T20 World Cup 2021 Sohaib Maqsood ruled out, Shoaib Malik named replacement pakistan Team
  • Home
  • Sports
  • Cricket
  • ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાને હરાવવા પાકિસ્તાન રમી ગયું મોટો દાવ

ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાને હરાવવા પાકિસ્તાન રમી ગયું મોટો દાવ

 | 8:26 pm IST
  • Share

  • પાકિસ્તાને ટી-20 વર્લ્ડકપ ટીમમાં ફેરબદલ કર્યો
  • પાકિસ્તાન ટીમમાં શોએબ મલિકને સામેલ કરાયો
  • શોએબ મલિક 5 વખત ટી-20 વર્લ્ડકપ રમી ચૂક્યો છે.

આઇસીસી ટી-20 વર્લ્ડકપ 2021 પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં વધુ એક ફેરબદલ કરવામાં આવ્યો છે. હવે એક એવા દિગ્ગજ ક્રિકેટરને ટીમમાં એન્ટ્રી આપવામાં આવી છે જે આ ફોર્મેટમાં ચેમ્પિયન રહ્યો છે.

શોએબ મલિકની લાગી લોટરી

શોએબ મકસુદ ટી-20 વર્લ્ડકપ 2021થી બહાર થઇ ગયો છે, કારણ કે તેની પીઠની નીચેના ભાગમાં ઇજા થઇ છે. હવે તેના સ્થાને ક્રિકેટર શોએબ મલિકને પાકિસ્તાનની ટીમમાં સામેલ કરાયો છે. 7 ઓક્ટોબરે શોએબ મકસુદની પીઠનું એમઆરઆઇ સ્કેન કરવામાં આવ્યું કારણ કે એક દિવસ પહેલા તે ઇજાગ્રસ્ત થયો હતો. પછી તે ગુરૂવારે સેન્ટ્રલ પંજાબ વિરૂદ્ધ મેચ રમી શક્યો નહોતો.

મકસુદની દિલ તૂટ્યું

પાકિસ્તાન ટીમમાં ચીફ સિલેક્ટર્સ મોહમ્મદ વસીમે કહ્યું,‘ટી-20 વર્લ્ડકપ 2021થી બહાર થવા પર શોએબ મકસુદ નિરાશ થઇ ગયો છે, કારણ કે તેને આ ટૂર્નામેન્ટ માટે ખુબ જ મહેનત કરી હતી અને તે શાનદાર ફોર્મમાં હતો. અમને તેની ચિંતા છે, પરંતુ ઇજા રમતનો એક ભાગ છે. મને વિશ્વાસ છે કે રિહૈબ બાદ તે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઇ જશે અને ભવિષ્યના અભિયાનોમાં તે હાજર રહેશે.

મલિકનો અનુભવ કામ આવશે.

મોહમ્મદ વસીમે આગળ કહ્યું,‘ટીમ મેનેજમેન્ટ સાથે વાતચીત કર્યા બાદ અમે તેના સ્થાને શોએબ મલિકને સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. મને આશા છે કે શોએબ મલિકનો અનુભવ ટીમ માટે ફાયદાકારક રહેશે.’

5 વખત ટી-20 વર્લ્ડકપ રમી ચુક્યો છે મલિક

શોએબ મલિકને ટી-20 વર્લ્ડકપનો બહોળો અનુભવ છે. તે વર્ષ 2007માં પાકિસ્તાન ટીમનો કેપ્ટન હતો, 2009માં તે ચેમ્પિયન ટીમનો સદસ્ય હતો. 2012માં એડિશન તેને મિસ કર્યું હતું, પરંતુ પછી 2012, 2014 અને 2014 અને 2016માં તેણે આ ગ્લોબલ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો