taarak mehta monika bhadoriya aka bawri goodbye to show
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘તારક મહેતા…’નાં દા’ડા-પાણી આવી ગયા કે શું? પૈસાના કારણે વધુ એક અભિનેત્રીએ શો છોડ્યો!

‘તારક મહેતા…’નાં દા’ડા-પાણી આવી ગયા કે શું? પૈસાના કારણે વધુ એક અભિનેત્રીએ શો છોડ્યો!

 | 2:47 pm IST

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘દયાબેન’ એટલે કે દિશા વાકાણી લાંબા સમયથી ગાયબ જ છે. ત્યારબાદ રિટા રિપોર્ટરનો રોલ કરતી અભિનેત્રી પ્રિયા પણ ગર્ભવતીના કારણે બ્રેક લેશે અને હવેવે વધુ એક એક્ટ્રેસે સીરિયલને અલવિદા કહી દીધું છે. તારક મહેતામાં બાવરીનો રોલ કરતી એક્ટ્રેસ મોનિકા ભદોરિયાએ સીરિયલ છોડી દીધી છે.

મળતા રિપોર્ટ મુજબ, મોનિકા પોતાના પે-સ્કેલથી ખુશ નહોતી. તે ખાસ્સા સમયથી શોના મેકર્સ પાસે પે-સ્કેલમાં વધારો માગતી હતી. પરંતુ લાંબી વાતચીત છતાં પણ કોઈ ઉકેલ ના આવતાં મોનિકાએ શો છોડી દીધો. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પોતાના વિશે વાત કરતાં મોનિકાએ જણાવ્યું, “આ સીરિયલ અને મારું પાત્ર મારા દિલની નજીક છે. મારો પે-સ્કેલ વધે તેવી મારી ઈચ્છા હતી પરંતુ શોના મેકર્સ આ માટે તૈયાર ના થયા.

આગળ અભિનેત્રીએ એવી પણ ઈચ્છા દર્શાવી કે, જો મારો પે-સ્કેલ વધારી આપવામાં આવશે તો મને શોમાં પરત આવવામાં કોઈ વાંધો નથી. અને હા, એ વાત સાચી છે કે હું હવે આ શોનો ભાગ નથી.” ઉલ્લેખનીય છે કે, મોનિકા છેલ્લા 6 વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બાવરીના રોલમાં જોવા મળતી હતી. મોનિકાએ પોતાનો છેલ્લો એપિસોડ 20 ઓક્ટોબરે શૂટ કર્યો હતો.

આ વીડિયો પણ જુઓ: મહારાષ્ટ્રમાં નવી સરકાર થઈ શકે જાહેર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન