know here taarak mehta ka ooltah chashmah basic salary of star cast
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • અસિત મોદીની દરિયાદિલી: ‘તારક મહેતા…’ના કલાકારો કામ કરે કે ન કરે,પગાર તો મળી જ જાય

અસિત મોદીની દરિયાદિલી: ‘તારક મહેતા…’ના કલાકારો કામ કરે કે ન કરે,પગાર તો મળી જ જાય

 | 6:44 pm IST
  • Share

હાલમાં મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે લોકડાઉન લાદવામાં આવ્યું છે. ત્યારે દરેક ફિલ્મ અને સીરિયલનું શુટિંગ પણ બંધ છે જેથી કેટલાય કલાકારો આર્થિક રીતે સંકટનો સામનો કરી રહ્યાં છે. જો કે ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના એક્ટર્સ માટે આ પરિસ્થિતિ કંઈક અલગ છે. જ્યાં સુધી આ લોકો શો સાથે જોડાયેલા છે ત્યાં સુધી પ્રોડ્યૂસર અસિત મોદી પગાર આપતા રહેશે. કલાકારો કામ કરે કે ના કરે દર મહિને બેઝિક પગાર મળી રહ્યો છે.

જો વિગતે વાત કરીએ તો તારક મહેતાના દરેક એક્ટરના અનુભવના હિસાબે બેઝિક સેલરી નક્કી કરેલી છે. બેઝિક સેલરી ઉપરાંત મહિનામાં જે-તે એક્ટર જેટલાં દિવસ શૂટિંગ કરે છે, તે પ્રમાણે ફી મળે છે. એમાં પણ એક એવા નિયમ વિશે જાણવા મળ્યું છે કે આ ફી દર ત્રણ મહિને આપવામાં આવે છે, જ્યારે બેઝિક સેલરી દર મહિને મળે છે. સિરિયલમાં અબ્દુલનું પાત્ર ભજવનાર શરદ સાંકલાએ આ વિશે વાત કરી હતી કે-આ સમયે અમારી ટીમમાંથી માત્ર નટુકાકા-અબ્દુલ, એક્ટ્રેસિસ તથા ટપુસેના સિવાયના તમામ એક્ટર્સ ગુજરાત શૂટિંગ માટે ગયા છે.

શરદે એપિસોડ વિશે વાત કરી કે, આ એપિસોડમાં ગોકુલધામ સોસાયટીના માત્ર પુરુષો જ જોવા મળશે. પોતાના વિશે પણ વાત કરી કે શોમાં હું દુકાનદારનું પાત્ર ભજવું છું અને આ સ્ટોરીલાઈનમાં હું ફિટ બેસતો નથી. મારી જેમ જ ઘણાં પાત્રો આ સ્ટોરીલાઈન માટે યોગ્ય નથી. આથી અમે અત્યારે મુંબઈમાં જ છીએ. થોડાં અઠવાડિયા અમે ઘરે જ રહીશું. અમારી ઇન્ડસ્ટ્રીમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે.

શરદે વાત કરી કે હાલમાં સમય એવો છે કે મોટાભાગના અભિનેતાઓની આવક શૂટિંગ પર જ નિર્ભર કરે છે. આવા સમયે અમે નસીબદાર છીએ કે અમારા પ્રોડ્યૂસર અમારું ખુબ જ ધ્યાન રાખે છે. અમે શૂટિંગ ના કરીએ તો પણ અમને બેઝિક સેલરી તો આપવામાં આવે જ છે. અમારી ટીમમાંથી કોઈને કંઈ વાંધો નથી. આ પહેલાં ઘનશ્યામ નાયકે કહ્યું હતું કે, ‘અસિત મોદી મારા માટે ભગવાનની જેમ છે. તેમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો. ત્યારે હવે અસિત મોદીની આ દરિયાદિલી ખુબ જ વાયરલ થઈ રહી છે અને લોકો પણ પ્રસંશા કરી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન