Sweating after wearing the device can generate electricity
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વૈજ્ઞાનિકોએ કર્યો ચમત્કાર, હવે મોબાઈલ ચાર્જરથી મળશે છુટકારો, આંગળીઓથી ચાર્જ થઈ જશે ફોન

વૈજ્ઞાનિકોએ કર્યો ચમત્કાર, હવે મોબાઈલ ચાર્જરથી મળશે છુટકારો, આંગળીઓથી ચાર્જ થઈ જશે ફોન

 | 4:33 pm IST
  • Share

આજકાલ સ્માર્ટફોનનો જમાનો ચાલી રહ્યો છે. દુનિયામાં મોટાભાગના લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. ટચ કરતા જ ફોન લોક થઈ જાય છે. પરંતુ અમે કહીએ કે ટચ કરતા જ કરતા જ તમારો ફોન ચાર્જ થવા લાગશે તો તમે આશ્ચર્યમાં મુકાઈ જસો. પરંતુ આ વાત સત્ય છે. વૈજ્ઞાનિકોએ એવું ડિવાઈસ તૈયાર કર્યું છે કે જે આંગળીઓમાં પહેર્યા બાત તમારો મોબાઈલ ચાર્જ કરી શકો છો. આ ડિવાઈસમાં પરસેવામાંથી વીજળી ઉત્પન્ન થશે. આ ડિવાઈસ અમેરિકાના કેલિફોર્નિયામાં બનાવવામાં આવ્યું છે. જો આવો જાણીએ આ ડિવાઈસ વિશે..

મળતી માહિતી મુજબ આ ડિવાઈસ સૈનડિએગોની કેલિફોર્નિયા યૂનિવર્સિટીની ટીમે તૈયાર કર્યું છે. તેમના મુજબ સુતા સમયે ડિવાઈસને પહેર્યા પછી પરસેવાથી વીજળી ઉત્પન્ન કરી શકાય છે. જેનાથી  મોબાઈલ અને સ્માર્ટવોચ ચાર્જ કરી શકાશે. 10 કલાક તમે આ ડિવાઈસ પહેરશો તો તમારો ફોન કે સ્માર્ટવોચ 24 કલાક ચાલે એટલું ચાર્જીંગ કરી શકશો.

આ ડિવાઈસ પર રિસર્ચ કરી રહેલી ટીમ દ્વારા નિવેદન આપતા જણાવવામાં આવ્યું હતું કે આ ડિવાઈસને આંગળીમાં પહેરી શકાય છે. સુતા સમયે પરસેવાથી વીજળી ઉત્પન્ન થશે. ત્રણ સપ્તાહ સતત પહેર્યા પછી આ સ્માર્ટફોનને ચાર્જ કરી શકશે. તેની ક્ષમતા જલદીથી વધે આશા છે. આ ડિવાઈસ એક પતલી પટ્ટી છે જેને પ્લાસ્ટરની જેમ આંગળીઓમાં ચારે બાજુ લપેટી શકાય છે. કાર્બન ફોમ ઈલેક્ટ્રોડના પરસેવાને સેકે છે અને તેને વીજળીમાં પરિવર્તીત કરે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન