• FIFA વર્લ્ડ કપમાં વિશ્વની ૩૨ ટીમો ભાગ લેશે. 
  • 1930માં શરૂ થયેલા વર્લ્ડ કપનું આ 22મું સંસ્કરણ 
  • મેગા ફાઇનલમાં આર્જેન્ટિનાની ટીમ પોર્ટુગલને 3-2થી હરાવશે

કતાર ખાતેના FIFA વર્લ્ડ કપમાં વિશ્વની 32 ટીમો ભાગ લેશે. 1930માં શરૂ થયેલા વર્લ્ડ કપનું આ 22મું સંસ્કરણ રહેશે. વિશ્વના બે દિગ્ગજ ખેલાડીઓ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લાયોનલ મેસ્સીનો સંભવિત આ છેલ્લો વર્લ્ડ કપ રહેશે. બંને અત્યાર સુધી પોતાની ટીમને એક પણ વખત ચેમ્પિયન બનાવી શક્યા નથી. ટૂર્નામેન્ટ પહેલાં વર્લ્ડ કપના સુપર કમ્પ્યૂટરે એક મોટી ભવિષ્યવાણી કરી છે કે ફાઇનલ મુકાબલો લાયોનલ મેસ્સીની આર્જેન્ટિના અને રોનાલ્ડોની પોર્ટુગલની ટીમ વચ્ચે થશે. આ મેગા ફાઇનલમાં આર્જેન્ટિનાની ટીમ પોર્ટુગલને 3-2થી હરાવીને ચેમ્પિયન બનશે. મેસ્સી પોતાની કારકિર્દીના છેલ્લા વર્લ્ડ કપમાં પ્રથમ વખત ચેમ્પિયન બનશે.

ડેટાના આધારે સુપર કમ્પ્યૂટરે ભવિષ્યવાણી કરી 

બીસીએ રિસર્ચે સુપર કમ્પ્યૂટર દ્વારા આ પ્રયોગ કર્યો છે. ઉપલબ્ધ ડેટાના આધારે સુપર કમ્પ્યૂટરે આર્જેન્ટિનાના ચેમ્પિયન બનવાની ભવિષ્યવાણી કરી છે. પોર્ટુગલ ક્યારેય ફાઇનલમાં પહોંચ્યું નથી પરંતુ ભવિષ્યવાણીના આધારે આ વખતે મેનેજર ફર્નાન્ડો સાન્તોષની ટીમ આ સિદ્ધિ મેળવી શકે છે.

ઇંગ્લેન્ડ સેમિફાઇનલ સુધી પહોંચશે

સુપર કમ્પ્યૂટરના અનુસાર ઇંગ્લેન્ડની ટીમ વધુ એક વખત સેમિફાઇનલમાં પહોંચશે. આ વખતે પેનલ્ટી શૂટઆઉટમાં ઇંગ્લેન્ડનો પોર્ટુગલ સામે પરાજય થશે. છેલ્લા વર્લ્ડ કપમાં ક્રોએશિયાએ શૂટઆઉટમાં ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. 2006માં પોર્ટુગલે ઇંગ્લેન્ડને ક્વાર્ટર ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં જ હરાવ્યું હતું.

આર્જેન્ટિના અંતિમ-4માં ફ્રાન્સને પરાજય આપશે

ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ સુપર કમ્પ્યૂટર અનુસાર ગ્રૂપ-ડીમાં બીજા ક્રમે રહેશે. પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં તેનો મુકાબલો આર્જેન્ટિના સામે થશે પરંતુ તેનો પરાજય થશે. છેલ્લી વખત પણ આર્જેન્ટિનાની ટીમ ફ્રાન્સ સામેની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી હતી.

  • Follow us on: