મેડિકલ જગતમાંથી જો રેડિયોલોજીને દૂર કરી દેવામાં આવે તો ઘણી બીમારીઓનો ઉકેલ મેળવવામાં તકલીફ પડે.


રેડિયોલોજી, એક્સ-રે, અલ્ટ્રાસાઉન્ડ, એમઆરઆઇ, કમ્પ્યૂટર ટોમોગ્રાફી, પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી વગેરે જેવી અનેક ટેક્નિકોની મદદથી રોગોની ઓળખ અને સારવાર કરવામાં સરળતા રહે છે. રેડિયોલોજી અને બીમારી ખાસ કરીને કેન્સરના નિદાન માટે જરૂરી છે. ટૂંકમાં, કોઇ પણ રોગના નિદાન વગર સારવાર કરવી મુશ્કેલ છે. એમાં રેડિયોલોજી મહત્ત્વનો ભાગ ભજવે છે.

1895માં વિલ્હેમ કોનરાડ રોન્ટજેન દ્વારા એક્સ-રેની શોધ થઇ હતી. એક્સ-રે કિરણોની શોધ પછી વિલ્હેમ કોનરાડ રોન્ટજેન દ્વારા રેડિયોલોજીની શોધ કરવામાં આવી, તેથી તેમને રેડિયોલોજીના જનક કહેવામાં આવે છે. રેડિયોલોજી બે પ્રકારની છે. ડાયગ્રોસ્ટિક રેડિયોલોજી અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી. બંને રોગોના નિદાન અને ઉપચાર માટે વિકિરણ ઊર્જાનો ઉપયોગ કરવામાં આવે છે.

રેડિયોલોજીનો ઉપયોગ અનેક પ્રકારની સ્થિતિઓ માટે કરવામાં આવે છે. જેમાં રેડિયોગ્રાફ જે હાડકાં, છાતી કે પેટને જોવા માટે થાય છે. આમ, દર્દીને જ્યાં તકલીફ હોય અને ડોક્ટરને જરૂર લાગે તો એ રેડિયોલોજિસ્ટ પાસે મોકલતા હોય છે. રેડિયોલોજિસ્ટ દર્દીનો રિપોર્ટ કાઢીને એ અંગેની માહિતી અથવા તો રિપોર્ટ ડોક્ટરને આપતા હોય છે. રેડિયોલોજિસ્ટ બનવા માટે ધોરણ બારમાં સાયન્સ લીધેલું હોવું જોઇએ. ધોરણ બાર પછી બીએસસી રેડિયોલોજી અને ઇમેજિંગ ટેક્નોલોજી એક બેચલર્સ કોર્સ છે, જેમાં રેડિયોગ્રાફી અને ઇમેજિંગ પ્રોસેસનાં વિવિધ પાસાંઓનો અભ્યાસ કરવામાં આવે છે. આ કોર્સ ત્રણ વર્ષનો હોય છે.


  • Follow us on: