Surat: Husband who saw his wife in the car with a stranger told the crowd to slap him
  • Home
  • Featured
  • સુરત: પરપુરુષ સાથે પત્નીને જોઇ ગયેલા પતિને તમાચા મારી ટોળાંને કહ્યું-મારો

સુરત: પરપુરુષ સાથે પત્નીને જોઇ ગયેલા પતિને તમાચા મારી ટોળાંને કહ્યું-મારો

 | 12:35 pm IST
  • Share

  • બુધવારે વેસુ વિસ્તારમાં પત્ની અને જિમ ટ્રેનરે જાહેેરમાં માર માર્યાની ફરિયાદ

  • ભેગી થયેલી ભીડની સામે જ પત્નીએ પતિને તમાચો માર્યો

  •  મારો તેમ કહી ટોળાંને ઉશ્કેરવાનો પ્રયાસ કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો

સુરતના ભદ્ર વિસ્તાર ગણાતા વેસુ વિસ્તારમાં બુધવારે રાત્રે પત્નીને અન્ય યુવાનની કારમાં બેસેલી જોઇ જતાં પત્નીએ મિત્ર સાથે મળીને ફટકાર્યો હતો. ભેગી થયેલી ભીડની સામે જ પત્નીએ પતિને તમાચા મારી આ શખ્સ મારો પતિ નહિ હોવાનું અને તેને મારો તેમ કહી ટોળાંને ઉશ્કેરવાનો પ્રયાસ કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે સિટીલાઇટ ઇન્દ્રપ્રસ્થ એપા.માં રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા 32 વર્ષીય યોગેશ જગદીશ અગ્રવાલ બુધવારે રાત્રે વેસુ વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા. સિગ્નેટ એપા. સામે પાર્ક થયેલી કાર જોઇને તેઓ થોભી ગયા હતા. આ કાર ફેમિલી ડિસ્પ્યુટને કારણે અલગ રહેતી તેમની 33 વર્ષીય પત્ની શ્રાૃતિ અગ્રવાલ (રહે. ઓમ આઇકોન, વેસુ)ની હતી. કારમાં પત્ની નહિ દેખાતાં વાત થોડી અજુગતી લાગી હતી.

બાજુમાં જ સિયાઝ કાર ઉભી હતી. આ કારમાં અન્ય પુરુષ સાથે બેસેલી દેખાઇ આવતાં યોગેશે કારનો દરવાજો ખખડાવ્યો હતો. બહાર પતિને જોતાં જ પત્ની અને તેના મિત્રએ કાર ભગાવી દીધી હતી. જોકે પોતાની કારમાં પીછો કરી યોગેશે આ કારને વેસુ સિગ્નેટ શોપર્સ સામે આંતરી લીધી હતી. કારમાંથી શ્રાૃતિ અને તેની સાથે બેસેેલો વિશાલ બાલારામ સાલુંકે (રહે. ભક્તિધર્મ ટાઉનશિપ, જહાંગીરપુરા) બહાર આવ્યા હતા અને યોગેશ ઉપર તૂટી પડયા હતા.

સ્થલ ઉપર લોકટોળું પણ મામલો સમજી ગયું

ટોળું ભેગું થઇ જતાં શ્રાૃતિ પણ મેદાને આવી ગઇ હતી. ટોળાંની સામે જ આ મારો પતિ નહિ હોવાનું જણાવી તમાચો માર્યા બાદ આને મારો કહી લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ટોળું મામલો સમજી ગયું હતું અને પોલીસને જાણ કરતાં જ દોડી આવેલી ઉમરા પોલીસે પતિ યોગેશની ફરિયાદને આધારે શ્રાૃતિ અને તેની સાથેના જિમ ટ્રેનર વિશાલ સાલુંકે વિરુદ્ધ ગુનો નોંધી એ.એસ.આઇ. દિનુ રમણે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો