F-22 રેપ્ટર : F-22 રેપ્ટરને દુનિયાના સૌથી શ્રેષ્ઠ ફાઈટર જેટમાંથી એક માનવામાં આવે છે. તેની કિંમત આશરે 143 મિલિયન ડોલર છે. ભારતીય રૂપિયા પ્રમાણે આશરે 12 અબજ. આટલી રકમમાં તો ભારતમાં એમ્સ જેવી એક મોટી હોસ્પિટલ ખોલી શકાય. આ ફાઈટર જેટનો ઉપયોગ અમેરિકાની સેના કરે છે. તેને અમેરિકાની કંપની લોકહીડ માર્ટિને વિકસિત કર્યું છે.
યુરોફાઈટર ટાઈફૂન :
4.5 જનરેશનનું આ ફાઈટર યુકે, જર્મની, ઈટલી અને સ્પેને સાથે મળીને તૈયાર કર્યું છે. ટાઈફૂનને ડોગ ફાઈટિંગ માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેનો થર્સ્ટ ટુ વેટ રેશિયો 1:1 છે. તેની એક્સપોર્ટ પ્રાઈઝ 117 મિલિયન ડોલર છે. જોકે, પ્રોજેક્ટમાં સામેલ દેશો માટે તેની કિંમત 50 મિલિયન ડોલર પર યુનિટ છે. આ ફાઈટરમાં ઘણી ગ્રાઉન્ડ બ્રેકિંગ ટેક્નોલોજીનો પહેલીવાર ઉપયોગ કરવામાં આવ્યો છે. ચેંગદુ J-20 :
આ ચીનનું પહેલું સ્ટીલ્થ ફાઈટર છે, જેની કિંમત 110 મિલિયન ડોલર છે. તેનો ઉપયોગ ચીનની એરફોર્સ કરે છે. તે હવાથી બમણી સ્પીડે ઊડી શકે છે. એકવારમાં તે 3000 મોટિકલ માઈલ સુધી ઉડાન ભરી શકે છે. તેથી ચીન તેનો ઉપયોગ સાઉથ ચાઈના સીમાં કરે છે. તેને F-22ની ટક્કરનું જેટ માનવામાં આવે છે. ચીને તેની ટેક્નોલોજી પોતાની પાસે જ રાખી છે.
F-35 લાઈટનિંગ II :
આને દુનિયાના ઇતિહાસની સૌથી મોંઘી વેપન સિસ્ટમ માનવામાં આવે છે. આમાં ઘણાં વેરિયન્ટ છે. F-35 લાઈટનિંગ IIની કિંમત આશરે 109 મિલિયન ડોલર છે. અમેરિકાની સેના વર્ષ 2006થી F-35 જેટનો ઉપયોગ કરતી આવી છે અને અત્યાર સુધીમાં 1,100થી પણ વધારે આવાં વિમાનો બનાવવામાં આવ્યાં છે.
સુખોઈ-35 : આ રશિયાનું સૌથી એડવાન્સ 4.5 જનરેશન ફાઈટર જેટ છે, જેની કિંમત 85 મિલિયન ડોલર પર યુનિટ છે. રશિયાની સાથે સાથે ચીન પાસે પણ આ ફાઈટર છે. આ જેટમાં F-22 અને F-35 જેવી સ્ટેલ્થ તો નથી, પરંતુ સ્પીડ અને એજિલિટીમાં પણ તેનો જોટો જડે તેમ નથી. તેની રેન્જ 1900 નોટિકલ માઈલ છે.
સાબ JS ગ્રેપિન
આને સ્વીડને વિકસિત કર્યું છે. સ્વીડનની સાથે બ્રાઝિલ, સાઉથ આફ્રિકા અને હંગેરીની સેના તેનો ઉપયોગ કરે છે. તેની કિંમત 85 મિલિયન ડોલર પર યુનિટ છે. આ જેટ પર એડવાન્સ્ડ ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ લાગેલી છે, જેથી તેને સ્માર્ટ ફાઈટર પણ કહેવામાં આવે છે. આમાં ફુલ ડેટા લિંક ઇન્ટિગ્રેશન છે, જે યુદ્ધના મેદાનમાં રિયલ-ટાઈમ જાણકારીથી અપડેટ રાખે છે.
સુપર હોર્નેટ
આ એર ટુ એર અને એર ટુ ગ્રાઉન્ડ કોમ્બેટમાં માહેર છે. તેની કિંમત 73 મિલિયન ડોલર પર યુનિટ છે. આને અમેરિકાની બોઈંગ કંપનીએ બનાવ્યું છે. અમેરિકા સિવાય ઓસ્ટ્રેલિયા અને કુવૈતની સેના તેનો ઉપયોગ કરે છે. અત્યાર સુધીમાં 630થી પણ વધારે સુપર હોર્નેટ બનાવવામાં આવ્યાં છે. તેની રેન્જ 1800 નોટિકલ માઈલ છે અને તે અવાજની ગતિથી ઊડે છે.
F-15 EX ઈગલ II
આ F-15નું સૌથી એડવાન્સ વર્ઝન છે, જેના દરેક યુનિટની કિંમત આશરે 95 મિલિયન ડોલર છે. આ જેટ અવાજથી 2.5 ઘણી ઝડપથી ઊડવા માટે સક્ષમ છે અને 16 મિસાઈલો સાથે 13.6 ટન હથિયારો લઈ જવા માટે સક્ષમ છે. અમેરિકાએ તો અત્યાર સુધીમાં આવાં માત્ર 8 ફાઈટર્સનું જ નિર્માણ કર્યું છે. એક વાર ઇંધણ ભરવાથી તે 2,100 નોટિકલ માઈલ સુધી ઉડાન ભરી શકે છે.
શેનયાંગ J-35
ચીનના આ જેટની કિંમત 70 મિલિયન ડોલર પ્રતિ યુનિટ છે. તેને અમેરિકાના F-35 લાઈટનિંગ II સામે ચીનનો જવાબ માનવામાં આવે છે. આ ઘણી ભૂમિકાઓ ભજવવા સક્ષમ છે. ચીન દુનિયાભરમાં તેનું માર્કેટિંગ કરી રહ્યું છે. તેની રેન્જ 1800 નોટિકલ માઈલ છે.
રાફેલ :
રાફેલને દુનિયાનું બીજા નંબરનું સૌથી મોંઘું ફાઈટર જેટ માનવામાં આવે છે. ફ્રાંસ સિવાય તેનો ઉપયોગ ભારત અને મિસ્રની સેના પણ કરે છે. એક રાફેલની કિંમત 135 મિલિયન ડોલર છે. ભારતે ફ્રાંસ પાસેથી 36 રાફેલ ખરીદ્યાં છે. મિસ્રએ 54 અને કતારે 36 ફાઈટર જેટ ખરીદ્યાં છે. યુએઈએ 80 રાફેલ ખરીદવા માટે 19 અબજ ડોલરની ભારે ભરખમ ડીલ કરી હતી.
