2001માં ગુજરાતમાં આવેલા ભૂકંપમાં અસરગ્રસ્તોની મદદ માટે તત્કાલીન ભારતના પ્રધાનમંત્રી શ્રી અટલબિહારી વાજપેયીએ અમેરિકાના પ્રમુખ બિલ ક્લિન્ટનને અમેરિકામાં વસતા ભારતીયો અને અમેરિકનોનું એક સેવાકીય સગંઠન બનાવવાની વાત કરી અને એમાંથી નિર્માણ પામ્યું, ધ અમેરિકન ઈન્ડિયા ફાઉન્ડેશન. પચ્ચીસ વરસના સમયકાળમાં આ સેવાકીય સંસ્થાએ કુદરતી, કુત્રિમ આફતમાં ભારતની મદદે આવવા ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ મોટી કામગીરી કરી રહી છે.
ભારતના ઉમદા, ઉત્સાહી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને અમેરિકામાં ભણવા માટે પૂરતી સવલતો આ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે. ભારતની પ્રગતિમાં સહભાગી થઈને નાવીન્યસભર જેઓ કામ કરી શકે એવા ઉમેદવારોને આર્થિક મદદ આ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે. ઈચ્છુક ઉમેદવાર નિયમોને આધીન અરજી કરી શકે છે.
મહત્ત્વની બાબતો
ભારતીય નાગરિકત્વ હોવું ફરજિયાત છે.
સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી અભ્યાસ કરેલો હોવો જોઈએ.
અમેરિકન નાગરિકત્વ ધરાવતા અભ્યાસુ પણ આ ફેલોશિપમાં સહભાગી થઈ શકે છે.
ઉમેદવારની વય ઓછામાં ઓછી 21 વરસ અને 35 વરસથી વધુ ન હોવી જોઈએ.
ફેલોશિપના સમયગાળા દરમિયાન ભારતમાં જમીની સ્તર પર સેવાકીય કાર્યોમાં અને શૈક્ષણિક કાર્યોમાં કાર્યરત રહેવું પડશે.
કુશળતા અને અનુભવના આધાર પર ઉમેદવારોએ હોસ્ય કમ્યુનિટીઝમાં કાર્ય કરવાનું રહેશે અને સતત નવું શીખવા માટેની ઉત્સુકતા દર્શાવવાની રહેશે.
હિન્દી અને અંગ્રેજી જેવી ભાષા પર પકડ હોવી અનિવાર્ય છે. અમુક કિસ્સાઓમાં પ્રાંતીય ભાષા શીખવી જરૂરી હોય છે અને તેના માટે તૈયારી બતાવવાની રહેશે.
ભારત અને અમેરિકા વચ્ચે બંધાયેલા સકારાત્મક સેતુને વધુ મજબૂત બનાવવા માટેનું કામ કરવાનું રહેશે.
આ ફેલોશિપના માધ્યમથી પછાત અને પીડિત સમુદાયોમાં સમૃદ્ધિ અને શૈક્ષણિક વાતાવરણ શ્રેષ્ઠ બને તેવા પ્રયાસો કરવાના રહેશે અને એ માટે ઉમેદવારે કટિબદ્ધ રહેવું જરૂરી છે.
સમુદાય આધારિત વિકાસ કાર્યો માટે ઉત્સાહ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવે છે.
પસંદગી પામેલા ઉમેદવારોને સંસ્થા દ્વારા તાલીમ આપવામાં આવે છે. અમલીકરણ વ્યવસ્થામાં સહભાગી બનાવીને ઉમેદવારને સીધા જોડવામાં આવે છે.
ઉમેદવારને આપવામાં આવેલા પ્રોજેક્ટને પોતાની વ્યૂહરચના દ્વારા વિકસાવવાના પ્રયાસો કરવાના રહેશે અને પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવાનું રહેશે.
ઉમેદવારે ફરજિયાતપણે ધ અમેરિકન ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા નિર્ધારિત કરાયેલા પ્રોજેક્ટ પર કામ કરવાનું રહેશે.
ઉમેદવારને પ્રોજેક્ટ પોર્ટલ પર પ્રોજેક્ટ સિલેક્ટ કરવાની છૂટ આપવામાં આવે છે.
સહાય
ઈન્ટરનેશનલ એર રિટર્ન ટિકિટની સુવિધા પૂરી પાડવામાં આવે છે ને ઉમેદવારને લીવિંગ સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે.
ફૂડ, લોકલ ટ્રાન્સપોર્ટ, શેર્ડ હાઉસિંગ સહિતના ખર્ચ આપવામાં આવે છે.
ફોન પ્લાન, ઈમરજન્સી હેલ્થ અને ટ્રાવેલ ઈન્સ્યોરન્સ જેવી મદદ પણ કરવામાં આવે છે.
અરજી કરવાની છેલ્લી તારીખ
15 ફેબ્રુઆરી, 2025
અરજી
અરજી ઓનલાઈન કરવાની રહેશે.
અરજી માટેઃ https://tinyurl.com/5n8pdybn
એપ્લિકેશન પ્રોસેસ નિયમોને અભ્યાસ કર્યા બાદ કરવી.
ફેલોશિપની માહિતી માટે
https://tinyurl.com/y8vf6es7
પૂછપરછ માટે
[email protected]