• પંચાંગ અંતર્ગત હસ્ત નક્ષત્રના દિવસે વિધિવત્ પૂજન કરાવ્યા બાદ દ્વિમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી આ રોગ દૂર થાય છે

ન્યુમોનિયા એ કોઇ સામાન્ય રોગ નથી. સમયસર આ રોગનું નિવારણ ન થાય તો આ રોગ જીવલેણ પણ બની શકે છે. આ રોગ મોટેભાગે બાળકો તેમજ વૃદ્ધજનોને આ રોગ વધુ થાય તેવું જોવા મળે છે. જે વ્યક્તિમાં રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય તેવી વ્યક્તિઓને આ રોગ થવાથી વધુ કષ્ટદાયક પીડા થાય છે. ન્યુમોનિયા થવાનાં લક્ષણોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિએ શરદી, ઉધરસ, કફ, શ્વાસ લેવામાં તકલીફ, એલર્જી, બેક્ટેરિયાના પ્રહારથી, રસાયણના કારણે તેમજ હાલમાં જે બીમારી વધુ હતી તે સંક્રમિત થવાથી, શ્વાસનળીમાં તકલીફ હોવાથી આ રોગ થવાની શક્યતા રહે છે.

જ્યોતિષની દૃષ્ટિએ આ રોગ થવાના મુખ્ય કારક ગ્રહ બે છે. જે વ્યક્તિની જન્મકુંડળીમાં ચંદ્ર અને બુધ – ગોચરના હોય, શત્રુ ગ્રહોથી ગ્રસિત હોય, ગ્રહણદોષ, તેમજ શત્રુ ગ્રહો સાથે યુતિ તેમજ પ્રતિયુતિમાં હોય, શત્રુ ગ્રહોની દૃષ્ટિથી ગ્રસિત હોય ત્યારે તેવી વ્યક્તિને ન્યુમોનિયા થવાની સંભાવના વધુ જોવા મળે છે.

ન્યુમોનિયાને નિયંત્રિત કરવા માટેના ઉપાય

  • દરેક માસની સુદ પક્ષની ચતુર્થી તિથિએ ભગવાન ગણેશને દુર્વા, જાસૂદ તેમજ લાડવાનો ભોગ ધરાવવાથી આ રોગમાં રાહત મળે છે.
  • બુધવારે (11 બુધવાર) ગૌશાળાની ગાયને ઘાસ ખવડાવવાથી આ રોગમાં રાહત મળે છે.
  • હિંદુ પંચાંગ પ્રમાણે આદ્રા નક્ષત્રના દિવસે શિવમંદિરમાં રુદ્રાભિષેક કરાવવાથી આ રોગમાં રાહત મળે છે.
  • બુધવારે 1 કિલો મગનું દાન કરવાથી લાભ થાય છે.
  • 21 સોમવાર રુદ્રાક્ષની માળા પર ॥ ઓમ નમઃ શિવાય ॥ આ મંત્રની 5 માળા કરવી.
  • મંગળવારના દિવસે સવારે તથા સાંજે ગણપતિ અથર્વશીર્ષનો પાઠ 21 મંગળવાર કરવાથી આ રોગમાં રાહત મળે છે.
  • જ્યોતિષાચાર્યના માર્ગદર્શન હેઠળ ચંદ્રનું રત્ન મોતી, સિદ્ધ કરીને શુભ મુહૂર્તમાં ધારણ કરવાથી પણ આ રોગમાં રાહત મળે છે.
  • હિંદુ પંચાંગ અંતર્ગત હસ્ત નક્ષત્રના દિવસે વિધિવત્ પૂજન કરાવ્યા બાદ દ્વિમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી પણ આ રોગ દૂર થાય છે.
  • નવરાત્રિના સમય દરમ્યાન 9 કન્યાનું પૂજન, ભોજન તથા યથાયોગ્ય ભેટ પૂજા અર્પણ કરવું.
  • કોઇ પણ માસના સુદ પક્ષની આઠમે કુળદેવીને 1 શ્રીફળ પ્રેમસહિત અર્પણ કરવાથી આ રોગમાં રાહત મળે છે.
  • મંગળવારે શ્રી હનુમાનજીના મંદિરે જઈ લાલ વસ્ત્ર, જનોઇ અને 5 ફળ અર્પણ કરવાથી પણ આ રોગમાં રાહત મળે છે.
  • કોઇ પણ માસના સુદ પક્ષની સાતમે શ્રી બળિયાદેવના મંદિરે જઇ એક આખું શ્રીફળ રમતું અર્પણ કરવાથી ખૂબ જ લાભ થાય છે.
  • દર બુધવારે ચબુતરે પક્ષીઓને દાણા અને પાણીની વ્યવસ્થા કરી આપવી.
  • બુધવારે સંધ્યાકાળે સરસ્વતી ચાલીસાનો પાઠ કરવો જોઈએ.
  • દર મંગળવારે ॥ ઓમ હં હનુમંતાય નમઃ ॥ આ મંત્રની 5 માળા કરવાથી પણ આ રોગમાં રાહત જોવા મળે છે.
  • દર અગિયારસે શ્રી લક્ષ્મીજી સહિત વિષ્ણુ ભગવાનને સહસ્ત્ર નામ સાથે તુલસીદલ અર્પણ કરવું. જરૂર લાભ થશે.
  • અમાસ તિથિએ સંધ્યાકાળે ભૈરવ ચાલીસાનો પાઠ કરવો.
  • કોઇ પણ સોમવારે બિલ્વપત્રના વૃક્ષની નીચે શિવલિંગની સ્થાપના કરી વિધિવત્ પૂજન કરવાથી પણ આ રોગમાં રાહત જોવા મળે છે.
  • એક લીલા વસ્ત્રમાં 3 કિલો મગ મૂકી તે વસ્ત્રને શિવલિંગનો સ્પર્શ કરાવી યોગ્ય વ્યક્તિને દક્ષિણા સહિત દાન આપવાથી પણ આ રોગમાં રાહત જોવા મળે છે.
  • Follow us on: