ખનીજતત્ત્વોનું સેવન કરો


  • એમિનો એસિડઃ એમિનો એસિડમાં સ્તનને મોટાં કરતાં હોર્મોનને વિકસિત કરવાની ક્ષમતા રહેલી છે સાથે સાથે વણજોઈતા માંસને પણ દૂર કરી શકે. તેથી બ્રેસ્ટને મોટા કરવા માટે આ ખનિજતત્ત્વોનું ભોજનમાં હોવું જરૂરી છે. તેનાથી તમારાં સ્તનોનો આકાર નિયમિત અને પ્રાકૃતિક રીતે વધે છે.
  • વિટામિનઃ શરીરમાં વિટામિન એ, સી, ઈ અને બી-6ની ઊણપથી સ્તનો પર ખરાબ પ્રભાવ પડે છે. જ્યારે આ વિટામિન્સ શરીરમાં હોવાથી સ્તનોને લાભ થાય છે. જેમ કે, વિટામિન-એથી સ્તનની ત્વચાના સેલ્સને નવું જીવન મળે છે અને ત્વચા નરમ રહે છે. વિટામિન-સી સ્તનોને ભરાવદાર બનાવે છે અને સ્તનના ટિશ્યૂને સહારો આપે છે. વિટામિન બી-6 નવા બ્લડ સેલ બનાવે છે જ્યારે વિટામિન ઈ શરીરના કોલેસ્ટેરોલને નિયંત્રિત કરે છે. આમ, ઉપરોક્ત વિટામિન્સ મળીને શરીરમાં છાતીને સંપૂર્ણ વિકસિત કરે છે અને તેના પર પડનારા ખરાબ પ્રભાવોથી રક્ષણ પણ કરે છે.

ચરબીયુક્ત આહાર લો : ચરબી એટલે કે વસાનો સ્તનના આકારમાં મહત્ત્વનો ફાળો હોય છે. તેથી તમે નટ્સ, માખણ, પીનટ, જૈતૂનનું તેલ અથવા નાસપતીનું સેવન કરો. ચરબીયુક્ત આહારની સાથે એક્સરસાઈઝ પણ જરૂરી છે જેથી આ ફેટ બીજે ક્યાંક એકઠી ન થતા સ્તન સુધી પહોંચી શકે. નહીંતર વધારે ચરબીયુક્ત ભોજન લેવાથી શરીરમાં ચરબી વધતી જશે.

મૂળા ઉત્તમ છે : એક સંશોધન અનુસાર મૂળા ખાવાથી શરીરમાં એસ્ટ્રોજનનું પ્રમાણ વધે છે, લોહીનું ભ્રમણ યોગ્ય થાય છે. જેનાથી શરીરમાં ટિશ્યૂને શોધી શકાય. આમાં એ ટિશ્યૂ પણ હોય છે જે સ્તનોમાં હોય છે. લોહીનું ભ્રમણ યોગ્ય થવાથી સ્તનનું લોહી સાફ થાય છે જેથી સ્તનની સુંદરતામાં નિખાર આવે છે.

એસ્ટ્રોજેનિક આહાર લો : સ્તનોની સાઈઝ તેમાં રહેલા કેટલાંક ખાસ હોર્મોન્સના હોવા કે ન હોવા અથવા તેની માત્રા પર આધારિત છે. સ્તનોમાં ટેસ્ટોસ્ટેરોન નામનો પુરુષ હોર્મોન હોય કે એ000સ્ટ્રોજન નામનો હોર્મોન ન હોય તો સ્તનોનો આકાર નાનો રહે છે, તેનાથી છાતી અવિકસિત દેખાય છે. આવી સ્થિતિથી બચવા એસ્ટ્રોજનથી ભરપૂર આહારનું સેવન કરવું. શરીરમાં જેટલું એસ્ટ્રોજન હશે તેટલો જ વધારે હોર્મોન તમારી છાતીમાં બનશે. એસ્ટ્રોજન મેળવવા વરિયાળી, સોયાબીન, ફળ, લીલાં શાકભાજી, સૂરજમુખીનાં બીજ, તલ અને અળસીનું સેવન કરો.

એક્સરસાઈઝ કરો

કેટલીક એક્સરસાઈઝ કરવાથી સ્તનની માંસપેશીઓ સ્વસ્થ રહે છે અને સ્તનની સાઈઝ પણ વધે છે. જો તમે પ્રાકૃતિક રીતે સ્તનોને મોટાં કરવા ઇચ્છાતો હો તો આ એક્સરસાઈઝને તમારી દિનચર્યાનો ભાગ જરૂર બનાવો. આ એક્સરસાઈઝ તમે ઘરે જ સરળતાથી કરી શકો છો.

  • જમીન પર ઉલટા સૂઈ જાઓ અને પગને સાથે રાખો. હવે સૂતાં સૂતાં જ તમારા હાથના બળે ઊંચા થાઓ. તમારા હાથની વચ્ચે તમારી છાતી લાવો. હવે બંને હાથ પર જોર આપતાં તમારા શરીરને ઉપરની તરફ ખેંચો. એટલું ધ્યાન રાખવું કે જ્યારે તમે તમારા શરીરને ખેંચી રહ્યા હો તો બધું જ દબાણ હાથની વચ્ચે તમારી છાતી પર પડે. આ એક્સરસાઈઝ દિવસમાં 20 વાર જરૂર કરવી.
  • સીધા ઊભા રહી જાઓ અને તમારા હાથને ઘડિયાળના કાંટાની દિશામાં ગોળ ગોળ ફેરવો. 10થી 15 વાર આવું કર્યા પછી થોડી સેકન્ડ આરામ કરો. હવે ફરી ઘડિયાળના કાંટાની વિપરીત દિશામાં બંને હાથને ગોળ ફેરવો. આ એક્સરસાઈઝ દરરોજ 10 મિનિટ કરો. આ એક્સરસાઈઝ તમારાં સ્તનને યોગ્ય આકાર આપે છે.
  • સ્તનને મોટાં બનાવવા માટે તેમનું હલવું પણ ખૂબ જ જરૂરી હોય છે. તે જેટલાં વધારે હલશે તેટલો જ મોટો આકાર તેને મળશે. તેથી ઘરમાં એવાં કામકાજ જરૂરથી કરવાં જે તમારા હાથમાં કંપન પેદા કરતાં હોય. જેમ કે, મિક્સરનો ઉપયોગ કરો, સવારે સફાઈ માટે વેક્યૂમ ક્લીનરનો ઉપયોગ કરો વગેરે. આનાથી તમારી છાતી (સ્તન)માં કંપન પેદા થશે. જેનાથી લાભ થશે.

એસ્ટ્રોજેનિક આહાર લો

સ્તનોની સાઈઝ તેમાં રહેલા કેટલાંક ખાસ હોર્મોન્સના હોવા કે નવા અથવા તો તેની માત્રા પર આધારિત હોય છે. જો સ્તનોમાં ટેસ્ટોસ્ટેરોન નામનો પુરુષ હોર્મોન હોય અથવા એસ્ટ્રોજન નામનો હોર્મોન ન હોય તો સ્તનોનો આકાર નાનો રહે છે, તેનાથી છાતી અવિકસિત દેખાય છે. આવી સ્થિતિથી બચવા માટે તમારા એસ્ટ્રોજનથી ભરપૂર આહારનું સેવન કરવું જોઈએ. તમારા શરીરમાં જેટલું એસ્ટ્રોજન હશે તેટલો જ વધારે હોર્મોન તમારી છાતીમાં બનશે. એસ્ટ્રોજન મેળવવા માટે વરિયાળી, સોયાબીન, ફળ, લીલાં શાકભાજી, સૂરજમુખીનાં બીજ, તલ અને અળસીનું સેવન કરો.

સ્તનનો સુંદર આકાર સ્ત્રીઓને આકર્ષક વ્યક્તિત્વ આપે છે. વળી, તે સ્ત્રીઓનો આત્મવિશ્વાસ પણ વધારે છે, પરંતુ દરેક સ્ત્રી પાસે તેમની ઊંચાઈ, વજન અને વ્યક્તિત્વને મેળ ખાય તેવાં સ્તન નથી હોતાં. કોઈ સ્ત્રીની ઊંચાઈ વધારે હોય તો તેનાં સ્તન નાનાં હોય છે તો કોઈનું વજન ઓછું હોય છે, પરંતુ સ્તન ખૂબ જ મોટાં હોય છે. આવું હોય ત્યારે સ્ત્રીને પોતાના દેખાવને લઈને થોડી શરમ કે સંકોચ અનુભવાય છે. તેને પોતાનામાં કંઈક ખૂટતું હોય તેવું લાગે છે. સ્તનને સુંદર અને સુડોળ બનાવવા માટે કેટલીક સરળ રીતો છે. તેનાથી તમે સ્તનને ચુસ્ત બનાવવાની સાથે યોગ્ય આકાર પણ આપી શકશો. સ્તનને મોટાં અને સુડોળ બનાવવા માટે સર્જરીની જરૂર નથી, પરંતુ તમે ઘરે જ કેટલાંક ઉપાયો કરીને સ્તનોને મોટાં કે યોગ્ય આકારનાં બનાવી શકો છો. આ રીતો કે ઉપાયો ખૂબ જ કારગર નીવડે છે.

મસાજ કરો

નાનાં સ્તન ધરાવતી સ્ત્રીઓએ સુંદર અને સુડોળ સ્તન મેળવવા માટે દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ સ્તન પર મસાજ કરવો જોઈએ. આનાથી સ્તન મોટાં અને સુડોળ બને છે. આની અસર તમને એક જ મહિનામાં જોવા મળે છે. મસાજ કરવાથી સ્તનોમાં લોહીનું ભ્રમણ સારું થાય છે, જેનાથી પ્રોલેક્ટિન નામનો બ્રેસ્ટ હોર્મોન વધુ સ્ત્રવે છે અને સ્તનનો આકાર મોટો થાય છે.

મસાજની યોગ્ય રીતઃ મસાજ કરવા માટે તમે કોઈ પણ તેલ અથવા ક્રીમનો ઉપયોગ કરી શકો છો. તેલ કે ક્રીમને હાથ પર લગાવીને શરૂઆતમાં હથેળીઓને શક્ય તેટલી ઝડપથી સ્તન પર ફેરવો. તેનાથી સ્તનોને ઊર્જા અને ગરમી મળે છે. હવે તમારા બંને હાથથી સ્તન પર ગોળાકાર રીતે મસાજ કરો. ધીરે-ધીરે સ્તનોને અંદરની તરફ દબાવો. આ રીતે તમે ઓછામાં ઓછી પંદર મિનિટ સુધી માલિશ કરો, પરંતુ એટલું ધ્યાન રાખવું કે બંને સ્તન પર સરખા દબાણે જ મસાજ થાય, નહીંતર પરિણામમાં ફેર પડી શકે છે. વધુ મસાજ થયું હોય તે સ્તન મોટું થાય અને બીજાનો આકાર તેનાથી અલગ રહી જાય તેવું પણ બને. એક મહિનો સારી રીતે મસાજ કરવાથી તમારાં સ્તન સુડોળ અને આકર્ષક લાગવા લાગશે.


  • Follow us on: