દરેક વ્યક્તિને થોડો જાદુ ગમે છે. જાદુઈ યુક્તિઓ ખૂબ જ કપટી હોઈ શકે છે. જ્યારે તે ખોટી પડે છે, ત્યારે પરિણામો હળવી શરમથી ગંભીર ઈજા અથવા મૃત્યુ સુધી બદલાઈ શકે છે.

કેટલીક જાદુઈ દુર્ઘટનાઓ હાસ્યાસ્પદ હોય છે. જેમ કે, જ્યારે જાદુગરની યુક્તિ કાર્ય દરમિયાન ખોટી થઈ જાય છે : એક છુપાયેલ સહાયક પ્રગટ થઇ જાય છે, પત્તા ઉપરથી ઊડવાને બદલે જમીન પર વિખેરાઈ જાય છે. સસલું ટોચની ટોપીમાંથી બહાર આવવાનો ઇનકાર કરે છે. બીજી બાજુ, એક ભ્રમ જે કામ કરતો નથી તે ગંભીર ઈજા અથવા મૃત્યુનું કારણ પણ બની શકે છે. ગોળીઓ પકડવાથી લઈને તલવારો ગળી જવા અને પોતાને જીવતા દફનાવવા સુધી, જાદુગરો ફક્ત આપણું મનોરંજન કરવા માટે પોતાને તમામ પ્રકારની જોખમી પરિસ્થિતિઓમાં મૂકી દે છે. વસ્તુઓ હંમેશાં યોજના મુજબ થતી નથી.

જાદુગર વિલિયમ એલ્સવર્થ રોબિન્સને 20મી સદીની શરૂઆતમાં ચુંગ લિંગ સૂ નામથી જાદુ કરતો હતો. રોબિન્સન સ્કોટિશ મૂળે ન્યૂયોર્કનો હતો, પરંતુ તેણે ચાઇનીઝ જાદુગર નામ અપનાવ્યું હતું. તેના જાદુમાં એક હતો ગોળી ચલાવવાનો જાદુ, જેમાં પ્રેક્ષક પાસે બંદૂકમાં ગોળી મુકાવતો, રોબિન્સનની યુક્તિની ચાવી ગુપ્ત બીજી બેરલવાળી બંદૂક હતી. પ્રેક્ષક બંદૂકમાં વાસ્તવિક ગોળી ભરતો હતો, પરંતુ ખરેખર જે ગોળી ચલાવવામાં આવતી હતી તે બીજા બેરલમાંથી ખાલી હતી. 23 માર્ચ, 1918ના દિવસે બિલ્ટ-અપ પાઉડરને કારણે ખાલી અને વાસ્તવિક ગોળી બંને એકસાથે ચલાવવામાં આવી અને સાચી ગોળી તેની છાતીમાં વાગી. તેના છેલ્લા શબ્દો હતા, "હે ભગવાન, કંઈક થયું છે. પડદો નીચે કરો.''

જાપાની જાદુગર પ્રિન્સેસ ટેન્કો-સાચું નામ ટેન્કો હિકિતા.તેનો એક માયાવી જાદુ જેને `સ્પાઇક ઇલ્યુઝન ઇન ધ ફેસ ઓફ ડેથ' કહેવામાં આવે છે. તમે કદાચ આ ક્લાસિક તલવાર બોક્સ યુક્તિનાં સંસ્કરણો જોયાં હશે. જેમાં જાદુગર એક બોક્સમાં જાય છે અને એક સહાયક બોક્સમાં તલવારો ઘુસાડે છે, પણ જાદુગર અંતે સહીસલામત બહાર આવે છે. 2007 ના ઉનાળામાં, ટેન્કોના શોમાં તે યુક્તિ જેટલી સરસ રીતે સમાપ્ત થઈ ન હતી જેટલી તે સામાન્ય રીતે કરે છે. જાપાનના સાબેમાં યાંત્રિક ખામીને કારણે ટેન્કો બોક્સની અંદર હતી ત્યારે તલવારો વાગી, જેના કારણે ઘણી પાંસળીઓ અને તેના જમણા ગાલનું હાડકું તૂટી ગયું. તેના મેનેજરના જણાવ્યા મુજબ એક તલવાર ખતરનાક રીતે ટેન્કોની જમણી આંખમાં પંક્ચર પાડવાની નજીક આવી ગઈ હતી. પ્રિન્સેસ ટેન્કોને બોક્સમાં તલવારો વાગી ગઈ હતી. જ્યારે તે બહાર આવી, ત્યારે ઇજાઓ છતાં 30 મિનિટ સુધી તેનું કાર્ય ચાલુ રાખ્યું હતું.

તલવાર ગળી જવી એ કોઈ માયાવી જાદુ નથી. હેનીબલ હેલમુર્ટોએ માર્ચ, 2012માં યુકેમાં `સર્કસ ઓફ હોરર્સ' શોમાં તેના શો દરમિયાન ઘણી અલગ અલગ તલવારો ગળી લીધી હતી. તે પહેલાં વસ્તુઓ ભયંકર રીતે ખોટી થઈ ગઈ. તેની છેલ્લી યુક્તિ નિયોન તલવાર ગળી જવી હતી, એ પરાક્રમ એટલું ખતરનાક હતું કે ભલભલા શરમાઈ જાય. નિયોન તલવાર મૂળભૂત રીતે બેટરીથી ચાલતો નિયોન લાઇટ બલ્બ છે, જે તમે મોટાભાગની ઓફિસ ઇમારતોની છતમાં જોતા બલ્બ જેવો જ છે. આ યુક્તિની મુખ્ય ચિંતા એ હોય છે કે જો કંઈક ખોટું થાય તો શરીરની અંદર તૂટેલા કાચ સાથે મૃત્યુ પામી શકે છે. જોકે, હેલમુર્ટો સાથે આવું બન્યું નહિ, તેના બદલે તેણે આકસ્મિક રીતે તેની શ્વાસનળીમાં 4 ઇંચ (10 સેન્ટિમીટર) છિદ્ર પાડી દીધું. પ્રિન્સેસ ટેન્કોની જેમ જ ઘાયલ હેલમુર્ટોએ સ્ટેજ પરથી નીચે પડી જતાં પહેલાં પોતાનું કાર્ય પૂર્ણ કર્યું હતું. પાંચ અઠવાડિયાં સુધી ખાઈ કે પી શકતો ન હતો, અરે! પહેલા બે અઠવાડિયાં તે બોલી પણ શકતો ન હતો. જીવલેણ ઈજાનાં બાર અઠવાડિયાં પછી તે તાલીમમાં પાછો ફર્યો. નવ મહિના પછી તે ફરીથી પ્રદર્શનમાં હતો.