પ્રિન્ટર એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે જેનો ઉપયોગ ડિજિટલ સૂચનાઓને કાગળ પર છાપવા માટે કરવામાં આવે છે. તે કમ્પ્યૂટરની બહારની આઉટપુટ ડિવાઇસ હોય છે. જે કમ્પ્યૂટરની સોફ્ટ કોપીને હાર્ડ કોપીમાં પરિવર્તન કરવાનું કામ કરે છે. પ્રિન્ટર કોઇ ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં સ્ટોર કરવામાં આવેલો ડેટા છે જે એક પેજમાં પ્રિન્ટ કરે છે. આ પેજ સાઇઝ અનુસાર નાનીમોટી થઈ શકે છે. સામાન્ય રીતે પ્રિન્ટર કમ્પ્યૂટરની સાથે કાર્ય કરે છે. તેને કેબલ દ્વારા જોડવામાં આવે છે, પરંતુ વર્તમાન સમયમાં અનેક ડિજિટલ ડિવાઇસ પ્રિન્ટર ફીચર્સને સપોર્ટ કરે છે. બ્લૂટૂથ, વાઇ-ફાઇ, ક્લાઉડ ટેક્નિકથી પ્રિન્ટ કરી શકાય છે.
પહેલું કમ્પ્યૂટર પ્રિન્ટર 19મી શતાબ્દીમાં કમ્પ્યૂટરના પિતામહ ચાર્લ્સ બેબેજે ડિઝાઇન કર્યું હતું. પણ સંજોગવશાત્ ૨૦મી શતાબ્દી સુધી આ ડિઝાઇન બની ન શકી.
જાપાનમાં 1968માં પહેલા ઇલેક્ટ્રોનિક પ્રિન્ટરનો આવિષ્કાર કરવામાં આવ્યો હતો. એ વખતે અત્યારની જેમ મોટું પ્રિન્ટર નહોતું અને તેની સ્પીડ પણ વધારે નહોતી. પ્રિન્ટરની વધતી માંગને જોતાં 1984માં લેઝર જેટને લૉન્ચ કરવામાં આવ્યું હતું. ૨૦૦૦ સુધીમાં તો ઇન્ટરનેટ ધીરેધીરે દુનિયાભરમાં લોકો સુધી પહોંચી રહ્યું હતું. જેનાથી ઈ-મેઇલનો ઉપયોગ કરીને દસ્તાવેજનું આદાનપ્રદાન કરી શકાતું હતું. સમયની સાથે પ્રિન્ટરમાં અપડેટ આવતાં ગયાં. ૨૦1૦માં ૩ડી પ્રિન્ટિંગ આકર્ષણનું કેન્દ્ર બની ગયું. જેણે ૩ડી ઓબ્જેક્ટને સરળ બનાવી દીધું છે.
પ્રિન્ટરનો સૌથી વધારે ઉપયોગ કમ્પ્યૂટરની સાથે કરવામાં આવે છે. મોનિટર, કીબોર્ડ અને માઉસ પછી સૌથી વધારે ઉપયોગ કરાતી ડિવાઇસ પ્રિન્ટર છે. ઓફિસ, ઘર, સ્કૂલો વગેરેમાં પ્રિન્ટરનો ઉપયોગ અલગ અલગ કામોને પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે. પહેલાં પ્રિન્ટરમાંથી ફક્ત બ્લેક એન્ડ વ્હાઇટ જ પ્રિન્ટ નીકળતી હતી, પરંતુ આધુનિક પ્રિન્ટરમાં કલર પ્રિન્ટ પણ નીકળે છે.
પ્રિન્ટરના પ્રકારની વાત કરીએ તો કમ્પ્યૂટર પ્રિન્ટરને આપણે મુખ્ય બે ભાગમાં વહેંચી શકીએ છીએ. ઇમ્પેક્ટ પ્રિન્ટર અને નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. ઇમ્પેક્ટ પ્રિન્ટ હેડને ઇન્ક રિબન પર પ્રેસ કરી ટેક્સ્ટ કે ઇમેજ બનાવે છે. અન્ય પ્રકારનાં પ્રિન્ટરની સરખામણીમાં આ પ્રિન્ટર અવાજ કરે છે. પણ આ પ્રકારનાં પ્રિન્ટર પોતાનાં યુનિક ફીચર્સ માટે પ્રખ્યાત છે. સામાન્ય રીતે આ પ્રિન્ટરનો ઉપયોગ વ્યવસાયમાં કરવામાં આવે છે, જ્યાં મલ્ટિ પાર્ટ પ્રિન્ટ હોય છે.
નોન ઇમ્પેક્ટ પ્રિન્ટરની વાત કરીએ તો આ પ્રિન્ટર્સમાં કાગળ પણ ફિઝિકલી સ્ટ્રાઇક કર્યા વગર કાગળ પર ટેક્સ્ટ કે ઇમેજીસ પ્રોડ્યુસ કરે છે. આ પ્રિન્ટર અવાજ કરતું નથી. સામાન્ય રીતે ટેક્નોલોજી મૉડર્ન અને પર્સનલ હોમ બેઝમાં ઉપયોગ કરવામાં આવે છે. આ ટેક્નોલોજી મોનો ક્રોમ અને કલર બંનેમાં પ્રિન્ટ કરી શકે છે.