sushant case after deepika and shraddha now dia mirza is on ncb radar
  • Home
  • Featured
  • ડ્રગ્સ કાંડમાં દીપિકા બાદ બોલિવૂડની ભારે ખ્યાતનામ અભિનેત્રીનું નામ સામે આવતાં જ ફફડાટ

ડ્રગ્સ કાંડમાં દીપિકા બાદ બોલિવૂડની ભારે ખ્યાતનામ અભિનેત્રીનું નામ સામે આવતાં જ ફફડાટ

 | 6:15 pm IST

સુશાંત સિંહ રાજપૂત કેસમાં હાલમાં એનસીબી તપાસ કરી રહી છે. જ્યારથી ડ્રગ્સ એંગલ બહાર આવ્યો એના કારણે ઘણા બોલિવૂડ સ્ટાર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની તપાસમાં શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને રકુલ પ્રીતસિંહના નામ સાંભળીને લોકો ચોંકી ગયા છે. ત્યારે હવે એનસીબીના રડાર પર બોલિવૂડની બીજી મોટી અભિનેત્રીનું નામ સામે આવતા ફફટાડ મચી રહ્યો છે.

આ 40 વર્ષની અભિનેત્રીએ એકથી બે મોટી હિટ ફિલ્મો આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે 2005, 2006ની ફિલ્મ અભિનેત્રી છે. એનસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર અભિનેત્રી દિયા મિર્ઝાનું નામ સામે આવ્યું છે. ડ્રગ્સ પેડલર કેસવાનીની પૂછપરછમાં આ નામ  સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ સેલિબ્રિટી મેનેજર દ્વારા આ અભિનેત્રી સુધી ડ્રગ્સનું પહોંચાડવામાં આવતું હતું. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે એનસીબી ક્યારે આ લોકોને બોલાવે છે અને તપાસ હાથ ધરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન