- આ સમયમાં કુદરત પણ વર્ષાના રૂપે પહાડી વિસ્તારોમાં વધુ કેર વરસાવે અને ભૂસ્ખલન તથા વાદળ ફાટવાની ઘટનાઓ વિશેષ બનતી જોવા મળે. પૂર જેવી સ્થિતિ પણ જોવા મળે
ગ્રહોના રાજા સૂર્ય મહારાજ 17 જુલાઈના રોજ એક માસ માટે કર્ક રાશિમાં પ્રવેશ કરશે જેને કર્ક સંક્રાંતિ કહેવામાં આવે છે. કર્ક સંક્રાંતિ જળતત્ત્વ દર્શાવે છે વળી સૂર્ય ચંદ્રના ઘરમાં જાય છે જ્યાં સૂર્ય-બુધનો બુધાદિત્ય યોગ થશે. મંગળના સિંહમાં આવવા સાથે તે વક્રી શનિની સાતમી દૃષ્ટિમાં અને રાહુથી પાંચમે આવે છે. સૂર્યના ઘરમાં મંગળ રાજકીય ઘટનાક્રમને અચાનક અલગ દિશામાં લઇ જનાર બને છે અને સત્તાનું અચાનક હસ્તાંતરણ થતું જોવા મળશે. આ સમયમાં કુદરત પણ વર્ષાના રૂપે પહાડી વિસ્તારોમાં વધુ કેર વરસાવે અને ભૂસ્ખલન તથા વાદળ ફાટવાની ઘટનાઓ વિશેષ બનતી જોવા મળે. પૂર જેવી સ્થિતિ પણ જોવા મળે જેથી ડેમ વગેરે પર વિશેષ કાળજી રાખવી પડે. મોટા રાજકીય પક્ષોમાં પણ મોટા વિખવાદ જોવા મળે અને સંગઠનથી લઈને સત્તામાં અનેક ઉલટફેર જોવા મળે. વળી, વિશ્વસ્તરે પણ રાજનીતિના નવા આયામ જોવા મળે અને અનેક દેશની રાજનીતિમાં વિદેશનીતિ બદલાતી જોવા મળે. આ સમયમાં સેના બાબતે પણ મહત્ત્વના નિર્ણયો જોવા મળે અને અનેક દેશમાં સેના હાવી થતી જોવા મળે. કેટલાક દેશને આંતરવિગ્રહ સામે ઝઝૂમવું પડે. ગોચર ગ્રહોની રાશિ મુજબ અસર જોઈએ તો :
મેષ (અ.લ.ઈ) : નાનીનાની ખુશી પ્રાપ્ત કરી શકો. પરિવાર સાથે આનંદ માણી શકો. મુસાફરી થાય. પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો. જમીન, મકાન, વાહનસુખ સારું રહે. માતાની સેવા કરવાથી એમને સરપ્રાઈઝ ગિફ્ટ આપવાથી વધુ પ્રગતિ કરી શકશો.










