Suresh Raina praise on former India coach Greg Chappell
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ટીમ ઇન્ડિયા ગ્રેગ ચેપલના લીધે જીત્યું 2011નું વર્લ્ડ કપ, રૈનાનું નિવેદન સાંભળનાર દરેક લોકો સ્તબ્ધ

ટીમ ઇન્ડિયા ગ્રેગ ચેપલના લીધે જીત્યું 2011નું વર્લ્ડ કપ, રૈનાનું નિવેદન સાંભળનાર દરેક લોકો સ્તબ્ધ

 | 11:04 am IST
  • Share

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સુરેશ રૈનાએ દરેક લોકોને હેરાન કરી દીધા જ્યારે તેમણે કહ્યું કે ભારતે 2011નો વર્લ્ડ કપ ગ્રેગ ચેપલના લીધે જીત્યો હતો. આપને જણાવી દઇએ કે ગ્રેગ ચેપલ 2005થી 2007 સુધી ટીમ ઇન્ડિયાના કોચ રહી ચૂકયા છે, તેમને સૌરવ ગાંગુલીની સાથે થયેલા વિવાદોના લીધે ઓળખાય છે.

ગ્રેગ ચેપલને વિવાદોના લીધે ઓળખાય છે

વર્લ્ડ કપ 2007માં ભારતના ગ્રૂપ સ્ટેજમાંથી બહાર થયા બાદ ગ્રેગ ચેપલને કોચ પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. સુરેશ રૈનાએ પોતાના પુસ્તકમાં કહ્યું છે કે ભારતીય ટીમે ગ્રેગ ચેપલના લીધે મોટા-મોટા ટોટલ ચેજ કરવાનું શીખ્યું અને ટીમ ઇન્ડિયાએ મેચ જીતવાનું શીખ્યું.

સુરેશ રૈનાએ ગ્રેગ ચેપલના કર્યા વખાણ

સુરેશ રૈનાએ પોતાના પુસ્તકમાં કહ્યું કે ગ્રેગ ચેપલે ટીમ ઇન્ડિયા પર જે મહેનત કરી તેના લીધે ભારત 2011નું વર્લ્ડ કપ જીતવામાં સફળ થયું. સુરેશ રૈનાએ કહ્યું કે મારા મતે ગ્રેગ ચેપલને ભારતીય ટીમના ખેલાડીઓની દશા બદલવા માટે વધુમાં વધુ શ્રેય આપવો જોઇએ. મેં ગ્રેગ ચેપલ પાસેથી ઘણું બધું શીખ્યું છે.

ચેપલના કોચિંગમાં રમી ચૂકયા છે રૈના અને ધોની

સુરેશ રૈના એ કહ્યું કે જો તેમની સાથે જોડાયેલા વિવાદને અલગ કરીને વિચારીએ તો તેમને ટીમ ઇન્ડિયાને મોટા-મોટા ટોલ ચેઝ કરવાનું શીખવાડ્યું અને જીતતા પણ. સુરેશ રૈના સિવાય એમએસ ધોની, યુવરાજ સિંહ અને ગૌતમ ગંભીર જેવા દિગ્ગજ ખેલાડી ગ્રેગ ચેપલના કોચિંગમાં રમી ચૂકયા છે.

રૈનાએ કહ્યું કે ચેપલ જ્યારે કોચ હતા ત્યારે સારું રમી રહ્યો હતો

સુરેશ રૈનાએ કહ્યું કે ગ્રેગ ચેપલ જ્યારે કોચ હતા ત્યારે અમે સારું રમતા હતા, પરંતુ મને યાદ છે કે તેમણે રન ચેજને લઇ કેટલીય વખત મીટિંગ કરી હતી. તેનો શ્રેય ગ્રેગ ચેપલ અને રાહુલ દ્રવિડ બંનેને જવો જોઇએ. આ દરમ્યાન મને, યુવરાજ સિંહ અને એમએસ ધોનીનો બેટિંગ ક્રમ નક્કી કરેલો હતો અને અમે આ દરમ્યાન લક્ષ્યનો પીછો કરવાનું અને જીતવાનું દબાણ શીખ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન