સેક્સ એ સમાન રીતે ભોગવવાની બાબત છે, એટલે જ તેને સંભોગ કહે છે. સેક્સમાં એક પાર્ટનર એક્ટિવ રહે તે યોગ્ય નથી. બંને પાર્ટનર સરખા એક્ટિવ હોય તો સેક્સ યાદગાર બની જાય છે. આવું જ કંઈક સેક્સની ઇચ્છા બાબતે છે. પુરુષને જ સેક્સની ઇચ્છા થાય કે તે જ દર વખતે પહેલ કરે તેવું હોતું નથી કે યોગ્ય પણ નથી. જ્યારે તમને સેક્સની ઇચ્છા થઈ હોય, તમે તેના માટે તૈયાર હોવ તો તમારે પાર્ટનરને એ જણાવવું જોઈએ, પણ અહીં મણ ભારનો પ્રશ્ન એ છે કે પાર્ટનરને આ વાત જણાવવી કેવી રીતે? દરેક યુવતી કે સ્ત્રીના જીવનમાં એવો સમય આવતો હોય છે જ્યારે તેણે `એ' બાબતે વાત કરવી પડે છે, ખાસ કરીને બેડરૂમમાં, પણ તે ખચકાય છે, નર્વસ થાય છે, બહુ વિચારે ચડી જાય છે કે, પાર્ટનરને તેના મનની વાત કેવી રીતે કરવી? તેને પોતાને સેક્સની ઇચ્છા છે તે કેવી રીતે જણાવવી? વગેરે. જો તમે સેક્સ માટે તૈયાર હો તો સહેજ પણ ગભરાવાની જરૂર નથી. પાર્ટનર સુધી તમારી ઇચ્છાને પહોંચાડવા માટે કે તે માટે તૈયાર થવા તમે અહીં જણાવેલી બાબતોને અનુસરો, બસ, પછી જુઓ ચમત્કાર.
સ્વ સાથે જ વાત કરો
અહીં કહેવાનો અર્થ એ બિલકુલ નથી કે તમે એકાંતમાં સ્વ એટલે કે ખુદની સાથે જ વાત કરો. અહીં અર્થ એ છે કે તમે આ અંગે સારી રીતે વિચારો અને પછી જુઓ કે તમે તૈયાર છો કે નહીં. સેક્સ સંબંધોમાં પરિવર્તન લાવે છે. તે નાના પણ હોઈ શકે ને મોટા પણ. જોકે, આ બાબત તમારો સંબંધ કયા વળાંક પર છે તેના પર નિર્ભર કરે છે. એક વાર જ્યારે તમે સેક્સમાં ઇન્વૉલ્વ થઈ જશો તો તમે ક્યારેય એ નહીં માની શકો કે આવું થયું છે કે નહીં! તેથી પહેલાં પોતે જ નક્કી કરી લો કે તમે શું ઇચ્છો છો. જો તમે પોતાને એ સવાલ કરશો કે, `તમે ખરેખર શું ઇચ્છો છો' અને જવાબ જો હા હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ જો જવાબ `કદાચ...' હોય તો પોતાને થોડો વધારે સમય આપો અને પછી થોડા સમય પછી સવાલને ફરી દોહરાવો.
સમજો અને વિચારો કે તે શું ઇચ્છે છે?
એ વાત બિલકુલ પાયાવિહોણી છે કે પુરુષને દરેક સમયે સેક્સ જ સૂઝે છે. ઘણાં પુરુષો સેક્સની બાબતમાં એટલી જ શરમ અનુભવતા હોય છે જેટલી તમે. તેથી તે તમને શું ઈશારો કરી રહ્યો છે તેને સમજવાનો પ્રયત્ન કરો. શું તે મને સ્પર્શ કરવામાં કમ્ફર્ટેબલ અનુભવે છે? શું તેણે ક્યારેય તમારી પાસે શારીરિક રીતે ઇન્ટિમસી દર્શાવવામાં રસ દાખવ્યો છે? જો હા, તો કોઈ જ પ્રોબ્લેમ નથી, પરંતુ જો આવું ન હોય તો એ સમજવાનો પ્રયત્ન કરો કે તે સેક્સ બાબતે શું અનુભવે છે? પોપ-કલ્ચરના રેફરન્સથી પણ આ અંગે વાતચીત શરૂ કરી શકાય જેમ કે `ઓહ, મને બહુ ગમ્યું જે રીતે ફિલ્મમાં તે બંને સાથે આવ્યાં' વગેરે. આ સૌથી ઉત્તમ રીત છે વાતચીતને શરૂ કરવાની. યાદ રાખો, પાર્ટનર આ સમજી ન શકે કે તૈયાર ન હોય તો તમે થોડી રાહ જુઓ (ધીરે-ધીરે તેને તૈયાર કરો).
થોડાં ડગલાં આગળ વધો
તમે બંને મેકઆઉટ કરો છો? જો કરતા હો તો આ જ સમય છે એક ડગલું આગળ વધવાનો! હવે જ્યારે તમને ઇચ્છા હોય તો પાર્ટનરના કાનમાં હળવેથી કહી દો. તે સ્માર્ટ છે ચોક્કસ સમજી જશે. જો તમે હજુ સુધી તમારા સંબંધની ફિઝિકલ સાઈડને એક્સપ્લોર કરવાનું શરૂ ન કર્યું હોય તો તેને શરૂ કરવા માટે મૂડ સેટ કરો. એક સાંજે તે ઘરે આવે ત્યારે તેને સરપ્રાઈઝ આપો. ડિનર કરીને મૂવી જોવા તેની એકદમ નજીક બેસો. જો તેની ઇચ્છા પણ તમારા જેવી હશે તો ચોક્કસ તે તમારો મેસેજ (ઈશારો) સમજી જશે.
શરમ આવે છે, તો ફોન શેના માટે છે?
લોકો કંઈ પણ કહે, પરંતુ જ્યારે સેક્સ અંગે વાત કરવાની હોય અથવા વાત કરવાની શક્યતા હોય ત્યારે નર્વસ થવું કે શરમ આવવી ખૂબ જ સ્વાભાવિક છે. આ એવો સમય હોય છે જ્યારે તમારો ફોન તમને બહુ કામ આવે છે. ફટાફટ ફોન હાથમાં લઈને તેને ટેક્સ્ટ કરો પછી સેક્સ્ટ કરો. પાર્ટનરને એક કે બે ફ્લર્ટી મેસેજ મોકલો (થોડા બેશરમ બનીને) તે ચોક્કસ સમજી જશે.
સમય યોગ્ય હોવો જોઈએ : તમારી ઓફિસનું કોઈ મોટું પ્રેઝન્ટેશન હોય અને તેના એક દિવસ પહેલાં અથવા જ્યારે તેનાં પેરન્ટ્સ તેને મળવા આવવાનાં હોય જેવો સમય એ (સેક્સ) બધી વાતો કરવા માટે યોગ્ય નથી, કારણ કે આવા સમયે કદાચ તમે બંને સ્ટ્રેસમાં હશો. તેથી આવા સમયે સેક્સની વાત કરશો તો તે પણ બોજ જેવી લાગવા માંડશે. માટે આવા સમયે બિલકુલ જોખમ ન લેશો. જે દિવસે રજા હોય, તમે બંને પાર્ટનર રિલેક્સ હો ત્યારે તે સમય એકદમ યોગ્ય કહેવાય. આવા સમયે મનની વાત પાર્ટનરને કરી જ નાખો.
આ વાત હંમેશાં પ્રાઈવેટમાં જ કરો : જ્યારે તમે તેને તમારી ઇચ્છા જવાણી રહ્યા હો (ટેક્સ્ટ કે ફોન કરીને) તો આવું હંમેશાં પ્રાઈવેટમાં કરો. ભીડભાડવાળી પાર્ટી અથવા મિત્રો કે પરિવારની સાથે ડિનર કરી રહ્યા હો ત્યારે ન કરશો, કારણ કે આવી મહત્ત્વની વાત કરવા માટે આવી જગ્યા કે સમય યોગ્ય નથી. એટલું યાદ રાખો કે આ બાબત માત્ર તમે જણાવી રહ્યા છો તેટલાં પૂરતી નથી, તેને તે વાત સ્વીકારવા માટે થોડી સ્પેસની જરૂર હોય છે અને તો જ તે તમને પોતાના મનથી જવાબ આપી શકશે.
સ્પષ્ટ વાત કરો : તમે પાર્ટનરની સાથે સેક્સ માણવાનું વિચારી રહ્યા હો તો તમે શું ઇચ્છો તો તે જણાવવામાં કોઈ પ્રકારની ચિંતા કે શરમ ન અનુભવશો. તે તમારા સમય અને એટેન્શનનો હકદાર છે, તો તે તમારી વાતની સરાહના કરશે, તમારી ઇચ્છાને સમજશે. `મારે તમારી સાથે સેક્સ માણવું છે' આવું અનુભવવું કે પાર્ટનરને દર્શાવવામાં કોઈ શરમની વાત નથી. તેને તમારી ઇચ્છા અંગે સ્પષ્ટ જણાવી દો. એક વાત સ્પષ્ટ વાત કરી લેશો તો આગળનું કામ સરળ થઈ જશે.
હંમેશાં કૂલ રહો : બેચેની, નર્વસ, ટેન્શન આ વાત કરવામાં અનુભવાય છે તે મોટાભાગના લોકોએ અનુભવ્યું હશે, પરંતુ યાદ રાખો આ એવું સ્ટેજ છે જે દરેક કપલ્સના સંબંધમાં એક વાર તો આવે જ છે. યાદ રાખો, હળવી એમ્બેરેસ ભલે આ વાત લાગે, પરંતુ તે તમારા સંબંધમાં ક્યારેય તિરાડ નહીં પડવા દે. ભવિષ્યમાં આ અંગે તમે જે વિચારીને મૂંઝાતા હતા તે વિચારીને ચોક્કસ હસવું આવશે. આવી વાત કરતા પહેલાં ઊંડા ઊંડા શ્વાસ લો, પોતાને શાંત રાખો અને સ્પીચની પ્રેક્ટિસ કરો. વાત કરતી વખતે કૂલ રહો.