sushant singh friend krissann barretto broke silence over rhea chakraborty
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • PHOTOS: હવે સુશાંતની નજીકની મિત્રએ રિયા ચક્રવર્તીની કરતૂતોનો ભાંડો ફોડ્યો, જાણો સમગ્ર હકીકત

PHOTOS: હવે સુશાંતની નજીકની મિત્રએ રિયા ચક્રવર્તીની કરતૂતોનો ભાંડો ફોડ્યો, જાણો સમગ્ર હકીકત

 | 5:03 pm IST

સુશાંત સિંહ રાજપૂતના પિતાએ રિયા ચક્રવર્તી પર આરોપ લગાવીને એફઆઈઆર નોંધાવ્યા બાદ શુક્રવારે રિયાએ મૌન તોડીને એક વીડિયો જાહેર કર્યો હતો. વીડિયોમાં રિયાએ કહ્યું છે કે તેને ભગવાન પર વિશ્વાસ છે કે તેને ન્યાય મળશે. રિયાનો આ વીડિયો સામે આવ્યા બાદ સુશાંત સિંહ રાજપૂતની મિત્ર અને અભિનેત્રી કૃષ્ણા બૈરેટ્ટોએ રિયા ચક્રવર્તી વિશે અનેક ઘટસ્ફોટ કર્યા હતા.

રિયાના વીડિયો પર કોમેન્ટમાં કૃષ્ણા બૈરેટ્ટોએ લખ્યું છે કે રિયા ચક્રવર્તી સુશાંતને તેના કોઈ પણ મિત્ર સાથે વાત કરવાની છૂટ આપતી ન હતી. તેનો નંબર વારંવાર બદલાતો રહ્યો, જેના કારણે મિત્રોનો સંપર્ક તૂટી ગયો અને કોઈ જ તેનો સંપર્ક કરી શકતા નહોતા.

કૃષ્ણાએ લખે છે કે ‘જ્યારથી જ સુશાંતે રિયાને ડેટિંગ કરવાનું શરૂ કર્યું ત્યારથી તે કોઈને પણ તેની સાથે મળવા દેતી નહોતી. તેના કોઈ જ મિત્રને નહીં. તેના નંબર પણ બદલાતા રહેતા અને એ વાત અમે બધા જાણીએ છીએ. અમે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમનો સંપર્ક કરી શકતાં નહોતા. તેના પિતાએ પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે તેણે પરિવારને વાત કરવાની પણ છૂટ નહોતી આપી. રિયા ચક્રવર્તીનું સત્ય એક દિવસ જરૂર બહાર આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન