ગુજરાતીમાં સાઇકલ કહીએ એટલે, બાકી એનું નામ તો બાઇસિકલ, કારણ કે તેનું નામ ગ્રીક શબ્દો `bi' પરથી ઊતરી આવ્યું છે, જેનો અર્થ `બે' થાય છે અને `cycle' જે ચક્ર અથવા ગોળાકાર આકારનો ઉલ્લેખ કરે છે.
સાઇકલમાં બે પૈડાં હોવાથી બાઇસિકલ, જેને પેડલ સાઇકલ, બાઇક, પુશ-બાઇક અથવા સાઇકલ પણ કહેવાય છે. માનવ સંચાલિત, મોટર-સહાયિત, પેડલ-સંચાલિત, સિંગલ-ટ્રેક વાહન છે, જેમાં બે પૈડાં એક ફ્રેમ સાથે આગળ પાછળ જોડાયેલાં હોય છે. બહુમુખી છે અને વિવિધ સ્વરૂપોમાં આવે છે. સામાન્ય પ્રકારોમાં રોડ બાઇક, માઉન્ટેન બાઇક, હાઇબ્રિડ બાઇક, કાર્ગો બાઇક અને ઇલેક્ટ્રિક બાઇકનો સમાવેશ થાય છે.
રોડ બાઇક્સ કાચા\ફૂટપાથ રસ્તાઓ પર ગતિ અને કાર્યક્ષમતા માટે ડિઝાઇન કરાયેલ, ઘણીવાર હળવી ફ્રેમ્સ અને સાંકડા ટાયર સાથે રેસિંગ, પ્રવાસ અને મુસાફરી માટે યોગ્ય હોય છે. માઉન્ટેન બાઇક્સ ઓફ-રોડ રાઇડિંગ માટે બનાવવામાં આવેલ મજબૂત ફ્રેમ્સ, પહોળાં ટાયર અને વિવિધ ભૂપ્રદેશોને હેન્ડલ કરવા માટે સસ્પેન્શન સિસ્ટમ્સ સાથે આવે છે. હાઇબ્રિડ બાઇક્સ એક બહુમુખી પ્રકાર છે, જે રોડ અને માઉન્ટેન બાઇક્સની સુવિધાઓનું સંયોજન છે. મુસાફરી, લેઝર સવારી, કાચી અને પાકી બંને સપાટીઓ પર ચલાવવા યોગ્ય હોય છે. કાર્ગો બાઇક્સ પણ હોય છે, જે ભારે ભાર વહન કરવા માટે રચાયેલ છે. ઘણીવાર ડિલિવરી અથવા બાળકોના પરિવહન માટે વપરાય છે.
ઇલેક્ટ્રિક બાઇક્સ ઇલેક્ટ્રિક મોટર્સ દ્વારા સંચાલિત, ચઢાવ પર ચઢાણ અથવા લાંબા અંતર માટે સહાય પૂરી પાડે છે. સાઈકલિંગને વધુ સુલભ બનાવે છે. ટૂરિંગ બાઇક્સ આરામ અને ટકાઉપણા માટે બનાવેલ, લાંબા અંતરની સવારી અને સામાન વહન માટે આદર્શ. ગ્રેવલ (કાંકરી) બાઇક પણ આવે છે. મિશ્ર ભૂપ્રદેશ માટે ડિઝાઇન કરાયેલ, જેમાં પાકા રસ્તા, કાંકરીવાળા રસ્તા અને હળવા રસ્તાઓનો સમાવેશ થાય છે, જે રસ્તા અને પર્વતીય બાઇકની સુવિધાઓને જોડે છે. ટેન્ડમ બાઇક બે રાઇડર્સ માટે ડિઝાઇન કરાયેલ, કાં તો બાજુબાજુ અથવા ટેન્ડમ (એકની પાછળ એક કે વધુ બેઠકોવાળી સાઇકલ) સાઇકલ ચલાવવાની મનોરંજક અને સામાજિક રીત પ્રદાન કરે છે. ફોલ્ડિંગ બાઇક પોર્ટેબિલિટી અને સરળ સ્ટોરેજ માટે ડિઝાઇન કરાયેલ, જે તેમને આવનજાવન અથવા મુસાફરી માટે યોગ્ય બનાવે છે.
જાણીને નવાઈ લાગશે કે 3જી જૂનના દિવસે વિશ્વ દિવસ ઊજવાય છે તે સાઇકલનો ઇતિહાસ એટલો અજાણ્યો અને મૂંઝવણોથી ભરેલો છે કે વિગતોને સ્પષ્ટ કરવાના પ્રયાસરૂપે વાર્ષિક સાઇકલ ઇતિહાસ પરિષદ યોજવામાં આવે છે.
1818 કાર્લ વોન ડ્રાઈસ દ્વારા શોધાયેલ ડેન્ડી ઘોડો અથવા `દોડવાનું મશીન'. આ ઉપકરણને સવાર પોતાના પગ સાથે જમીન પર ધકેલીને ચલાવતો હતો. પેડલ્સ, સ્ટીયરિંગ મિકેનિઝમ અને બ્રેક્સના અભાવે તે મુશ્કેલ અને જોખમી પણ હતું. ડ્રેસાઇન (1817), ફ્રન્ટ-વ્હીલ પેડલ વેલોસિપિડ્સ (18૬0), ત્યાંથી આધુનિક ડિઝાઇનમાં સંક્રમણ (1870-1880) - સેફ્ટી સાઇકલ (1870), ન્યુમેટિક ટાયર (1880), વધુ વિકાસ: પેની-ફર્થિંગ (1870-1880), મિડ-ડ્રાઇવ ઇલેક્ટ્રિક સાઇકલ (1897), પેડલ-સંચાલિત બેટરી રિજનરેટર (1898), કિડ્સ બાઇક (1920), સ્પ્રિંગ ફોર્ક અને ફેટ ટાયર (1930). આધુનિક ઈ-બાઈક અને વિશિષ્ટ સાઈકલિંગ સાધનોના વિકાસ સહિત સામગ્રી, ટેક્નોલોજી અને ડિઝાઇનમાં પ્રગતિ સાથે, સાઇકલનો વિકાસ ચાલુ રહ્યો છે. સાઇકલ અદ્ભુત છે, કારણ કે તે પરિવહનનું એક સરળ છતાં કાર્યક્ષમ માધ્યમ છે. તેણે ઇતિહાસ અને સંસ્કૃતિમાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. મહિલા મુક્તિમાં મદદ કરવાથી લઈને નવી ટેક્નોલોજીઓને પ્રેરણા આપવા સુધી. ફક્ત સવારની શક્તિ અને સંતુલનની મૂળભૂત સમજની જરૂર પડે છે. સાઇકલની શોધથી ટેક્નોલોજીમાં પ્રગતિ થઈ, જેમાં બોલ બેરિંગ્સ, ન્યુમેટિક ટાયર અને ચેઇન-ડ્રાઇવ સ્પ્રોકેટનો સમાવેશ થાય છે. ઉપયોગ મુસાફરી અને મનોરંજનથી લઈને ફિટનેસ, લશ્કરી એપ્લિકેશનો અને રેસિંગ સુધીના વિવિધ હેતુઓ માટે થાય છે.
બાળપણની ટ્રાઇસિકલ સવારી કે પિતા તરફથી મળતી પહેલી સાઇકલનો રોમાંચ અવર્ણનીય હોય છે કે નહિ! અપંગ વ્યક્તિને સરળતા અપાવતી ટ્રાઇસિકલ, સાઇકલનું પૂજ્યતમ સ્વરૂપ છે.