Surat Police Arrest 20 Years old Neighbour over Girl Case
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સુરતમાં 15 વર્ષની દીકરી સતત હતાશ રહેતી હતી, માતાએ પુછતાં જે હકીકત સામે આવી તે જાણી….

સુરતમાં 15 વર્ષની દીકરી સતત હતાશ રહેતી હતી, માતાએ પુછતાં જે હકીકત સામે આવી તે જાણી….

 | 5:11 pm IST
  • Share

સુરતના વરાછા વિસ્તારમાં 15 વર્ષની કિશોરી સાથે તેના જ પાડોશમાં રહેતાં 20 વર્ષીય ગૌતમ નામના યુવકે બ્લેકમેલ કરી તેની પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. અને વીડિયો ઉતારી બ્લેકમેઈલ કરી અવારનવાર દુષ્કર્મ આચરતો હતો. જેને કારણે યુવતી કંટાળી ગઈ હતી અને હતાશ રહેતી હતી. જેને લઈ માતાએ પુછતાં દીકરીએ સમગ્ર આપવીતી વર્ણવી હતી. જે બાદ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી નરાધમની ધરપકડ કરી છે.

સુરતના વરાછા વિસ્તારમાં રહેતી 15 વર્ષીય કિશોરી અને તેની જ સામેના મકાનમાં રહેતો રત્ન કલાકાર ગૌતમ કિશોરી એકલી હોઈ તે સમયે કિશોરી સાથે મીઠી મીઠી વાતો કરી તેને પહેલાં તો પ્રેમજાળમાં ફસાવી હતી. અને ત્યારબાદ ઊંચા ઊંચા સપનાં દેખાડી તેને ફરવાના બહાને બાઈક પર બેસાડી તેના પરિજનના ઘરમાં લઇ ગયો હતો. અને ત્યાં કિશોરીને પ્રેમની વાતો કરી તેની સાથે મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. નરાધમની દાનત પહેલેથી જ ખરાબ હોઈ તે રીતે તેણે કિશોરીના બીભત્સ વીડિયો તેના મોબાઈલમાં ઉતારી લીધા હતા.

ત્યારબાદ કિશોરી એકલી હોઈ તેને આ ફોટો અને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી ગૌતમ તેની સાથે અવારનવાર કિશોરીના ઘરમાં જઈ તેની પર સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધતો હતો. રોજ રોજના નરાધમના બ્લેકમેઈલિંગથી કિશોરી કંટાળીને હતાશ થઈ ગઇ હતી. માતાએ કિશોરીને હતાશ જોઈ તેને પૂછતાં કિશોરીએ સમગ્ર હકીકત માતાને કહેતાં માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ગુનાની ગંભીરતા જોઇ માતાએ વરાછા પોલીસ મથકનો સહારો લીધો હતો. જ્યાં આ નરાધમ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન