Supreme Court Invetigation On Pegasus spying scandal
  • Home
  • Featured
  • પેગાસસ જાસૂસીકાંડ: તપાસ માટે સુપ્રીમ કોર્ટ એક્સપર્ટ કમિટી બનાવશે

પેગાસસ જાસૂસીકાંડ: તપાસ માટે સુપ્રીમ કોર્ટ એક્સપર્ટ કમિટી બનાવશે

 | 2:31 pm IST
  • Share

સર્વોચ્ચ અદાલતે પેગાસસ મામલે તપાસ માટે એક એક્સપર્ટ કમિટી બનાવવાનો નિર્ણય કર્યો છે. ચીફ જસ્ટિસ એનવી રમન્નાએ કોર્ટમાં કહ્યું કે, આ સંદર્ભે આગામી સપ્તાહે આદેશ આપવામાં આવી શકે છે. કેટલાક એક્સપર્ટોએ અંગત કારણોસર કમિટીમાં સામેલ થવા માટે અસમર્થતા દાખવી છે. જેથી આદેશ જારી કરવામાં વિલંબ થઈ રહ્યો છે.

સુપ્રીમ કોર્ટે ગુરુવારે મૌખિક રીતે જણાવ્યું કે, તે પેગાસસ જાસૂસી પ્રકરણની તપાસ માટે એક એક્સપર્ટ કમિટીની રચના કરશે અને આ કેસની સ્વતંત્ર અને તટસ્થ તપાસનો આગ્રહ કરવાવાળી અરજીઓ પર આગામી સપ્તાહે વચગાળાનો આદેશ આપશે. CJI એનવી રમન્નાની અધ્યક્ષતાવાળી પીઠે જણાવ્યું કે, આદેશ આગામી સપ્તાહે જારી કરવામાં આવશે.

પીઠનું કહેવું છે કે, અમે આગામી સપ્તાહ સુધીમાં એક્સપર્ટ કમિટીના સભ્યોના નામ નક્કી કરી શકીશું અને પછી આદેશ આપીશું. આ ટિપ્પણી એટલા માટે પણ અગત્યની છે કારણ કે, કેન્દ્રએ ફોનની કથિત જાસૂસીની ફરિયાદોની તપાસ કરવા માટે ખુદ એક્સપર્ટ કમિટીની રચના કરવાની રજૂઆત કરી હતી.

અદાલતે 13 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખતા કહ્યું હતું કે, તેઓ માત્ર એટલું જ જાણવા ઈચ્છે છે કે, કેન્દ્રએ નાગરિકોની ગેરકાયદેસર કથિત જાસૂસી કરવા માટે પેગાસસ જાસૂસી સોફ્ટવેરનો ઉપયોગ કર્યો છે કે કેમ?

જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું હતું કે, અમે માત્ર એટલું જ જાણવા ઈચ્છીએ છીએ કે, તમે માત્ર એટલું જ બતાવો કે મૌલિક અધિકારનું ઉલ્લંઘન થયું છે કે કેમ? જો થયું છે તો, સબંધિત એજન્સીની મંજૂરીથી થયું છે કે પછી કેમ? એ જણાવો કે, વિદેશી એજન્સીએ આવું કર્યું છે? જો આવું છે, તો પછી તે આપણા સૌ કોઈના માટે ચિંતાનો વિષય છે. અમે માત્ર એટલું જ કહેવા ઈચ્છીએ છીએ કે, શું સરકારે કાયદાની ઉપરવટ જઈને કોઈ પ્રક્રિયાનો ઉપયોગ કર્યો છે કે કેમ?

કેન્દ્ર સરકારે જાસૂસી વિવાદની સ્વતંત્ર અને તટસ્થ તપાસ માટે દાખલ અરજીઓ પર રાષ્ટ્રીય સુરક્ષાનો આધાર આપતા વિસ્તૃત સોગંધનામુ દાખર કરવાનો દ્રઢતાપૂર્વક ઈનકાર કરી દીધો હતો. સ્વતંત્ર તપાસનો આગ્રહ કરતી અરજીઓ એ સંદર્ભે છે, જેમાં સરકારી એજન્સીઓ પર કેટલાક પ્રતિષ્ઠિત નાગરિકો, નેતાઓ અને પત્રકારોની ઈઝરાયલી કંપની NSOના જાસૂસી સૉફ્ટવેર પેગાસસનો ઉપયોગ કરીને જાસૂસી કરવાનો આરોપ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો