ઘણા લોકો ખાંડના વ્યસની હોય છે. ખરેખર ખાંડના વ્યસનની વ્યાખ્યા શું કરી શકાય? પ્રાથમિક રીતે, તે વ્યક્તિ કે જેને કંઈ પણ ગળ્યું ભાવતું હોય. જો તમે એક સુગર એડિક્ટ છો, તો ખોરાકમાં કેટલીક તકેદારી રાખવી ખૂબ જરૂરી છે.


ઘણા માને છે કે ખાંડમાંથી શક્તિ મળે છે પણ સત્ય તો એ છે કે ખરેખર ખાંડમાંથી કોઈ શક્તિ મળતી નથી. જે અનુભવ તમને મોટાભાગે થાય છે તે હાઈ બ્લડસુગરને કારણે છે. શક્તિ અનુભવવાની લાગણી એક ખોટી ભ્રમણા છે. આખરે તો તમે થાકેલા, ઉચાટગ્રસ્ત અને બદલાતી રહેતી મનઃસ્થિતિવાળા બનશો. જો તમે તમારા ખાંડના વ્યસનને છોડી શકો, તો તમારું ડાયાબિટીસ, સ્ટ્રોક અને હૃદયરોગનું જોખમ ઘટાડી શકશો. સાથે સાથે તમારું ચયાપચય પણ સ્થિર બનશે અને ખાંડ બળવા માંડશે. પરિણામ વજનના ઘટાડામાં આવશે. જો તમે વજન ઘટાડવા અને સરસ અનુભૂતિ માટે ગંભીર હો તો તમે નીચે મુજબની ટિપ્સ ફૉલો કરી શકો છો.

1. દિવસમાં ત્રણ વખત ભોજન કરો અને બે વખત હળવો નાસ્તો લો. નાસ્તામાં નટ્સ, સીડ્સ, શાક અથવા ફળ હોય તે ધ્યાનમાં રાખવું. ખાંડવાળી ચીજોથી દૂર રહેવાનો શક્ય તેટલો પ્રયત્ન કરો.

2. તમારા આહારમાં એલ-ગ્લુટામિન ઉમેરો. એલ-ગ્લુટામિન એક એમિનો એસિડ છે. તે શરીરમાં પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું, કિડનીનું એસિડ-બેઝ બેલેન્સ જાળવવાનું, કોષોને શક્તિ આપવાનું અને અન્ય કાર્યો કરે છે. એલ-ગ્લુટામિન કોબીજ, બીટરૂટ, કઠોળ, પાલક, પાર્સલી અને મીસોમાંથી મળે છે.

3. જ્યારે પણ તમને ગળ્યું ખાવાનું મન થાય ત્યારે દસ અથવા વીસ મિનિટ માટે ચાલીને અથવા વાતો કરીને તમારા મનને વાળી લો.

4. ફળો ખાઓ. આ ખાંડનું ક્રેવિંગ ટાળવાનો એક શ્રેષ્ઠ ઉપાય છે. ફળોમાં કુદરતી ખાંડ હોય છે જે તમારા માટે આરોગ્યપ્રદ છે.


  • Follow us on: