• સેક્સ પછી ઇન્ટિમેટ પાર્ટ્સથી લઈને હાથની સફાઈનું ધ્યાન રાખવું જરૂરી છે

સેક્સ માણ્યા પછી કડલિંગ ખૂબ જ જરૂરી છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તમે તમારી પર્સનલ હાઈજીનને નજરઅંદાજ કરો. સેક્સ પહેલાં જેમ હાઈજીન જરૂરી છે તેમ સેક્સ માણ્યા પછી પણ હાઈજીનનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. જાણીએ તેના વિશે

હંમેશાં સેક્સુઅલી એક્ટિવ કપલ્સને યૂટીઆઈ અને ઇન્ટિમેટ એરિયામાં રેશિસ જેવી અન્ય પ્રકારની સમસ્યાઓની ફરિયાદ રહેતી હોય છે. જોકે, તમે ક્યારેય એવું વિચાર્યું કે આવું કેમ થાય છે? સામાન્ય રીતે આ પ્રકારની સમસ્યાઓ ઇન્ટિમેટ હાઈજીનને નજરઅંદાજ કરવાને કારણે થઈ શકે છે. ઘણી વાર લોકો સેક્સ પછી પ્રાઈવેટ પાર્ટને સાફ કરવાનું ભૂલી જાય છે જે ખતરનાક સાબિત થઈ શકે છે. સેક્સ પછી કડલિંગ મોટાભાગના કપલ્સને પસંદ હોય છે, પરંતુ આવા સમયે જ હાઈજીનનું ધ્યાન ન રાખવામાં આવે તો સમસ્યા થઈ શકે છે. એ વાત ખરી કે સેક્સ પછી તરત જ વોશરૂમમાં જઈને ક્લીનઅપ કરવું થોડું અનરોમેન્ટિક હોઈ શકે છે, પરંતુ આવું કરવું તમારા અને તમારા પાર્ટનરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. આ જ બાબતોને ધ્યાનમાં રાખીને સેક્સ માણ્યા પછી ઇન્ટિમેટ એરિયાને ક્લિન કેવી રીતે રાખવો જોઈએ તે જાણીએ.

મહત્ત્વપૂર્ણ હાઈજીન ટિપ્સ 

બ્લેડર ખાલી કરવી જરૂરી છે : સેક્સ દરમિયાન યૂરેથ્રાની અંદર વિવિધ પ્રકારના બેક્ટેરિયા એકઠા થવાની શક્યતા રહેતી હોય છે. યૂરેથ્રા યૂરિન પાસ કરવા માટે ઉપયોગી એક ટ્યૂબ હોય છે. સેક્સ પછી યૂરિન પાસ કરવાથી ઇન્ફેક્શનની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે, કારણ કે તેનાથી બધા જ જર્મ્સ બહાર આવી જાય છે. આ બાબત સ્ત્રીઓને લાગુ પડે છે તેટલી જ પુરુષોને પણ લાગુ પડે છે. સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સેક્સ પછી એક લાંબા આલિંગનને બદલે પાર્ટનરને એક ક્યૂટ હગ આપો અને તરત જ વોશરૂમમાં જાઓ.

સ્વચ્છ કપડાંથી ક્લીન કરો : સેક્સ પછી સાફસફાઈ માટે શાવર લેવાની જરૂર નથી. જોકે, તમે ઇચ્છો તો ઇન્ટિમેટ એરિયાને હૂંફાળા પાણીથી સાફ કરી શકો છો. તેની સાથે જ એક કોટનનું કપડું લો અને તેને હૂંફાળા પાણીમાં ડુબોડીને વજાઈનાને આગળથી પાછની તરફ સાફ કરો. એનલ એરિયાને પણ શક્ય હોય તો છેલ્લે સાફ કરવો. ઘણાં લોકો વાઈપ્સનો ઉપયોગ કરે છે, પરંતુ તેનો ઉપયોગ કરવો યોગ્ય નથી, કારણ કે વાઈપ્સમાં રહેલા કેમિકલ યુક્ત સેન્ટેડ ફ્લૂઈડ વજાઈનલ પીએચ વેલ્યુને અસંતુલિત કરી શકે છે. સાથે જ ઇન્ફેક્શન અને બેક્ટેરિયલ ગ્રોથનું કારણ પણ બની શકે છે.

આ જ રીતે પુરુષોએ પણ હૂંફાળા પાણી અથવા કોટન કપડાંની મદદથી પ્રાઈવેટ પાર્ટના ઉપરના કવરને દૂર કરીને અંદરની સ્કિનને સાફ કરવી જોઈએ. ત્યારબાદ આખો પાર્ટ સાફ કરવો.

હાથ ધોવાનું ન ભૂલશો : સેક્સ માણ્યા પછી હાથને સારી રીતે સાફ કરવા જરૂરી છે, કારણ કે આ દરમિયાન આપણે પાર્ટનરના ઇન્ટિમેટ પાર્ટ્સને ટચ કરીએ છીએ જેને કારણે વિવિધ પ્રકારના બેક્ટેરિયા તથા જર્મ્સ હાથમાં ચોંટી જાય છે. જો હાથ સાફ કર્યા વગર પોતાના કે પાર્ટનરના મોં કે ત્વચાને સ્પર્શ કરીએ તો મુશ્કેલી થઈ શકે છે. તેથી સેક્સ પછી મોં કે શરીરના અન્ય પાર્ટ્સને ટચ કરતા પહેલાં સારી રીતે સાફ કરવાનું ન ભૂલવું.

વજાઈનામાં પાણી ન નાખશો : મોટાભાગની મહિલાઓ સેક્સ માણ્યા પછી વજાઈનાનો એરિયા સાફ કરતી વખતે તેમાં પાણી નાખીને તેને સાફ કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આવું ક્યારેય ન કરવું જોઈએ, કારણ કે વજાઈના એક સેલ્ફ ક્લીન્ઝિંગ ઓર્ગન છે. તેના ગુડ બેક્ટેરિયા અંદરના હાઈજીનનું ધ્યાન રાખે છે. આવી સ્થિતિમાં વજાઈનાની અંદર પાણી નાખવાથી પ્રાકૃતિક રીતે પીએચનું સ્તર અસંતુલિત થઈ જાય છે જેને કારણે વજાઈનલ ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે.

અંડરગાર્મેન્ટ બદલો : હંમેશા કપલ્સ સેક્સ પહેલા મેક આઉટ, ફિંગરિંગ, ક્લીટોરી રબ કરે છે. આવી સ્થિતિમાં વજાઈનલ ફ્લૂઈડ પેન્ટી પર ચોંટી જાય છે. જો તમે સેક્સ માણ્યા પછી આ અંડરગાર્મેન્ટ પહેરો તો ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે, ભલે તમે વજાઈનાને સાફ કરી હોય! કારણ કે ફ્લૂઈડથી ભીની પેન્ટી પર બેક્ટેરિયા અને જર્મ્સ પેદા થાય છે. તેથી હંમેશાં સેક્સ માણ્યા પછી સાફ એટલે કે ધોયેલાં અંડરગાર્મેન્ટ્સ જ પહેરો.

સેક્સ માણ્યા પછી ઇન્ટિમેટ એરિયાને સાફ કરવો કેમ જરૂરી છે?

સેક્સ પછી ઇન્ટિમેટ પાર્ટ્સથી લઈને હાથની સાફ-સફાઈનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે ઇન્ટિમસી દરમિયાન કપલ એકબીજાના ઇન્ટિમેટ પાર્ટ્સનો સ્પર્શ કરે છે. તેને કારણે હાથમાં અનેક પ્રકારના જર્મ્સ અને બેક્ટેરિયા સંપર્કમાં આવે છે. તેથી સાફસફાઈ વગર તમારા હાથથી ત્વચા, હોઠ અને મોંનો સ્પર્શ કરવો ખતરનાક સાબિત થઈ શકે છે.

બીજું એ કે હાઈજીનનું ધ્યાન ન રાખવાથી પ્રાઈવેટ પાર્ટમાં ઈન્ફેક્શન જેમ કે યુટીઆઈ થવાની શક્યતા વધી જાય છે. સેક્સ દરમિયાન ઉપયોગમાં લેવાતા લુબ્રિકન્ટ્સ, કોન્ડોમનું લુબ્રિકન્ટ તથા પાર્ટનરના સ્પર્મ વગેરે તમારી સ્કિન પર એકઠા થઈ જાય છે. તેને સાફ ન કરવામાં આવે બેક્ટેરિયલ ગ્રોથ વધી શકે છે. તેને કારણે વિવિધ પ્રકારના ઇન્ફેક્શન થવાની શક્યતાઓ રહે છે. સ્ત્રીઓની જેમ પુરુષોએ પણ સેક્સ માણ્યા પછી પોતાના પ્રાઈવેટ પાર્ટને સારી રીતે સાફ કરવો જોઈએ.

જોકે, ઇન્ટિમેટ એરિયાને માત્ર સેક્સ પછી જ નહીં, પરંતુ સેક્સ માણતા પહેલાં પણ સાફ કરવો જરૂરી છે, કારણ કે આપણે લાંબા સમય સુધી અંડરગાર્મેન્ટ્સ પહેર્યાં હોય છે. સાથે આખા દિવસમાં ઘણી વાર યૂરીન પાસ કરીએ છીએ. તેથી મુશ્કેલીથી બચવા માટે પ્રાઈવેટ પાર્ટ્સને ક્લીન કરવાનું ન ભૂલવું જોઈએ.


  • Follow us on: