સ્વસ્થ શરીર માટે

એક રૂપિયાના સિક્કાને રાત્રે સૂતી વખતે ઓશીકા નીચે મૂકીને સૂઈ જવું. પ્રાત:કાળે તેને નિર્જન કે અવાવરું જગ્યાએ ફેંકી આવવો. આ પ્રયોગથી શરીર સ્વસ્થ રહે છે.

લગ્નજીવનને સુખમય બનાવવા

કન્યાનાં લગ્ન થઈ ગયાં હોય અને તેની વિદાય થઈ રહી હોય ત્યારે એક કળશમાં ગંગાજળ, થોડી હળદર, એક પીળો સિક્કો તેમાં નાખીને કન્યાના માથા પરથી સાત વખત વારીને તેની આગળ ઢોળી દેવું.

સાસરીમાં સુખી થવા

સાત આખી હળદરની ગાંઠો, પિત્તળનો એક ટુકડો, થોડો ગોળ કન્યા પોતાના હાથમાં લઈને સાસરી પક્ષ તરફ ફેંકી દે તો સાસરી પક્ષમાં સુરક્ષાપૂર્વક અને સુખી રહે છે.

મુશ્કેલીઓ દૂર કરી કાર્યસિદ્ધિ માટે

શનિવારે પ્રાત:કાળે પોતાના કામ પર જતા પહેલાં એક લીંબુ લેવું. તેના બે ટુકડા કરવા. એક ટુકડો આગળની તરફ ફેંકવો અને બીજો ટુકડો પાછળની તરફ ફેંકવો. આ પ્રયોગ ચાર રસ્તે કરવાનો છે. આ પ્રયોગ કરનારનું મુખ દક્ષિણ દિશા તરફ હોવું જોઈએ. લીંબુને ફેંકીને પરત આવી જવું અથવા તો કામ પર સીધું ચાલ્યા જવું. આ પ્રયોગ કરવાથી મુશ્કેલીઓ દૂર થશે અને દરેક કાર્ય સિદ્ધિ થશે.

યાત્રાએ જતી વખતે

જ્યારે કોઈ કામ અંગે અથવા ધાર્મિક યાત્રા પર જતી વખતે એક શ્રીફળ લેવું. તેને હાથમાં લઈને અગિયાર વખત શ્રી હનુમતે નમ: બોલીને ધરતી પર વધેરવું. તેના જળને પોતાના શરીર પર છાંટવું અને કોપરું કાઢીને પ્રસાદીરૂપે વહેંચી દેવું તથા પોતે પણ ખાવું. આ પ્રયોગથી યાત્રા સફળ રહેશે અને કોઈ પણ હેતુવાળું કાર્ય પણ સફળ થશે.

કામની સફળતા માટે

જ્યારે કોઈ વિશેષ ઉદ્દેશવાળા કામે જવું હોય તો નીલા રંગના દોરા લઈને ઘરમાંથી નીકળવું. ઘરમાંથી જે ત્રીજો થાંભલો પડતો હોય તેના પર પોતાનું વિશેષ કામ બોલીને આ નીલા રંગના દોરા તે થાંભલા પર બાંધી દેવા. આ પ્રયોગથી કામમાં ચોક્કસ સફળતા મળશે.

ધન મેળવવા

એક હાંડલીમાં સવા કિલો લીલા રંગના મગની દાળ કે આખા મગ, તેમાં સવા કિલો આખા મીઠાના ગાંગડા ભરી દેવા. આ બંને હાંડલીઓ ઘરમાં રાખી લેવી. આ પ્રયોગ બુધવારે કરવો. તેના પ્રતાપે ઘરમાં ધન આવવાની શરૂઆત થઈ જશે.

ઋણમાંથી મુક્તિ માટે

જો વધારે દેવું થઈ ગયું હોય અને તેને લીધે સતત પરેશાની રહેતી હોય કે વ્યવસાયમાં અંતરાયો આવી રહ્યા હોય અથવા કોઈ પણ પ્રકારની આવકમાં વધારો થતો ન હોય તો હનુમાનજીની પૂજા કરવી તથા તેમને સિંદૂર ચઢાવીને અગિયાર વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

  • Follow us on: