Sweeti Parel Case Resolved: finger bone, burnt Mars Sutra, bracelet, 5 teeth found, 43 pieces of evidence revealed from clay
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • સ્વીટીની હત્યા સાબિત: આંગળીના અસ્થિ, બળેલું મંગળસૂત્ર, બ્રેસલેટ, 5 દાંત મળ્યાં, માટીમાંથી 43 પુરાવાનો ઘટસ્ફોટ

સ્વીટીની હત્યા સાબિત: આંગળીના અસ્થિ, બળેલું મંગળસૂત્ર, બ્રેસલેટ, 5 દાંત મળ્યાં, માટીમાંથી 43 પુરાવાનો ઘટસ્ફોટ

 | 7:07 am IST
  • Share

અજય પટેલે હત્યા કરી પત્નીની લાશ જ્યાં સળગાવેલી ત્યાંની માટીમાંથી ૪૩ અસ્થિ સહિત પુરાવાનો ઘટસ્ફોટ

વડોદરા ગ્રામ્ય એસઓજીમાં પીઆઈની ફરજ બજાવતા, લગ્ન જીવનમાં સતત વિખવાદ ધરાવતાં અને હાલ સસ્પેન્ડ થયેલા અજય પટેલે પત્ની સ્વીટી પટેલની અત્યંત ઠંડા કલેજે હત્યા કરી તેના જડબેસલાક ફોરેન્સિક પુરાવા પોલીસે શોધી કાઢયા છે.

જેમાં સ્વીટીની હત્યા કરી જ્યાં તેના મૃતદેહને સળગાવી દેવાયો હતો તે ભરૃચ અને દહેજ હાઈવે નજીકના અટાલી ગામના પાટિયા પાસેની હોટેલના પાછલા ભાગમાંથી સ્વીટી પટેલના હાથ-પગની આંગળીઓ, ખોપરીની નીચેના ભાગ અને કરોડરજ્જુના મણકાના અસ્થિ, સ્વીટીએ છેલ્લા શ્વાસ સુધી પહેરી રાખેલા મંગળસૂત્ર અને બ્રેસલેટનો સમાવેશ થાય છે. પોલીસ પાસે રહેલા ફોટોગ્રાફ્સ પરથી મંગળસૂત્ર અને બ્રેસલેટ સ્વીટીના જ હોવાના પુરવાર થયું છે.

અજય પટેલની ધરપકડ કરી તેની થોડી જ ક્ષણોમાં તેણે ગુનાની કબૂલાત કરી લીધી હતી. છતાં પણ જ્યારે કેસ ટ્રાયલ પર આવે અને આરોપી કોર્ટમાં ફરી જાય કે તે આવું કશું જ બોલ્યો નથી, તે સંભાવનાને ધ્યાને રાખી માત્ર તેના કન્ફેશન પર મદાર ન રાખી પોલીસે તેનો ગુનો પુરવાર કરવા તમામ નક્કર પુરાવા ભેગા કરવા તપાસ આરંભી. જેના ભાગરૃપે એફએસએલ દ્વારા તેના સસ્પેક્ટ ડિટેક્શન ટેસ્ટ અને પોલિગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ બંને ટેસ્ટના રિઝલ્ટ પોઝિટિવ આવ્યા હતા. જે સ્પષ્ટ દર્શાવે છે કે, અજય પટેલ જ પ્રાઈમ સસ્પેક્ટ છે અને તે અનેક સંવેદનશીલ પ્રશ્નોના ખોટા જવાબ આપી રહ્યો છે.

આ કેસમાં આરોપી પી.આઇ અજય દેસાઇ કાયદાનો જાણકાર હોવાથી પોલીસને તપાસમાં સહકાર આપતો નહોતો. જેથી પોલીસે ગાંધીનગર હ્લજીન્માં અજય દેસાઇનો સસ્પેક્ટ ડીટેકશન સિસ્ટમ (જીડ્ઢજી) અને પોલીગ્રાફ રિપોર્ટ કઢાવ્યો હતો. તે પોઝીટીવ આવતાં આરોપીની કરતુતના વધારે ફોરેન્સિક પુરાવા ક્રાઇમબ્રાંચને મળ્યા હતા. ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ સ્વિટી પટેલને જે જગ્યાએ સળગાવી દીધી હતી ત્યાં ખોદકામ કરતાં સ્કલ, સર્વાઇકલ, હાથ-પગની આંગળીઓ સહિતની ૪૩ અસ્થીઓ મળી હતી. ચારણાથી બળી ગયેલ માટી ચાળતાં સ્વિટી પટેલનુ અર્ધ બળેલ મંગળસુત્ર, વીંટી, બ્રેસલેટનો ટુકડો તેમજ પાંચ બળી ગયેલા દાંત પોલીસને મળ્યા હતા.

સ્વીટી હત્યા બાદ અજય દેસાઈએ તેની લાશને સસ્પેન્ડેડ પી.આઇ અજય દેસાઇએ સળગાવીને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે અમદાવાદ ક્રાઇબ્રાંચે તપાસ કરતાં સસ્પેન્ડેડ પી.આઇ અજય દેસાઇ જે જગ્યાએ રહેતો હતો તે વડોદરાની પ્રયોશા સોસાયટીના સીસીટીવી ફુટેજ બારીકાઇથી તપાસતાં અજયના ઘરમાં એક વ્યક્તિ કોઇ વસ્તુ કારમાં મુકતો હોવાના પુરાવા પોલીસને મળ્યા છે. તપાસ કરતાં તે વ્યક્તિ અન્ય આરોપી પી.આઇ અજય દેસાઇના મિત્ર અને આરોપી કિરીટસીહ જાડેજાનો માણસ હોવાનુ બહાર આવ્યુ હતુ. તે કીરીટસિંહના કહેવાથી જ ઘી, દુધ તથા દહી આપવા માટે આવ્યો હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી છે. તે વ્યક્તિનુ મેજીસ્ટ્રેટ સમક્ષ ઝ્રઇઁઝ્રની કલમ ૧૬૪ મુજબ નિવેદન લેવામાં આવ્યુ છે.

જે દિવસે સ્વીટી ગુમ થઈ એ દિવસે સૌથી પહેલી શંકાસ્પદ બાબત અજય દેસાઈ તેની કાર બંગલામાંથી બહાર પાર્ક કરતા હતા, પરંતુ એ રાત્રે કાર રાતના એક વાગે રિવર્સ કરી બંગલામાં મૂકી હતી. ત્યાર બાદ અજય દેસાઈનો કોલ રેકોર્ડ જોતાં તેમણે રાત્રે એક વાગે કરજણની એક હોટલના માલિકને ફેન કર્યાનું પકડાયું હતું. કાર બંગલાની બહાર નીકળે છે, ત્યારબાદ કરજણ ટોલનાકા પર દેખાઈ હતી.

જોકે રહસ્યમય રીતે જે હોટલમાલિકને અજય દેસાઈ મળવા હોટલ પર નીકળે છે. એ દિવસના હોટલના સીસીટીવી ફ્ૂટેજ ગુમ થઈ જાય છે. પોલીસ તપાસમાં દહેજ નજીક માનવ અસ્થિ મળે છે, એ મકાનની માલિકી પણ કરજણના હોટલ માલિક કિરીટસિંહ જાડેજાની હોઈ તેમજ પીઆઈ અજય દેસાઈના મોબાઈલ લોકેશન પણ ત્યાં જ બતાવતું હોઈ ક્રાઈમ બ્રાંચે આ દિશામાં પુરાવા મળ્યા બાદ અજય દેસાઈની સ્પષ્ટ સંડોવણી હોવાનું બહાર આવતાં તેની પૂછપરછ કરતાં આખરે તેણે ગુનાની કબૂલાત કરી લીધી હતી.

? જુઠ્ઠાણું પકડવા માટે પોલિગ્રાફ્ ટેસ્ટ એક ટેકનોલોજી છે.

? શકમંદની કેસ સંબંધિત પૂછપરછ કરવામાં આવે છે અને તે જવાબ આપે છે.

? આ સમયે વિશેષ મશીનની સ્ક્રીન પર એક ગ્રાફ્ બને છે.

? વ્યક્તિના શ્વાસ, હૃદયની ગતિ, બ્લડપ્રેશરમાં ફ્ેરફર મુજબ ગ્રાફ્ બને છે.

?ગ્રાફ્માં અચાનક ફ્ેરફર થાય તો એનો મતલબ કે વ્યક્તિ ખોટું બોલી રહી છે.

? આ ટેસ્ટમાં શરૃઆતમાં સામાન્ય પ્રશ્ન પૂછવામાં આવે છે.

?નામ, પિતાનું નામ, ઉંમર, સરનામું, પરિવાર સાથે જોડાયેલી જાણકારી પુછાય છે.

? બાદમાં અચાનક સંબંધિત ગુના અંગે સવાલો કરવામાં આવે છે.

? અચાનક ક્રાઈમ સાથે જોડાયેલા સવાલ પર શખસના ધબકારા, શ્વાસ વધી જાય છે.

?ગ્રાફ્માં ફ્ેરફર થાય તો એનો મતલબ વ્યક્તિ ખોટું બોલે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો