Sushmita Sen Adopts A Third Child After Renee And Alisah Sen?
  • Home
  • Entertainment
  • Bollywood
  • શું સુષ્મિતાએ બે છોકરીઓ પછી છોકરાને લીધો દત્તક? જાણો હકીકત

શું સુષ્મિતાએ બે છોકરીઓ પછી છોકરાને લીધો દત્તક? જાણો હકીકત

 | 10:23 am IST
  • Share

  • અભિનેત્રી સુષ્મિતાએ ત્રીજા બાળકને લીધું દત્તક

  • સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

  • બે છોકરી અને બાળક સાથે આપ્યા પોઝ

સુષ્મિતા સેન તાજેતરમાં ભૂતપૂર્વ બોયફ્રેન્ડ રોહમન શૉલ સાથે અલગ થયા પછી ચર્ચામાં છે. હવે, ભૂતપૂર્વ મિસ યુનિવર્સ ફરીથી સમાચારમાં છે કારણ કે એવી અટકળો છે કે તેણે અગાઉ બે પુત્રીઓ – રેની અને એલિસાને દત્તક લીધા પછી તેણે ત્રીજા બાળક એટલે કે એક છોકરાને દત્તક લીધો છે.

બાળક સાથેનો વીડિયો આવ્યો સામે

સુષ્મિતાને બુધવાર, 12 જાન્યુઆરીએ પાપારાઝીએ તેની બે પુત્રીઓ અને એક બાળક સાથે જોઈ હતી. આ બાળકે પીળા કપડા પહેર્યા છે. આ વીડિયોની સાથે જ સમાચાર આવવા લાગ્યા કે સુષ્મિતાએ ખરેખર ત્રીજું બાળક દત્તક લીધું છે. આ બધા મીડિયા માટે એક પરિવારની જેમ પોઝ આપી રહ્યા છે. જુઓ આ વિડિયો…

શું છે વિડિયોનું સત્ય

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s)

પરંતુ સત્ય એ છે કે અત્યાર સુધી ખુદ અભિનેત્રીએ આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. એક અહેવાલ મુજબ, આ બાળક તેના નજીકના મિત્રનું બાળક છે અને તેને સુષ્મિતાએ દત્તક લીધું નથી. વીડિયોમાં સુષ્મિતાને લાલ શૉલ પહેરેલી જોઈ શકાય છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સુષ્મિતા છેલ્લે ક્રાઈમ ડ્રામા ‘આર્યા’ની બીજી સીઝનમાં જોવા મળી હતી. આ શ્રેણી રામ માધવાણી દ્વારા બનાવવામાં આવી છે અને તે Disney+ Hotstar પર બે સીઝન સ્ટ્રીમિંગ સાથે સફળ રહી છે. તે ડચ શ્રેણી ‘પેનોજા’નું સત્તાવાર રૂપાંતરાણ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો