પ્રવાલ મૂંગા, વિદ્રુમ, રક્તાંગ, મિરજાન અને અંગ્રેજીમાં કોરલ તરીકે ઓળખાય છે. 15 એપ્રિલથી 14 મે અને 15 નવેમ્બરથી 14 ડિસેમ્બરમાં જન્મ લેનાર વ્યક્તિ પ્રવાલ રત્ન ધારણ કરે તો હિતકારક બને છે
જેનું નામ જ મંગળ છે એ ક્યારેય અમંગળ ન કરે એવા `મંગળ ગ્રહ'નું શુભ રત્ન છે પ્રવાલ (પરવાળું). પ્રવાલ ધારણ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. એનો રંગ લાલ-આછો બદામી અને રતાશવાળો હોય છે. ક્યારેક પથ્થર પોચો અને ક્યારેક ખૂબ કડક પણ મળી આવે છે.
હકીકતમાં સમુદ્રના પેટાળમાં એક પ્રકારનાં જંતુઓનાં શરીરમાંથી ખાસ પ્રકારનો રસ પેદા થાય છે અને સમુદ્રમાં ચાલતી રાસાયણિક ક્રિયાઓથી આ રસ ફરી જાય છે. આમ, જળકૃત ખડકોમાંનો એક પ્રકાર-`પ્રવાલ' (પરવાળું) બને છે. જે પ્રવાલ સખત, તેજવાળો, લિસ્સો ચળકાટવાળો અને ચણોઠી જેવા લાલ રંગનો હોય તે શ્રેષ્ઠ પ્રવાલ સમજાય છે.
પ્રવાલ પરવાળું, મૂંગા, વિદ્રુમ, રક્તાંગ, મિરજાન અને અંગ્રેજીમાં કોરલ તરીકે ઓળખાય છે. 15 એપ્રિલથી 14 મે અને 15 નવેમ્બરથી 14 ડિસેમ્બરમાં જન્મ લેનાર વ્યક્તિ પ્રવાલ રત્ન ધારણ કરે તો હિતકારક બને છે.
પ્રવાલ મંગળ ગ્રહનો અધિકૃત રત્નપ્રભાવ આપે છે. ગુસ્સો, લડાઈ, આક્રમકતા, કાનૂની બાબતે, ખનીજ પદાર્થો, ઊર્જાશક્તિ ઉપકરણો અને ઈન્ડસ્ટ્રીયલ યુનિટ્સ, કન્સ્ટ્રક્શન, પેકેજિંગ, ઈલેક્ટ્રોલેટિંગ વ્યવસાયને ખૂબ લાભ આપનાર પ્રવાલનું રત્ન ધારણ કરનારને અનેક આર્થિક લાભ મળે છે.
શરીર, રક્ત અને સ્ત્રીઓમાં માસિકધર્મ સાથે પણ આ રત્નનો પ્રભાવ સંકળાયેલો છે. અનિયમિતતા દૂર કરે છે અને બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે. હિમોગ્લોબીન માટે પણ પ્રવાલનો પ્રભાવ ખૂબ જરૂરી લાભ આપે છે.
લગ્નજીવન માટે આ રત્ન પહેરવાથી શુભ ફળ મળી શકે છે. પ્રવાલમાં જીવ હોય છે. એ સળવળે છે અને જીવંત રત્ન પ્રભાવ આપે છે. કાનૂની બાબતોમાં સ્વગૃહી મંગળ ઉચ્ચનો, મંગળ-ગુરુની પ્રભાવિત દૃષ્ટિ મેળવતો મંગળ અને અધિકૃત રત્ન `પ્રવાલ' ખૂબ લાભદાયી સાબિત થાય છે.
પ્રવાલને જમણા હાથે `અનામિકા' આંગળી પર પહેરવાથી અને ત્રિલોહ ધાતુમાં પહેરવાથી સિદ્ધ કરેલો પ્રવાલ (પરવાળું) શીઘ્ર ફાયદો આપે છે.
મંગળદોષ-કુંડળીમાં પ્રથમ સ્થાન, ચતુર્થસ્થાન, સપ્તમસ્થાન, અષ્ટમ સ્થાન અને દ્વાદશ સ્થાનમાં થતો હોય તો પ્રવાલ ધારણ કરનારને લગ્નજીવનનું સુખ અવશ્ય પ્રાપ્ત થાય છે. પ્રવાલ ઊર્જાશક્તિ, હિંમત, આત્મવિશ્વાસ, ઇચ્છાશક્તિનું નિયમન, શક્તિસ્ત્રોત દાતા, નિર્ણયશક્તિ સંવર્ધક, નેતૃત્વશક્તિ, કારકિર્દી અને આર્થિક બાબતોમાં ખૂબ ઉપયોગી નીવડે છે. શત્રુઓથી બચાવ કરે. અનિષ્ટ મ્લેચ્છ તત્ત્વોથી સંરક્ષણ આપે. વાઢકાપ શસ્ત્રક્રિયા અને સ્વસ્થતા તથા શારીરિક રીતે મજબૂતી પણ આપે છે.
પ્રવાલ શુભ નસીબનું પ્રતીક, શારીરિક પ્રશ્નોનો રક્ષક, અંતરાયોનો જવાબ, સ્થિરતાનો શુભચિંતક, સંબંધોની ઢાલ, ધનલાભની પૂર્ણતા માટે ખૂબ લાભદાયક સાબિત થાય છે.
પ્રવાલ લગ્નજીવન માટે જરૂરી બને છે. સ્ત્રીઓને સ્ત્રીદર્દોમાં રાહત આપે છે અને રાજકારણી વ્યક્તિઓને દીર્ઘ નેતૃત્વ પ્રદાન કરે છે. સ્વભાવની ઉગ્રતા અને આક્રમકતા તથા લડવાની શક્તિ માટે તથા ખનીજ તત્ત્વો અને ઔદ્યોગિક વ્યાપારમાં વૃદ્ધિ કરવા પહેરવો જરૂરી હોય છે.
પ્રવાલ વિશે
- અલ્પભાર : વ્યક્તિના વજનનો 1/10મો ભાગ જેટલા કેરેટ પહેરવા.
- ધાતુ : સોનું/ત્રિલોહ ધાતુ) પંચધાતુ-અષ્ટધાતુ
- આંગળી : અનામિકા (જમણા હાથે)
- વાર : સોમવાર
- નક્ષત્ર : પુષ્ય, પુનર્વસુ, આશ્લેષા
- લાભાલાભ : સ્વભાવનું નિયંત્રણ- લગ્નજીવનની મધુરતા અને મન ઉપર અંકુશ સૌમ્યતા
- મંત્ર જાપ : ૐ અં અંગારકાય નમ:
- ૐ મમ મંગલાય નમ:
- ૐ ક્રાં ક્રીં ક્રૌં સઃ ભોમાય નમ
- મંત્રજાપ સંખ્યા- 1000 (દસ હજાર) કળિયુગમાં 40000 + 10% (દશાંશ) 88000 કુલ
- કઈ રાશિ પહેરી શકે? : મેષ, કર્ક, સિંહ, વૃશ્ચિક, ધન, મીન










