શું છે સાયનુસાઈટીસનાં લક્ષણો અને ચિહ્નો ?


  • કાયમી શરદી રહેવી અથવા દવા લેવાથી રાહત થાય અને ફરી ઉથલો મારે
  • માથામાં દુખાવો અથવા ભારેપણું લાગવું
  • નાકમાંથી સતત પાણી અથવા ઘટ્ટ કફ નીકળવો
  • નાક બંધ થઈ જવું અને સુગંધ પારખવાની શક્તિ ઓછી થવી
  • ઘણા કિસ્સાઓમાં મોંમાંથી દુર્ગંધ, ઉપરના દાંતમાં દુખાવો થવો
  • દર્દીને ક્રોનિક સાયનુસાઈટીસ હોય તો નાકમાં congestion અથવા polypને કારણે મોંથી શ્વાસ લેવાની ફરજ પડી શકે છે.
  • ઘણી વાર સાઈનસનો કફ શ્વાસનળીને Irritate કરીને શ્વાસનળીનો સોજો કરીને સૂકી ખાંસીનું કારણ બની શકે. (Post Nasal Drip)

અત્રે નોંધનીય છે કે સાઈનસનાં લક્ષણો તેની severity પ્રમાણે દરેક દર્દીમાં અલગ અલગ હોઈ શકે છે, પરંતુ નાક બંધ થવું, શરદી સાથે નાકમાંથી કફ નીકળવો અને માથામાં ભારેપણું કે દુખાવો લગભગ દરેક દર્દીમાં હોય છે.

"ડૉક્ટર, મને શરદી મટવાનું નામ જ નથી લેતી, બારે માસ હેરાન થાઉં છું, નાક બંધ થાય છે, માથામાં તીવ્ર દુખાવો રહે છે જાણે શરદીનો કાયમી કોઠો જ છે, જાતજાતના નુસખા અજમાવવા છતાં કોઈ જ ફરક નથી પડતો.

35 વર્ષીય અનિલભાઈનો X-Ray, CT Scan, PNS અને Blood Report કરતાં એલર્જિક સાયનુસાઈટીસ જોવા મળે છે.

મિત્રો, સાયનુસાઈટીસની સમસ્યા બહુ જ કોમન છે પરંતુ ઘણી વાર તેને સામાન્ય શરદી અથવા `શરદીનો કોઠો' છે એમ માની અવગણના થતી હોય છે તો આવો જાણીએ સાઇનસ અને સાયનુસાઈટીસ એટલે શું ?

નાકની મધ્યમાં એક પડદો હોય છે, જેને નેઝલસેપ્ટમ કહે છે, જેની સામે બંન્ને બાજુ દીવાલ પર ચાર પોલાણ (Cavity) હોય છે જેને સાઇનસ કહે છે.

જેની સંખ્યા કુલ 4 હોય છે, આ ચારેય સાઇનસ નાકમાં ખુલ્લા હોય છે પરંતુ કોઈ ઈન્ફેક્શન અથવા એલર્જીના કારણે સાઇનસનો આ પ્રવેશ કોઈક સંજોગોમાં બંધ થાય તો તેમાં શરદી ભરાઈને સોજો આવે છે જેને સાયનુસાઈટીસ કહે છે.

Chronic sinusનું ઈન્ફેક્શન આંખ કે મગજમાં સ્પ્રેડ થવાની શક્યતા હોય છે. જો કોઈ દર્દીને અસ્થમા હોય તો સાઈનસનું ઈન્ફેક્શન તે ટ્રીગર કરી શકે છે.

સાયનુસાઈટીસને મુખ્યત્વે બે ભાગ વહેંચી શકાય છે

(1) એક્યુટ સાયનુસાઈટીસ (Acute) : શરદી પછી સેકન્ડરી બેક્ટેરિયલ ઈન્ફેક્શનના કારણે આ તકલીફ થાય છે. 2થી 3 અઠવાડિયાંમાં દવાથી મટી જાય છે.

(2) ક્રોનિક સાયનુસાઈટીસ (chronic) : 3 મહિનાથી પણ વધુ ઈન્ફેક્શન અને સાઈનસનો સોજો હોય છે. Acute સાયનુસાઈટીસની દવા પૂરી ન થાય તો તે ક્રોનિકમાં કન્વર્ટ થાય છે. ઘણી વાર Fungal Infection પણ કારણ હોઈ શકે.

સાયનુસાઇટીસનાં સામાન્ય કારણો નીચે મુજબ છે

ઓછી ઈમ્યુનિટીને કારણે થતું શ્વસનતંત્રનું જેમ કે, વાઈરલ ઈન્ફેક્શન

કુદરતી રીતે નાકનો પડદો વાંકો હોવો (Deviated Nasal Septum)

એલર્જી જેમ કે, ધૂળ, પરાગરજ અથવા વાતાવરણનો બદલાવ વગેરે.

વારંવાર જોરથી નાક સાફ કરવાની કુટેવ

હું કઈ રીતે જાણી શકું કે મને સાયનુસાઈટીસ છે ?

નિદાન :- દર્દીનાં લક્ષણો clinical examination ઉપરાંત X-Ray (water's view) અને CT Scanથી કયા સાઈનસમાં શરદીનો ફેલાવો છે તે જાણી શકાય છે.

દૂરબીનથી તપાસ :- જેના દ્વારા નાકનો પડદો અને સાઈનસમાં ઈન્ફેક્શન જોઈ શકાય છે. ઉપરાંત દર્દીને નાકના મસા કે ચામડી સાઈનસના પ્રવેશદ્વારને અવરોધતા હોય તો તે પણ જાણી શકાય છે.

શું સાયનુસાઈટીસની સારવાર છે ?

Acute sinusitis : એન્ટિ બાયોટિક્સ, નાકનાં ટીપાં અથવા સ્પ્રે તેમજ સોજા અને દુખાવાની દવા જો જરૂર હોય તો સાવ સરળતાથી મટી જાય છે. ફક્ત જરૂર છે તો લક્ષણો ઓળખી અને તેની યોગ્ય અને પૂરી સારવારની.

chronic sinusitis કેટલું જૂનું અને ક્યાં ઈન્ફેક્શન છે તે પરથી સારવાર નક્કી થાય છે.

 સારવારમાં સૌથી અગત્યની વાત છે તો તે દવાનો પૂરેપૂરો કોર્સ કરવો. જો આ દવાનો કોર્સ પૂરો કરવામાં આવે તો બધાં બેક્ટેરિયા ખતમ થઈ જાય છે, પરંતુ ઘણી વખત દર્દી ત્રીજા કે ચોથા દિવસે સારું લાગતા અડધેથી દવા છોડી દે છે અને તે Antibiotic Resistance ડેવલપ થાય ત્યારે દર્દીની હેરાનગતિ વધે છે.

 જો એન્ટિ બાયોટિક્સ દવાનો પૂરો કોર્સ કર્યા પછી સાઇનસની તકલીફ ન મટે તો તેમજ નાકનો પડદો ત્રાંસો હોય તો દર્દીને ઓપરેશનની જરૂર પડી શકે છે. ફંગલ ઈન્ફેક્શનની સારવાર લાંબાગાળા માટે ચાલે છે.

સાયનુસાઇટીસથી બચવા માટેનાં સોનેરી સૂચનો :-

દર્દી પોતાનાં લક્ષણો ઓળખે, કાયમી માથાનું ભારે લાગવું અને બારેમાસ શરદી રહેતી હોય તો તેનું નિદાન કરવું નહીં કે ઘરગથ્થુ ઉપચારો.

જો વારંવાર શરદી થતી હોય, છીંકોની માત્રા વધુ હોય તો એલર્જીનો ટેસ્ટ આવશ્યક છે.

સાઇનસનું નિદાન થતાં steam inhalation શરૂ કરો જેનાથી બેક્ટેરિયાની વૃદ્ધિ અટકશે અને સાઇનસનો કફ liquify થઈને દવાના penetrationમાં મદદરૂપ થશે.

ઘણી વાર મોઢામાંથી દુર્ગંધ આવવી, માત્ર રાત્રે થતી ખાંસી અથવા ગળામાં કફ રહેવો એ સાઇનસનાં લક્ષણોનો એક ભાગ હોઈ શકે.

ડૉક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ થયેલી દવાનો પૂરો કોર્સ કરો, અધવચ્ચે દવા છોડી દેવાથી ફરીથી ઈન્ફેક્શન ઉથલો મારી શકે છે.

સાઇનસ સંબંધિત પરિબળો જેમ કે, ધૂળની એલર્જી, સિગારેટનો ધુમાડો, ઠંડી ખાણીપીણીની વસ્તુઓ, ડાયાબિટીસ અંકુશમાં રાખવો જરૂરી છે.

દર્દીએ રોજનું 3થી 4 લિટર પાણી પી અને પોતાના શરીરને હાઈડ્રેટ રાખવું.

જો તમે Decongestant ટીપાં સ્પ્રેનો ઉપયોગ કરતાં હોય તો તે ત્રણ દિવસથી વધુ ચાલુ ન રાખવા. Rebound Congestion થઈને પરિસ્થિતિ વણસી શકે છે.

રૂટિન વાઇરલ ઈન્ફેક્શનમાં કાળજી લેવી તેમજ વારંવાર હાથ ધોવા અને એલર્જિક વસ્તુઓથી બચો.


  • Follow us on: