ક્રિકેટર સચીન તેંડુલકરની લાડલી દીકરી સારા તેંડુલકર પોપ્યુલારિટીના વિષયમાં તે પણ પોતાના પિતાની હરોળની જ છે. તે પોતાની ખૂબસૂરતીને કારણે સૌ કોઈનું ધ્યાન ખેંચવામાં સફળ રહે છે. તેથી જ તો ઇન્સ્ટાગ્રામ પર તેના એક મિલિયનથી પણ વધારે ફોલોઅર્સ છે. તાજેતરમાં જ એક એવી ખબર આવી છે કે, સારા હવે બોલિવૂડમાં ઝંપલાવવાની છે અને તેને બોલિવૂડ બેહદ પસંદ છે. તે નજીકના ભવિષ્યમાં જ ડેબ્યૂ કરવાની છે. સારાના ફેન્સ માટે ખૂબ જ સારા સમાચાર છે કે તે હવે સિલ્વર સ્ક્રીન પર નજરે આવશે. સારા બોલિવૂડ ક્ષેત્રે ઝંપલાવવાની છે તે વાત પર એટલા માટે વિશ્વાસ મૂકવામાં આવે છે કે, તે એક્ટિંગ માટેના ક્લાસ પણ લઇ રહી છે. એટલું જ નહીં પણ તેણે કેટલાક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પણ કર્યા છે. સારાએ લંડન યુનિવર્સિટીમાં મેડિકલનો અભ્યાસ પણ કર્યો છે. જોકે, તેને ગ્લેમરસ વર્લ્ડમાં રુચિ હોવાથી તે તેમાં જ પોતાની કરિયર બનાવશે કે કેમ તે જોવું રહ્યું.



  • Follow us on: