રણબીર કપૂરની ફિલ્મ શમશેરા એટલી હદે ફ્લોપ રહી કે રિલીઝ થયાના માત્ર ત્રણ જ દિવસમાં દેશનાં અનેક શહેરોમાં તેના મોર્નિંગ અને મેટિની શૉ રદ કરવા પડ્યા. 150 કરોડના બજેટની આ ફિલ્મ માટે હોલિવૂડ જેવા સેટ્સ અને દમદાર સ્ટંટ ઉપરાંત તેના પ્રમોશનમાં પણ કોઈ કસર છોડવામાં નહોતી આવી. યશરાજ બેનર માટે આ મોટો આંચકો છે, કારણ કે બોલિવૂડના આ મોટા ગજાના પ્રોડક્શન હાઉસને લાંબો સમય સુધી સુપરહિટનો પર્યાય ગણાતું હતું. બંટી ઔર બબલી-પાર્ટ 2, સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ અને એ પછી જયેશભાઈ જોરદાર અને હવે શમશેરા ફ્લોપ તરફ જઈ રહી છે. 1970માં યશ ચોપરાએ યશરાજ ફિલ્મ્સની સ્થાપના કરેલી. દાગ, કભી કભી, ચાંદની, ધૂમ, જબ તક હૈ જાન, વીર ઝારા, ફના, ચક દે ઈન્ડિયા, રબ ને બના દી જોડી જેવી સફળ ફિલ્મોનો ઈતિહાસ ધરાવતા આ બેનર હેઠળ હવે સલમાન ખાનની ટાઈગર-3 અને શાહરુખ ખાનની પઠાણ આવી રહી છે.



  • Follow us on: