Surat Traffic Police Started 'I Follow' Campaign for 21 Days
  • Home
  • Featured
  • સુરત ટ્રાફિક પોલીસ 21 દિવસ સુધી નિયમ તોડતાં લોકોને દંડ નહીં કરે, આ છે કારણ

સુરત ટ્રાફિક પોલીસ 21 દિવસ સુધી નિયમ તોડતાં લોકોને દંડ નહીં કરે, આ છે કારણ

 | 6:05 pm IST

સુરત ટ્રાફિક પોલીસ અનોખી અને નવી પહેલ લઈને આવી છે. કોરોના વાયરસને લઈ આપેલાં લોકડાઉનમાં લોકોને કામ ધંધા અને રોજી રોટી નથી. લોકડાઉનને લઈ લોકોની આર્થિક રીતે કમર ભાંગી ગઈ છે. ત્યારે સુરત ટ્રાફિક પોલીસ જે વાહનચાલકો ટ્રાફિકનાં નિયમો તોડતા હતા, તેને ટ્રાફિક પોલીસ દ્વારા તોતિંગ દંડ વસુલવામાં આવતો હતો. તો હવેથી સુરત ટ્રાફિક પોલીસ 21 દિવસ માટે લોકો પાસેથી દંડ વસુલ નહીં કરે.

સુરત શહેરમાં ટ્રાફીકનાં નિયમો તોડનાર પાસેથી લોકડાઉનમાં પણ પોલીસ સરેરાશ 8 લાખ જેટલો રોજનો દંડ વસુલ કરતી હતી. જેને લઈ સુરતવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. એકબાજુ કામ ધંધો નથી, રોજી રોટી નથી. ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા તેઓને પકડી દંડ વસુલવામાં આવતો હતો. તેને લઈ સુરત શહેરના સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો.

સ્થાનિકોનો રોષ જોઈ સુરત પોલીસે હવેથી દંડ નહીં વસુલવાનો નિર્ણય કર્યો છે. સુરત પોલીસ હવેથી 21 દિવસ માટે I FOLLOW નામનું કેમ્પેઇન ચલાવશે. જેમાં નિયમો તોડનાર પાસેથી અનોખી રીતે ટ્રાફિકનાં નિયમો પાળવા માટેનાં શપથ લેવડાવવામાં આવશે. I FOLLOW મુહિમ શરૂ કરી લોકોને ટ્રાફિક અંગે જાગૃત કરવામાં આવશે.

આ વીડિયો પણ જુઓઃ સુરત SMC કમિશનરનો મહત્વનો નિર્ણય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન