Surat Lady Constable Sunita Yadav Picture Viral On Net
  • Home
  • Featured
  • મંત્રી પુત્રને MLAનું પાટિયું કાઢી નાખવાનું કહેનાર સુનિતા પોતે હવે ‘POLICE’ પ્લેટના વિવાદમાં ફસાઈ

મંત્રી પુત્રને MLAનું પાટિયું કાઢી નાખવાનું કહેનાર સુનિતા પોતે હવે ‘POLICE’ પ્લેટના વિવાદમાં ફસાઈ

 | 7:48 pm IST

સુરતની લેડી કોન્સ્ટેબલ સુનિતા યાદવ હાલ દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. ગુજરાત રાજ્યના મંત્રીના પુત્રને ખખડાવી દેનાર સુનિતાના સમર્થનમાં લાખો લોકો આગળ આવ્યા છે. તેવામાં સુરતની સુનિતા યાદવ હવે વિવાદની સુનિતા યાદવ બની રહી છે. મંત્રીપુત્રને એમએલએ ગુજરાત લખેલું પાટીયું નીચે ઉતારવાનું કહેનાર સુનિતા હવે પોલીસ લખેલી પ્લેટને કારણે વિવાદમાં આવી ગઈ છે.

નાઈટ કરફ્યૂ દરમિયાન મિત્રને બચાવવા આવેલાં ગુજરાત રાજ્યના મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણીને સબક શિખવાડનાર સુનિતા યાદવ લેડી સિંઘમ તરીકે જાણીતી બની હતી. પણ કમિશ્નર કચેરીમાં મુલાકાત બાદ સુનિતાએ મીડિયા સાથે કરેલ ગેરવર્તણુક બાદ તે વિવાદની સુનિતા બની રહી છે. હાલ સોશિયલ મીડિયામાં સુનિતાનો એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં સુનિતા જે ગાડી આગળ ઉભી છે, તે ગાડીની અંદર પોલીસ લખેલી પ્લેટ છે. આ કાર સુનિતા યાદવના પિતાની છે.

સુનિતાએ પ્રકાશ કાનાણીને વીડિયોમાં ખખડાવતી જોવા મળી હતી કે, પિતા એમએલએ હોય એટલે પુત્રને પણ પરમિશન આપી છે પ્લેટ લગાવવાની. આમ કહી, તેણે પ્રકાશ કાનાણી પાસે કારની અંદરથી પાટિયું ઉતારી દેવા કહ્યું હતું. જે બાદ પ્રકાશ કાનાણીએ પણ પાટિયું ઉતારી દીધું હતું. જો કે, હવે સુનિતાનો કાર સાથેનો જે ફોટો વાઈરલ થયો છે, તેમાં કાર સુનિતા યાદવના પિતાની છે. જેને કારણે હવે લોકો સવાલ પૂછી રહ્યા છે કે, સુનિતા પોલીસમાં હોય એનો અર્થ એવો નથી કે, તેના પિતા પોલીસ લખેલું પાટિયું કારમાં લઈને ફરી શકે.

ઉલ્લેખનીય છે કે, આજે સુનીતાએ ટ્વીટ કરીને પોલીસને નેતાની ગુલામ અને ભ્રષ્ટ ગણાવી દીધી હતી. એટલું જ નહીં, આ કેસમાં ક્યારેય માફી નહીં માંગુ તેવું પણ લખ્યું હતું. હું સરકારની નોકરી કરૂં છું કોઈના બાપની નહીં. નેતાઓની ગુલામી ભ્રષ્ટ સિસ્ટમના કેટલાક કર્મચારીઓએ મન ભરીને કરી છે, કેમકે તેમને સ્વાભિમાન અને વર્દીની રક્ષા કરતા પૈસા વધુ ગમે છે. આ જ ભ્રષ્ટ અને કમજોર સિસ્ટમના કારણે નેતા એક સારા કર્મચારીઓને માપી રહ્યા છે પરંતુ અમે ઝૂકવાવાળા નથી.

એટલું જ નહીં, પણ સુનિતાનો વાઈનની બોટલ સાથેનો એક ફોટો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. નંબર પ્લેટના આધારે કાર સુનિતાના પિતાની જ હોવાનું સામે આવ્યું છે. પણ વાઈનના ફોટો અસલી છે કે ફોટોશોપ કરેલ છે તેની સંદેશ ન્યુઝ કોઈ પૃષ્ટિ કરતું નથી.

આ વીડિયો પણ જુઓઃ સુરત: મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવનું ટ્વીટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન