taarak mehta ka ooltah chashmah shoot resumes at a resort
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘તારક મહેતા…’ શોના ફેન્સ માટે સૌથી સારા સમાચાર, મુંબઈ બહાર રિસોર્ટમાં શરૂ થયું શુટિંગ

‘તારક મહેતા…’ શોના ફેન્સ માટે સૌથી સારા સમાચાર, મુંબઈ બહાર રિસોર્ટમાં શરૂ થયું શુટિંગ

 | 7:15 pm IST
  • Share

મહારાષ્ટ્રમાં લોકડાઉન પછી ઘણા ટીવી શો નિર્માતાઓએ જુદા જુદા શહેરોમાં શૂટિંગ કરવાનું નક્કી કર્યું છે, ઘણા ટીવી શોએ તેનું શૂટિંગ બંધ પણ કરી દીધું છે. ત્યારે હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતાઓએ પણ નવો નિર્ણય કર્યો છે અને રોકી રાખેલા શૂટિંગને ફરીથી શરૂ કર્યું છે. કારણ કે બંધ હોવાના કારણે સમગ્ર કાસ્ટ અને ક્રૂ પણ મુશ્કેલીમાં મુકાયા હતા.

દરેક વ્યક્તિ વિચારતા હતા કે કોઈક રીતે બધું જલ્દીથી ઠીક થવું જોઈએ અને તે બધા કામ પર પાછા ફરે. હવે એવા અહેવાલ આવી રહ્યા છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. શોના નિર્માતા અસિત કુમાર મોદીએ મુંબઈની બહાર જઇને શૂટિંગ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે જેથી પ્રેક્ષકોનું મનોરંજન થતું રહે.

એક નેશનલ ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં અસિત મોદીએ કહ્યું કે તેઓ મુંબઈની બહાર આવેલા એક રિસોર્ટમાં બાયો બબલ બનાવીને આખી ટીમનું શૂટિંગ કરી રહ્યાં છે. અસિત મોદીએ કહ્યું કે કોઈ બહાર અંદર જતું નથી અને તેઓ સંપૂર્ણ તૈયારી અને આવશ્યક ચીજો સાથે આખી ટીમ સાથે આવ્યાં છે. અસિત મોદીએ કહ્યું કે, જો કોઈ કલાકાર અથવા ટીમના સભ્ય મુંબઈથી આવે છે, તો પણ તેને પહેલાં આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે.

અસિત મોદીએ કહ્યું કે તે અને આખી ટીમ મળીને એકબીજાને સાથ આપી રહી છે. સેટ પર બહુ ઓછા ક્રૂને રાખ્યા છે. બધા કલાકારો એકસાથે મળીને નાના નાના કામો કરે છે. અસિત મોદીએ કહ્યું કે તેમનો આખો પરિવાર મુંબઇમાં છે, પરંતુ તે અહીં શોના શુટિંગના કારણે કાસ્ટ સાથે રોકાઈ રહ્યો છે. આ પણ તેમનો પરિવાર જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન