T20 WC 2021: If India lose the second warm-up match, Pakistan will dominate
  • Home
  • Sports
  • Cricket
  • T20 WC 2021: આજે ભારત હારશે તો પાકિસ્તાન ઇતિહાસ બદલશે

T20 WC 2021: આજે ભારત હારશે તો પાકિસ્તાન ઇતિહાસ બદલશે

 | 3:18 pm IST
  • Share

  • ટીમ ઇન્ડિયા પાસે તૈયારીની છેલ્લી તક
  • પાકિસ્તાનને હરાવવા આજની મેચ ખુબ જ મહત્ત્વની
  • આજે ટીમ ઇન્ડિયાની બીજી વોર્મ-અપ મેચ

ટી-20 વર્લ્ડકપ યૂએઇ અને ઓમાનની ધરતી પર રમાય રહ્યો છે. હાલમાં આ ટૂર્નામેન્ટમાં રાઉન્ડ 1ના મુકાબલા રમાઈ રહ્યા છે. ભારતીય ટીમને ટી-20 વર્લ્ડકપ 2021ને જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ભારતે પોતાના પ્રથમ વોર્મ-અપ મેચમાં ઈંગ્લેન્ડને 7 વિકેટે ધૂળ ચટાડી હતી. પ્રથમ અભ્યાસ મેચ બાદ ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓ ફોર્મમાં પરત ફર્યા છે. વિરાટ કોહલી ઈચ્છશે કે ટી-20 વર્લ્ડકપના અભિયાનની શરૂઆતમાં જ પાકિસ્તાનને રગદોળવામાં આવે. હાલમાં દુબઈમાં રમાઇ રહેલ બીજી વોર્મ-અપ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી છે.

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બીજી વોર્મ-અપ મેચમાં વિરાટ કોહલી બેંચ સ્ટ્રેંથનો ઉપયોગ કરવા માગશે. જે ખેલાડીઓને હજુ સુધી રમવાની તક મળી નથી. તે તેમને રમાડવા માગશે. કોહલીએ અભ્યાસ મેચ પહેલા કહ્યું હતું કે, પાકિસ્તાન વિરૂદ્ધની મેચમાં ઓપનિગ માટે કેએલ રાહુલ રોહિત શર્મા સાથે ઉતરશે. ત્યાં જ કોહલી ત્રીજા સ્થાન પર બેટિંગ કરશે.

ચોથા સ્થાન માટે ઘણા દાવેદાર

પાકિસ્તાન વિરૂદ્ધ પ્લેઇંગ ઇલેવન માટે પ્રથમ 3 સ્થાન નક્કી છે પરંતુ ચોથા સ્થાનને લઇ ઘણા દાવેદાર છે. સૂર્યકુમાર યાદવને વોર્મ-અપ મેચમાં ઋષભ પંત પહેલા મોકલાયો હતો, ત્યાં જ રોહિત સાથે રાહુલ ઓપનિંગ કરે છે તો સૂર્યકુમારના સ્થાને ઇશાન કિશનને મોકલી શકાય છે. જોકે યાદવ પોતાની લયમાં નજર નથી આવી રહ્યો. યાદવે આઈપીએલમાં પણ કોઇ મોટી ઇનિંગ રમી નથી.

આઇસીસીના આયોજનોમાં પાકિસ્તાન વિરૂદ્ધ ટીમ ઇન્ડિયાનાનો ખુબજ શાનદાર રેકોર્ડ રહ્યો છે. આઇસીસી ટી-20 વિશ્વકપમાં ભારતનો પોતાના પાડોસી વિરૂદ્ધ 5-0નો રેકોર્ડ છે.

બંને ટીમના 15 સદસ્યો

ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ-કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, ઇશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેસ, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્નર કુમાર અને મોહમ્મદ શમી.

ઓસ્ટ્રેલિયા: આરોન ફિંચ (કેપ્ટન), પૈટ કમિંસ, એશ્ટન એગર, જોશ હેઝલવુડ, જોશ ઇંલગિસ, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, મિશેલ સ્વીપસન, મેથ્યુ વેડ, ડેવિડ વોર્નર, એડમ જામ્પા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો