T20 WC: Indian players take knee, Team Pakistan put hand on heart
  • Home
  • Sports
  • Cricket
  • INDvsPAK: મેચ પહેલાં ભારતના ખેલાડીઓ કેમ ઘૂંટણિયે બેઠા? ચારેકોર વખાણ

INDvsPAK: મેચ પહેલાં ભારતના ખેલાડીઓ કેમ ઘૂંટણિયે બેઠા? ચારેકોર વખાણ

 | 9:06 pm IST
  • Share

  • ભારતીય ટીમે કંઇક એવું કર્યું જેનું દરેક લોકોએ દિલ જીતી લીધું

  • ગયા વર્ષે અમેરિકાથી શરૂ થયેલ બ્લેક લાઇફ મેટર મુવમેન્ટનું સતત દુનિયાએ સમર્થન કર્યું

  • મેચની શરૂઆત પહેલાં આ પ્રકારની મુવમેન્ટનો સપોર્ટ કરી રહ્યા છે ખેલાડીઓ

T20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની વિરૂદ્ધ રમાયેલ મુકાબલામાં ભારતીય ટીમે કંઇક એવું કર્યું જેનું દરેક લોકોએ દિલ જીતી લીધું. મેચની શરૂઆત પહેલાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ બાઉન્ડ્રીની બહાર આવું જ કર્યું.

પાકિસ્તાની ટીમના તમામ ખેલાડી ઘૂંટણિયે તો ના બેઠા પરંતુ તેમણે હૃદય પર હાથ મૂકીને આ મુવમેન્ટનો સપોર્ટ કર્યો.

ગયા વર્ષે અમેરિકાથી શરૂ થયેલ બ્લેક લાઇફ મેટર મુવમેન્ટનું સતત દુનિયાએ સમર્થન કર્યું છે. આ મુવમેન્ટની સાથે હવે તમામ પ્રકારના ભેદભાવને દૂર કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. ટી-20 વર્લ્ડકપમાં સતત ટીમો આવું જ કરી રહી છે અને મેચની શરૂઆત પહેલાં આ પ્રકારની મુવમેન્ટનો સપોર્ટ કરી રહ્યા છે.

ભારત અને પાકિસ્તાનની વચ્ચે રવિવારના રોજ ટી-20 વર્લ્ડકપના આ હાઇવોલ્ટેજ મેચ રમાઇ. બંને ટીમો લાંબા સમય બાદ એકબીજાની સામે રમી રહી છે. તેના લીધે જ આ મેચ પર દરેલ લોકોની નજર હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો