Suresh Raina Says I am also Brahmin: Remark Sparks on Social Media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • રૈનાએ કોમેન્ટ્રી દરમ્યાન કહ્યું – હું પણ એક બ્રાહ્મણ છું, સોશિયલ મીડિયામાં વિવાદનો મધપૂડો છંછેડાયો

રૈનાએ કોમેન્ટ્રી દરમ્યાન કહ્યું – હું પણ એક બ્રાહ્મણ છું, સોશિયલ મીડિયામાં વિવાદનો મધપૂડો છંછેડાયો

 | 11:58 am IST
  • Share

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટસમેન સુરેશ રૈના અત્યારે એક નિવેદનના લીધે ચર્ચામાં છે. રૈનાના એક નિવેદને સોશિયલ મીડિયા પર વિવાદનો મધપૂડો છંછેડી દીધો છે. પૂર્વ ક્રિકેટર રૈનાને તામિલનાડુમાં ચાલી રહેલી તામિલનાડુ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટની ઉદ્ધાટન મેચમાં કોમેન્ટ્રી માટે આમંત્રિત કરાયો હતો.

સોમવારના રોજ રમાયેલી એક મેચમાં કોમેન્ટ્રી દરમ્યાન સાથી કમેંટેટરને રૈનાએ પૂછયું કે તમે કંઇ રીતે દક્ષિણ ભારતીય સંસ્કૃતિને અપનાવી? તેના પર રેનાએ કહ્યું કે હું પણ એક બ્રાહ્મણ છું. હું ચેન્નાઇની સાથે 2004થી રમી રહ્યો છું. મને અહીંની સંસ્કૃતિ ખૂબ જ પસંદ છે. ટીમના સાથીઓનો પ્રેમ છે. અનિરૂદ્ઘ શ્રીકાંત, એસ.બદ્રીનાથ, લક્ષ્મીપતિ બાલાજી આ બધાની સાથે રમ્યો છું. અહીં અમે લોકોએ કેટલીક વસ્તુઓ શીખી છે. ટીમ મેનેજમેન્ટનો સાથ છે. મને ચેન્નાઇની સંસ્કૃતિ સાથે પ્રેમ છે. હું ભાગ્યાશાળી છું કે હું ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમમાં રહ્યો મને આશા છે કે હજી હું વધુ મેચ રમીશ.

કમેંટેટરે કહ્યું કે આ પ્રશ્ન એટલા માટે પૂછયો કારણકે તેણે ધોતી પહેરી, ડાન્સ કરતાં અને સિટી વગાડતા કેટલીય વખત જોયો છે. સુરેશ રૈનાના કમેન્ટ પર સોશિયલ મીડિયા પર ફેન્સ તેની જોરદાર ટીકા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે સુરેશ રૈના તમારે શરમ કરવી જોઇએ. ટ્વિટર પર અત્યારે રૈનાનું નિવેદન ટ્રેન્ડ થઇ રહ્યું છે.

સુરેશ રૈનાની કારકિર્દી

યુપીના રહેવાસી રૈનાએ ભારત તરફથી 226 વનડેમાં 35.31 ની સરેરાશથી 5615 રન બનાવ્યા હતા. તેણે 5 સદી અને 36 ફિફ્ટી ફટકારી છે. જ્તારે ટી-20માં રૈનાએ 66 ઇનિંગ્સમાં 29.18 ની સરેરાશથી 1605 રન બનાવ્યા હતા. રૈનાના નામ પર ટી 20 સદી પણ છે. રૈનાએ 18 ટેસ્ટ મેચ પણ રમી હતી જેમાં તેણે સદીની મદદથી 768 રન બનાવ્યા હતા. રૈના આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સની તરફથી રમે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન