Surat In Fracture in the 'genitals' of a young man lying on his back
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અજીબોગરીબ ઘટના: સુરતમાં ઊંધા સૂતેલા પરપ્રાંતીય યુવકના ‘ગુપ્તાંગ’માં ફ્રેક્ચર, હિસ્ટ્રી સાંભળી તબીબો ચોંક્યા

અજીબોગરીબ ઘટના: સુરતમાં ઊંધા સૂતેલા પરપ્રાંતીય યુવકના ‘ગુપ્તાંગ’માં ફ્રેક્ચર, હિસ્ટ્રી સાંભળી તબીબો ચોંક્યા

 | 11:00 am IST
  • Share

આજકાલ એવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે કે જેને સાંભળીને આપણને નવાઈ લાગે છે. હાલ સુરતમાંથી એક એવી જ ઘટના સામે આવી છે. સુરતમાં ઊંધા સૂતેલા પરપ્રાંતીય યુવકના ‘ગુપ્તાંગ’માં ફ્રેક્ચર થયું હોવાના સમાચાર વાયુવેગે ફરતા થયા હતા, ત્યારબાદ સિવિલના તબીબોએ સમયસર સર્જરી કરી તેનું જીવન બચાવી લીધું હતું.

યુપીવાસી યુવકના ગુપ્તાંગમાં ફ્રેક્ચર થતાં નવી સિવિલના તબીબોએ સમયસર તેની સર્જરી કરી તેનું જીવન બરબાદ થતાં બચાવી લીધું હતું. સવારના સમયે પેનીસ ઇરેક્શન થયા બાદ ઊંધા સૂતા તેને અસહ્ય પીડાનો સામનો કરવાની નોબત આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ રવિવારે સવારે 22 વર્ષીય યુવક ગુપ્તાંગમાં અસહ્ય પીડા થઈ રહી હોવાની ફરિયાદ સાથે સિવિલમાં આવ્યો હતો. અહીંના ટ્રોમા સેન્ટરના તબીબો કેસ હિસ્ટ્રી સાંભળી ચોંકી ઊઠયા હતા. જવલ્લે જોવા મળતા આ પ્રકારના ગુપ્તાંગમાં ફ્રેક્ચર અર્થાત પેનીસ ફ્રેક્ચરના કેસ અંગે જાણી ટ્રોમા સેન્ટરના તબીબોએ સર્જરી વિભાગના સિનિયર ડોક્ટરોને જાણ કરી હતી. ત્યારબાદ અસહ્ય દર્દથી કણસતા યુવકને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં ખસેડાયો હતો.

આ અંગે વધુ માહિતી આપતા સર્જરી વિભાગના ડો. સાવન શાહે જણાવ્યું હતું કે, યુનિટ હેડ ડો. દિવ્યાંગ દવેના માર્ગદર્શનમાં યૂરો સર્જન ડો. નિલ પટેલ, ડો. કપિલ સહિતના તબીબોની ટીમે આ ઓપરેશન પાર પાડયું હતું. યુવક આ પીડાનો ભોગ કેવી રીતે બન્યો, તેના પર પ્રકાશ પાડતા ડો. સાવને ઉમેર્યું હતું કે, સવારના સમયે સામાન્યતઃ પુરુષોમાં પેનીસ ઇરેક્શન થતું હોય છે.

પીડિત યુવક સાથે પણ રવિવારે આવું બન્યું હતું, ત્યારે આ યુવક ઊંધો સૂઈ જતા તેના ગુપ્તાંગની નસો તૂટી ગઈ હતી. જેને લીધે લોહીનો ગઠ્ઠો જામતા તેના ગુપ્તાંગમાં સોજો આવવા સાથે દુઃખાવો શરૂ થયો હતો. તેને સમયસર સારવાર માટે સિવિલમાં ખસેડાતા તાબડતોબ ઓપરેશન કરી તૂટેલી નસો સાંધવામાં આવી હતી. આમ, સમયસર સારવાર મળી જતા તેનું ભાવી જીવન બરબાદ થતાં બચ્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન