Surat Congress Vice President Resign from his Post
  • Home
  • Featured
  • ‘પાર્ટીમાં પરિવારવાદ…’- કહી સુરત કોંગ્રેસના ઉપપ્રમુખનું રાજીનામું

‘પાર્ટીમાં પરિવારવાદ…’- કહી સુરત કોંગ્રેસના ઉપપ્રમુખનું રાજીનામું

 | 6:36 pm IST
  • Share

  • કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટેની સ્થિતિ
  • કોંગ્રેસનું સંગઠન નબળું પડ્યું
  • લોકોમાં કોંગ્રેસ પ્રત્યે આસ્થા અને વિશ્વાસ ઓછો થયો

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને પગલે તમામ રાજકીય પાર્ટીઓ પોતાની રીતે રણનીતિ બનાવવા લાગી ગઈ છે. એવામાં કોંગ્રેસની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસના નેતાઓને પાર્ટીની નીતિઓમાં વિશ્વાસ ના રહ્યો હોય, તેમ પાર્ટી છોડી રહ્યાં છે. એવામાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખે સંગીન આરોપો મૂકીને પાર્ટીને રામ-રામ કરી દીધા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરત શહેર કોંગ્રેસના ઉપ પ્રમુખ પદેથી તારાચંદ કાસટે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને લેખિતમાં પોતાનું રાજીનામું આપ્યું છે. જેમાં તેમણે પાર્ટી પર આરોપ મૂકતા લખ્યું છે કે, કોંગ્રેસમાં પરિવારવાદ સામે કોઈ કાર્યવાહી નહી.

વધુમાં તેમણે લખ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસમાં અનુશાસનની કમી છે. કોંગ્રેસનું સંગઠન પણ ઘણું નબળુ પડ્યું છે. પાર્ટીના નેતાઓ સરકારનો પ્રબળ વિરોધ કરવામાં નિષ્ફળ નિવડ્યાં છે. જેના કારણે લોકોમાં કોંગ્રેસ પ્રત્યો લોકોની આસ્થા અને વિશ્વાસ ઘટ્યો છ.ે

જણાવી દઈએ કે, સુરત મનપાની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા હતા. સુરતની 120 બેઠકોમાંથી ભાજપે 93 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે પ્રથમ વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મેદાનમાં ઉતરેલી કેજરીવાલની આમ આદમી પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરતાં 27 બેઠકો પર વિજય મેળવ્યો હતો. જ્યારે ગત ચૂંટણીમાં 36 બેઠક જીતનારી કોંગ્રેસ પાર્ટીનો એકપણ ઉમેદવાર આ ચૂંટણીમાં જીતી શક્યો નહતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો