- પલંગના માથા નજીક નૃત્ય કરતાં ગણેશની મૂર્તિ રાખવી
કેટલીક રાશિઓમાં રાહુ અને કેતુના પ્રવેશથી સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જાતક વિવિધ પ્રકારના ઉપાયો કે નુસખા અજમાવે છે, પરંતુ કેટલાક ઉપાયો એવા હોય છે કે જે ખર્ચાળ હોતા નથી, પરંતુ સરળ હોય છે. રાહુ-કેતુની અસર મુક્તિના કેટલાક સરળ ઉપાયો
અસરકારક ઉપાયો
- શનિ રાહુનો મિત્રગ્રહ છે. શનિની ઉપાસના હકારાત્મક પરિણામો લાવી શકે છે.
- ચંદ્ર, મંગળ અને સૂર્ય કેતુના મિત્રગ્રહ છે. તેથી ચંદ્ર, મંગળ અને સૂર્યની ઉપાસનાથી કેતુની સકારાત્મક અસર વર્તાય છે.
- દશાભક્તિથી રાહુ-કેતુની અસર ઘટાડી શકાય છે.
- માતા દુર્ગાની ઉપાસના કરવી.
- ગરીબોને 0દવાઓનું દાન કરવું.
- પલંગના માથા નજીક નૃત્ય કરતાં ગણેશની મૂર્તિ રાખવી.
- રસોડામાં ઓછામાં ઓછો એક ખાદ્યપદાર્થ ખાવો.
- સરસ્વતી માતાની રોજ પ્રાર્થના કરવી.
- ગલીના કે રસ્તાઓ પરના કૂતરાઓને રોજ રોટલી કે અન્ય વસ્તુ ખવડાવવી.
- ગરીબ બાળકોને જમાડવાં, ગુરુ ગ્રહની પ્રાર્થના કરવી.
- પાણી પીવા માટે ચાંદીનું વાસણ વાપરવું.
- ઈલેક્ટ્રિક સાધન ક્યારેય ભેટ તરીકે સ્વીકારવું નહીં.
- મહિનામાં એક દિવસ શિવમંદિરે બે લિટર દૂધનું દાન કરવું.
- કપાળ પર હળદરનો ચાંલ્લો કરવો.
- માતાની સેવા કરવી, ગણપતિ અને લક્ષ્મીનારાયણની પૂજા કરવી.
- રોજ સૂર્ય નમસ્કાર કરવા.
- મંગળવારે કોઈ પણ મંદિરમાં ચારસો ગ્રામ ખાંડનું દાન કરવું.
- મહિનામાં એક વખત દસ અંધજનોને મિષ્ટાન્ન ખવડાવવું.
- સોળ દિવસ સુધી દરરોજ વહેતા પાણીમાં પીળા ચણા વહાવવા.
- માતા કે તેની ઉંમરની સ્ત્રી સામે દલીલો કરવી નહીં.
- વિષ્ણુ સહસ્ત્રનામ રોજ કરવા, ગુરુ બૃહસ્પતિની રોજ ઉપાસના કરવી.
- શ્વસુર પક્ષ સાથે સારા સંબંધો જાળવી રાખવા.
- દર રવિવારે એક મુઠ્ઠી જવ વહેતી નદીમાં પધરાવવા.
- ગળામાં સોનાની ચેન પહેરવી.
- સંકટ ચતુર્થીના દિવસે ઉપવાસ કરવો.
- 43 દિવસ સુધી દરરોજ કોઈ પણ મંદિરમાં એક (કોચલાવાળી) બદામનું દાન આપવું.
- બીજાના વિવાદમાં વચ્ચે પડવું નહીં.
- ગળામાં ચાંદીની ચેન પહેરવી.
- ઘરમાં કોઈ પણ સંજોગોમાં ધુમાડો ન થવા દેવો.
- બુધ ગ્રહની ઉપાસના કરવી.
- દર ગુરુવારે નારિયેળ (છોલ્યા વગરનું આખું) નદીમાં પધરાવવું.
- શિવ ઉપાસના, શિવ અભિષેક કરવો.
- દર શનિવારે સો ગાયને લીલું ઘાસ ખવડાવવું.
- ઘરના એક વાસણમાં નદીનું પાણી ભરી રાખવું.
- કાળા અને સફેદ રંગની ચાદરનું દાન ગણેશ મંદિરમાં કરવું. ગણેશ મંત્રના જાપ કરવા કે કરાવવા.