sushant death case kangana ranaut in manali the sound of gunshots
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • બાપ રે: રાત્રે કંગનાના ઘર બહાર ધડાધડ ગોળીઓથી ફાયરિંગ થયું! તાત્કાલિક પોલીસ ખડકાઈ ગઈ

બાપ રે: રાત્રે કંગનાના ઘર બહાર ધડાધડ ગોળીઓથી ફાયરિંગ થયું! તાત્કાલિક પોલીસ ખડકાઈ ગઈ

 | 4:29 pm IST

સુશાંત સિંહ કેસમાં કંગના રનૌત બેબાકીથી પોતાનું નિવેદન આપી રહી છે. હવે સમાચાર આવી રહ્યા છે કે કંગનાના ઘર નજીક ગોળીઓનો અવાજ સંભળાયો છે. કંગના રનૌતે કહ્યું છે કે તેને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં કંગનાની સુરક્ષા માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે. કુલ્લુ જિલ્લા પોલીસ કંગનાના ઘરે પહોંચી હતી.

શુક્રવારે રાત્રે કંગનાના ઘર નજીક ગોળીબારનો અવાજ સંભળાયો હતો. જો કે આ કેસમાં પોલીસને હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી. કંગનાનું માનવું છે કે આ બધું કાવતરું તેને ડરાવવા માટે કરવામાં આવી રહ્યું છે. કારણ કે તે સુશાંત સિંહ કેસમાં ઘણું બોલી રહી છે. આવી સ્થિતિમાં પોલીસે આ કેસની તપાસ કરતી વખતે અભિનેત્રીના ઘરની આસપાસ પોલીસની ટીમ ગોઠવી દીધી છે.

કંગનાએ વાત કરી હતી કે, હું રાત્રે 11.30 વાગ્યે મારા રૂમમાં હતી. અમારા ત્રણ માળ છે. મારા ઘરની બહાર બાઉન્ડ્રી વોલ છે. તેની પાછળ સફરજનના બગીચા અને પાણીની નિકાલ સિસ્ટમ છે. મેં ત્યાંથી અચાનક ફટાકટા અને ગોળીબારનો અવાજ સાંભળ્યો. પહેલા મેં વિચાર્યું કે આ ફટાકડા હશે. પરંતુ આ પછી બીજો શોટ આવ્યો. પછી જ મને સમજાયું કે તે શોટગન છે. અત્યારે મનાલીમાં અહીં કોઈ પર્યટનની મોસમ નથી કે પછી કશું એવું નથી કે કોઈ ફટાકડા ફોડે.

આ પછી મેં મારી સુરક્ષા બોલાવી અને પૂછ્યું. મેં કહ્યું શું થયું, તો તેઓએ કહ્યું કે એવું લાગે છે કે ત્યાં બાળકો હશે. શક્ય છે કે સિક્યોરિટીએ બુલેટનો અવાજ કદી સાંભળ્યો ન હોય તો ઓળખી ન શકે. પણ મેં સાંભળ્યું છે. તેણે વિચાર્યું કે કદાચ કોઈએ દાદાગીરી કરી છે. જો કે હું બહાર ગઈ અને આજુબાજુ જોયું પણ ત્યાં કોઈ નહોતું. હવે અમે અહીં 5 લોકો છીએ. મારી સાથે છે તેણે પણ ગોળીનો અવાજ સાંભળ્યો છે. તે અવાજ ફટાકડા જેવો નહોતો. તેથી અમે પોલીસને ફોન કર્યો અને બોલાવી હતી.

આ વીડિયો પણ જુઓ: વિશાખાપટ્ટનમમાં શીપ યાર્ડમાં દૂર્ઘટના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન