swaziland king mswati iii marriage to every year new girl
  • Home
  • Featured
  • રંગીલો રાજા: કુંવારી છોકરીઓને કપડાં વગર ડાન્સ કરાવે, જે ગમે એના સાથે દર વર્ષે કરે નવા-નવા લગ્ન

રંગીલો રાજા: કુંવારી છોકરીઓને કપડાં વગર ડાન્સ કરાવે, જે ગમે એના સાથે દર વર્ષે કરે નવા-નવા લગ્ન

 | 4:29 pm IST

આમ તો દુનિયામાં ઘણા સમય પહેલા જ રાજાશાહી પ્રથા નાબૂદ કરવામાં આવી છે. પરંતુ આજે પણ આફ્રિકામાં એક એવો દેશ છે જ્યાં સંપૂર્ણ પણે રાજાશાહી લાગુ છે. આ દેશનું નામ સ્વાઝીલેન્ડ છે. પરંતુ દેશની સ્વતંત્રતાને વર્ષ 2018માં 50 વર્ષ પૂરા થવાની ખુશીમાં ત્યાંનાં રાજાએ દેશનું નામ બદલીને ‘ધ કિંગડમ ઓફ ઇસ્વાતિની’ રાખી દીધું.

ઇસ્વાતિનીની કુલ વસ્તી લગભગ 1.3 મિલિયન છે. આ દેશની 63% વસ્તી હજી પણ ગરીબીની રેખા નીચે જીવે છે. પરતુ સ્વાઝીલેન્ડનો રાજા મસ્વાતી ત્રીજા હાલની તારીખે પણ વૈભવી જીવન જીવે છે અને તેની સંપત્તિ પણ દિવસેને દિવસે વધી જ રહી છે. મસ્વાતી ત્રીજા વિશ્વના સૌથી ધનિક રાજાઓમાં ગણાય છે. તેની પાસે 14 અબજથી વધુની સંપત્તિ છે. તેની પાસે અનેક લક્ઝરી કારો છે, જેમાં 19 રોલ્સ રોયસ, 20 મર્સિડીઝ અને 12 બીએમડબલ્યુ છે.

દર વર્ષે આ દેશમાં ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં રાણીની માતાના ગામ લુદજિજિનીમાં ‘ઉમ્હલાંગા સેરેમની’ મહોત્સવ થાય છે, જેમાં 10,000થી વધુ કુમારિકાઓ અને છોકરીઓ હોય છે. આ તહેવારમાં કુંવારી છોકરીઓ રાજાની સામે ડાન્સ કરે છે. એક રિપોર્ટ અનુસાર આ છોકરીઓમાંથી જ રાજા તેની નવી રાણીની પસંદગી કરે છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આ છોકરીઓ રાજા અને પ્રજાની સામે ડાન્સ કરે છે એ પણ કોઈ પ્રકારના કપડાં પહેર્યા વિના.

ઇસ્વાતિનીના રાજા મસ્વાતી ત્રીજાએ એપ્રિલ 1986માં સત્તા સંભાળી. તે સમયે તેમની ઉંમર ફક્ત 18 વર્ષ હતી. તે સમયે તે વિશ્વનો સૌથી યુવા શાસક હતો. રાજા મસ્વાતી ત્રીજાએ અત્યાર સુધીમાં 15 લગ્ન કર્યા છે, જેમાં તેમના 23 બાળકો છે. જો કે, ફક્ત તેની પ્રથમ બે પત્નીઓને શાહી દરજ્જો છે. 2015માં રાજા મસ્વાતી ત્રીજા ભારત-આફ્રિકા સમિટમાં ભાગ લેવા ભારત પણ આવ્યા છે. રાજા મસ્વાતી ત્રીજા 15 પત્નીઓ, બાળકો અને 100 સેવકો સાથે આવ્યા હતા. તેને દિલ્હીની ફાઇવ સ્ટાર હોટેલમાં રખાયો હતો, જેમાં 200 રૂમ તેના માટે બુક કરાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન