તાજેતરમાં જ વર્લ્ડ ઓટિઝમ ડે ગયો, પણ આખો એપ્રિલ મહિનો વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે તરીકે ઉજવાય છે તો એ સંદર્ભે ઓટિઝમ બાબતે થોડી વાતો કરી લઇએ.


બાળકમાં જોવા મળતાં ઓટિઝમનાં લક્ષણો

18થી 24 મહિનાની ઉંમર થવા છતાં બાળક માતા, પિતા તેમજ કુટુંબના અન્ય સભ્યો સામે નજરથી નજર ન મિલાવે, બોલવાનું ન આવડે કે થોડા શબ્દોથી આગળ ન બોલે કે બાળક બેથી વધારે શબ્દ બોલતો હોય તે અચાનક બોલવાનું બંધ કરે.

રમકડાંની કારનું ફરતું વ્હીલ, ગોળ ફરતી વસ્તુ જેવી કે, પંખો, વગેરેને લાંબા સમય સુધી જોયા કરે તેમજ સતત લાઈટને જુએ

એક જગ્યાએ ગોળ ગોળ ફરે, કૂદકા મારે, ચીસો પાડે, પોતાના હાથની આંગળીઓ હલાવીને તેને જોતો રહે. કોઈ પણ જાતના ભય વગર રસ્તા, અગાશીમાં દોડતો રહે.

કોઈ એક વસ્તુ રમકડાં સાથે લાંબો સમય રમ્યા કરે કારણ વગર હસવું, વધારે પડતુ રડવું.

કૂકરની વ્હિસલનો અવાજ, ગાડીનો હોર્ન, ફટાકડાનો ધમાકો, મિક્સર-ગ્રાઈન્ડર, વેક્યૂમ ક્લીનરનો અવાજ સાંભળી પોતાના કાન ઉપર હાથ રાખે,ડરીને સંતાવાનો પ્રયત્ન કરે

ઓટિઝમનાં કારણો

દુનિયાભરના વૈજ્ઞાનિકો, ડૉક્ટરો ને જિનેટિશિયનો આ બીમારી થવાનાં કારણો વિશે પ્રયત્નો કરે છે પણ કોઈ ચોક્કસ કારણ સુધી આવી શક્યા નથી, પરંતુ મેડિકલ હિસ્ટરી નવા તેમજ જૂના કેસનો અભ્યાસ તેમાં રહેલી સમાનતા/વિસંગતતા પરથી નીચેનાં તારણો પર આવ્યા છે.

મુખ્ય બે કારણોને માર્ચ 2024ની USAમાં યોજાયેલી MAPS કોન્ફરન્સમાં બતાવ્યાં છે તેમાં...

(1) પર્યાવરણમાં રહેલું પ્રદૂષણ તેમજ (2) જિનેટિક/આનુવંશિક કારણો સાથે

(A) માતાના શરીરમાં રહેલું CHRONIC INFECTION જે બાળકના માનસિક વિકાસને ગર્ભાવસ્થા દરમિયાન અસર કરે છે. જેમ કે, TORCH INFECTION, ટ્યુબર ક્યુલોસીસ (TUBERCULOSIS-TB)

(B) અંતસ્ત્રાવી ગ્રંથિના સ્ત્રાવમાં ફેરફારને કારણે જેમ કે, થાઈરોઈડ ગ્રંથિની બીમારી, હોર્મોનલ થેરાપી

(C) વાતાવરણમાં રહેલું પ્રદૂષણ, પાણીમાં જોવા મળતું ઈન્સેક્ટિસાઈડ, પેસ્ટિસાઈડનું વધુ પડતું પ્રમાણ

(D) સેરોટોનીન અને ન્યુરોટ્રાન્સમીટરને લગતી બીમારી. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (CDC)ના આંકડા પ્રમાણે 2024ની સાલમાં દર 36 બાળકે 1 બાળકમાં ઓટિઝમ જોવા મળે છે જે દર 2010માં 68 બાળકે 1 બાળકને વર્ષ 2000ની સાલમાં 150 બાળકે 1 બાળકમાં, ઉપરોક્ત આંકડા વધતી જતી બીમારી ભયજનક ઝડપે વધી રહી છે, કેમ કે આ સંખ્યા કેન્સર, ડાયાબિટીસ અને HIV પીડિત બાળકોના સરવાળા કરતાં વધારે છે.

ઓટિઝમનું નિદાન

આ બીમારી CT SCAN/MRI SCAN/PET SCAN કે અન્ય કોઈ બ્લડ કે યુરિનના રિપોર્ટથી જાણી શકાતી નથી.

નીચેના બે તબક્કામાં નિદાન થઈ શકે છે.

(1) પહેલા તબક્કામાં બાળકનો શારીરિક અને માનસિક વિકાસ તેની ઉંમર પ્રમાણે થઈ રહ્યો છે કે નહીં તે જાણવા માટે બાળકની શીખવાની ક્ષમતા, તેની બોલવાની રીત, શબ્દો-વાક્યો સાથે તેના ચહેરાના હાવભાવનો અભ્યાસ કરી તેને M-CHAT, ASQ, CARS, STAT (SCREENING TOOLS FOR AUTISM, TODDLERS & YOUNG CHILDREN) સાથે સરખાવવો. ઉપરોક્ત ટેસ્ટ 18 મહિનાથી લઈ 36 મહિના સુધીના બાળકમાં બાળકનાં માતાપિતા, તેના ડૉક્ટર્સ કે બાળકની સંભાળ રાખનાર ને વૈજ્ઞાનિક રીતે તૈયાર કરેલી પ્રશ્નોત્તરીના જવાબના આધારે નિદાન કરવામાં આવે છે.

બીજા તબક્કામાં નિદાન આ રોગના નિષ્ણાત ડૉક્ટરો જેવા કે ડેવલપમેન્ટલ પીડિયાટ્રિશિયન, બાળકના જ્ઞાનતંતુના નિષ્ણાત કે માનસિક થેરાપિસ્ટ દ્વારા થાય છે.

સોફા, પથારી કે ટ્રેમ્પોલિન પર સતત કૂદકા મારવા ને હાથની આંગળી હલાવવી સાથે ચીસો પાડવી

ઓટિઝમ પીડિત બાળકોમાં પઝલ સૉલ્વ કરવી. બધી જ વસ્તુની જગ્યા યાદ રાખવી. ફોટોગ્રાફિક મેમરી જોવા મળે છે.

ઉપરોક્ત લક્ષણોમાંથી કોઈ પણ ત્રણથી વધારે લક્ષણો તમારા બાળકમાં જોવા મળે તો બાળકના ડૉક્ટર કે ઓટિઝમના ડૉક્ટરને બતાવી તેની સારવાર કરાવવી.

બાળકનું ઓટિઝમનું નિદાન જેમ નાની ઉંમરે થશે તેમ તેના સામાન્ય બાળક થવાના સંજોગો વધી જશે.

દુનિયાભરના વૈજ્ઞાનિકો, હોસ્પિટલ, યુનિવર્સિટી, જિનેટિશિયન, ડૉક્ટરો ઓટિઝમનું નિદાન ઝડપથી થાય તેના માટે વિવિધ પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે ને તે વિશેની નવીન જાણકારી આ બીમારી સાથે સંલગ્ન લોકોને આપી રહ્યા છે.

લોકો આ બીમારી વિશે સજાગ બને ને લોકોને આ બીમારી વિશે જાણકારી મળે તે માટે WHOએ 2 APRILને વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે તેમજ APRIL મહિનાને ઓટિઝમ અવરનેસ મન્થ તરીકે જાહેર કરી લોકોને ઓટિઝમ અંગે માહિતી આપી જાગૃતિ ફેલાવે છે.

સારવાર

ઓટિઝમ પીડિત બાળકોને દુનિયાભરના ડૉક્ટરો હોમિયોપથી, બાયોમેડિકલ ને અન્ય ડિટોક્સ પદ્ધતિઓ અપનાવી રહ્યા છે, દુનિયાભરના ડૉક્ટર્સ તેમના ઓટિઝમ પીડિત બાળકને હોમિયોપેથિક સારવાર આપવાનું પસંદ કરે છે.

આ બીમારીમાં ખોરાક નિયંત્રણ તેમજ શારીરિક કસરત વડે સુધારો આવે છે, સાથે હોમિયોપેથિક સારવાર કરવાથી સુધારા ઝડપથી આવે છે.

જો બાળકમાં દુનિયાભરની કોઈ પણ સારવારથી 120થી 150 દિવસ સુધારો ન દેખાય તો સમય વેડફ્યા વગર બાળકનો જિનેટિક ટેસ્ટ તેમજ મેટાબોલિક ડિસઓડર્સનો ટેસ્ટ કરાવી લઈ નિષ્ણાત ડૉક્ટર્સની મદદ લઈ સારવાર શરૂ કરવી.

સારવાર કઈ રીતે શરૂ કરવી

ઓટિઝમનાં લક્ષણો તમારા બાળકમાં જોવા મળે તો બાળરોગ નિષ્ણાત તેમજ આ સારવારના અનુભવી ડૉક્ટર્સ પાસે બાળકનું નિદાન કરાવી સારવાર ચાલુ કરવી.

હોમિયોપેથિક દવાના પહેલા 120 દિવસની સારવાર દરમિયાન તમારા બાળકમાં સુધારો જોવા મળશે અને ત્યારબાદ દર 45 દિવસથી 60 દિવસ સુધીમાં તેમાં વધારો થાય ને લગભગ 24થી 30 મહિનાની સારવારથી બાળક સામાન્ય થાય છે. જો તેમાં સાથે કોઈ બીજી બીમારી સંકળાયેલી ન હોય.

નિદાન થવાની સાથે કે ઓટિઝમનાં લક્ષણો દેખાય તો બાળકને GFCF DIET WITH SUGAR FREE ખોરાક શરૂ કરો.

પ્રાણીજન્ય દૂધની બનાવટ જેવી કે, દૂધ, ઈંડું, છાસ, ચીઝ, બટર કે મિલ્ક પાઉડર બંધ કરવો ને તેના બદલે બાળકને બદામનું દૂધ કે કોકોનટનું દૂધ આપવું.

ઘઉં ને જવની બનાવટો જેમ કે, રોટલી, ભાખરી બિસ્કિટ, બ્રેડ, પાંઉં, પેસ્ટ્રી વગેરે સદંતર બંધ કરવું ને તેના બદલે જુવાર, બાજરી, ચોખાની રોટલી તેમજ ચોખાની સાથે બધાં શાકભાજી ને કઠોળ આપવાં, ખાંડ, ગોળ ને મધનું ગળપણ 75% સુધી ઘટાડવાથી ઓટિઝમના બાળકમાં સુધારો આવે છે.

બાળકને નિયમિત દોડાવવાથી, ઝડપથી ચલાવવાથી તેમજ સાયકલિંગ સ્કેટિંગ, સ્વિમિંગ જેવી કસરતો કરાવવાથી આ બીમારીમાં ઝડપથી સુધારો જોવા મળે છે.

  • Follow us on: