, કર્ક, સિંહ અને વૃશ્ચિક રાશિમાં જેનો જન્મ થયો હોય તેમણે નીલમ ધારણ ન કરવું જોઈએ.

(2) હેડકી, ઊલટી, અજીર્ણ, ખાંસી, એકાંતરિયો તાવ, નેત્ર રોગોમાં નીલમ ધારણ કરો તો લાભ થાય છે.

(3) નીલમને દૂધમાં રાખવામાં આવે તો દૂધ પણ નીલા રંગનું દેખાવા લાગે છે.

(4) શંકર ભગવાને પાર્વતીને કહેલી શનિસ્તુતિ

કૌઢોંતકો રૌદ્ર યમો ધ બભ્રુ: શનિ પિંગલમંદ શૌરિ:।

નિત્યં સ્મૃતો યો હરતે ચ પીડાં તસ્મૈ નમ: શ્રી રવિનંભાય॥


  • Follow us on: