sushant singh rajput throwback pushups video Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • સુશાંત સિંહ રાજપૂત બોક્સિંગ રિંગમા પણ હતો એક્ટપર્ટ, વીડિયો જોઇ ફેન્સ થયા ભાવુક

સુશાંત સિંહ રાજપૂત બોક્સિંગ રિંગમા પણ હતો એક્ટપર્ટ, વીડિયો જોઇ ફેન્સ થયા ભાવુક

 | 6:39 pm IST

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતએ પોતાના અભિનય અને કામથી લોકોના દીલમાં પોતાનું સ્થાન મક્કમ બનાવ્યું. આ અભિનેતાએ ટીવી જગતથી લઇ બોલિવૂડ સુધીનો સફર ખેડ્યો. સુશાંત સિંહ રાજપૂતના નિધનથી ન માત્ર તેના ફેન્સ પરંતુ બોલિવૂડના ઘણા સિતારોઓને પણ ઝાટકો લાગ્યો. આ સાથે જ કહેવામાં આવે છે કે, સુશાંત સિંહ અભિનયની સાથોસાથ અન્ય ઘણા કામમાં પણ એક્ટપર્ટ હતો. તાજેતરમાં તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમા તે રિંગમાં પુશઅપ કરતો નજર આવે છે. આ વીડિયોને જોઇ કહી શકાય છે કે, સુશાંત સિંહ રાજપૂત ફિટનેસના મામલે પણ એક્ટપર્ટ હતો.

સુશાંત સિંહ રાજપૂતનો આ વીડિયો તેના ફેનપેજે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કર્યો છે. આ વીડિયો તમામ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. એક્ટરના આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખથી વધારે લોઇ જોઇ ચૂક્યા છે. વીડિયોમાં એક્ટરનો અંદાજ અને તેની એનર્જી જોવા લાયક છે. સુશાંત સિંહ રાજપૂચના આ વીડિયોને લઇ તેના પ્રશંસકો કોમેન્ટ કરી રહ્યા છે. સાથે જ તેને યાદ પણ કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, સુશાંત સિંહ રાજપૂત 14 જૂને પોતાના ઘરમાં મૃત મળી આવ્યો હતો. તેના નિધનને લઇ પોલીસે અત્યાર સુધીમાં ઘણા લોકો સાથે પૂછપરછ કરી છે.

સુશાંતના નિધન બાદથી જ બોલિવૂડના કેટલાક લોકો અને ફેન્સ એ વાતનો આરોપ લગાવી રહ્યા હતા કે સુશાંત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પરિવારવાદ અને નેપોટિઝમનો શિકાર થયો અને માટે તે ડિપ્રેશનમાં આવી ગયો અને તેણે આત્મહત્યા કરી લીધી. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં ઘણા લોકોથી પૂછપરછ કરી છે અને તપાસ હાલમાં ચાલૂ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન