Take special care of something while working out in the heat
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગરમીમાં વર્કઆઉટ વખતે અમુક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું

ગરમીમાં વર્કઆઉટ વખતે અમુક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું

 | 7:25 am IST
  • Share

ગરમી શરૂ થતાની સાથે જ આપણે સ્વાસ્થ્ય પ્રત્યે થોડા બેદરકાર થઈ જઈએ છીએ. ગરમીમાં કઈ ખાવાની ઈચ્છા થતી નથી કે વર્કઆઉટ કરવાની પણ ઈચ્છા નથી થતી. અને અંતે વર્કઆઉટ ના કરવાના કોઈને કોઈ બહાના શોધી કાઢીએ છીએ અને પછી ટાળી દઈએ છીએ. પણ બહાના કાઢીને વર્કઆઉટ સ્કીપ કરવું જોઈએ નહી. યોગ અને કસરત માટે કોઈ એક સમય નક્કી કરી તે સમયે વર્કઆઉટ કરી શકો છો.

ગરમીમાં ખરા બપોરમાં વર્કઆઉટ કરવાથી શરીરમાં રહેલું નેચરલ કુલિંગ સિસ્ટમ ફેલ થવાનો ભય રહે છે. આ કારણે કસરત કરતી વખતે જરાપણ બેદરકારી રાખવી નહી. કસરત સમયે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે નહી તો તેનું ખરાબ પરિણામ ભોગવવું પડે છે.

માત્ર પાણી પર નિર્ભર ના રહેવું

ગરમીની સીઝનમાં વર્કઆઉટ દરમિયાન માત્ર પાણી પર જ નિર્ભરના રહેવું જોઈએ નહી. પાણીની સાથે કઈક ખાતા પણ રહેવું જરૂરી છે. કારણ કે વર્કઆઉટ સમયે પરસેવા મારફતે શરીર ડિહાઈડ્રેટ થવાની સાથે સાથે આપણા શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સ અને મીઠાની પણ ઉણપ વર્તાય છે. ઈલેક્ટ્રોલાઈટ્સ એક એવું ખનીજ છે જે આપણા શરીરમાં પ્રવાહી પદાર્થોને નીયમીત અને નિયંત્રણ કરવાનું કામ કરે છે. આ કારણે આપણા શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સનું સંતુલન હોવું ખૂબ જ જરૂરી છે.

કસરત કરવાનો સમય નક્કી કરો

ગરમીમાં સમય મુજબ કસરત કરવી ખૂબ જ જરૂરી છે. મોટાભાગના લોકો સવારે વહેલા નથી ઊઠી શક્તા અને તે પછી કોઈપણ સમયે વર્કઆઉટ કરવા લાગી જાય છે. પણ આ નીયમ ખોટો છે. વર્ક આઉટ કરવા માટે યોગ્ય ટાઈમ ટેબલ બનાવો અને કોઈપણ એક સમય નક્કી કરો. તેમાં પણ ઉનાળાના ખરા બપોરમાં મોટેભાગે સવારે ૧૦થી બપોરે ૩ વાગ્યાના સમયગાળામાં ક્યારેય પણ કસરત કરવી નહી. જો તમે સવારે મોડા ઊઠો છો તો સૂર્યાંસ્ત પછી તમે કસરત કરી શકો છો. અને જો ગરમી વધારે હોય તો તમે બહાર જવાને બદલે ઘરમાં રહીને જ વર્કઆઉટ કરી શકો છો. ખરી ગરમીમાં તમે વર્ક આઉટ કરશો તો તમારી કુલિંગ સિસ્ટમ પર તેની અસર થઈ શકે છે.

વર્કઆઉટ સમયે ઢીલા અને હળવા રંગના કપડા પહેરવા

ગરમીમાં વર્કઆઉટ કરવા માટે યોગ્ય કપડાની પસંદગી કરવી ખૂબ જરૂરી છે. આ કારણે વર્કઆઉટ કરવા સમયે કપડાના રંગનને પણ ધ્યાનમાં રાખવો જોઈએ. ઉનાળામાં ડાર્ક રંગના કપડા પહેરવાથી વધારે ગરમી લાગે છે, કારણ કે તે ગરમીને અંદર શોષે છે. જ્યારે હળવા રંગના કપડા પહેરવાથી આરામ દાયક લાગે છે. રંગની સાથે સાથે કપડા ઢીલા હોવા પણ ખૂબ જરૂરી છે. કારણ કે ટાઈટ કપડા પહેરવાથી કસરત કરવામાં તકલીફ રહે છે. આ કારણોસર વર્કઆઉટ કરતા પહેલા હળવા રંગના અને ઢીલા કપડા પર પસંદગી ઊતારવી.

સનસ્ક્રીનનો કરો ઉપયોગ

ગરમી હોય, વરસાદ હોય કે પછી ઠંડી હોય જો તમે બહાર જઈને વર્ક આઉટ કરતા હોવ તો જરૂરી છે કે સ્કીન ઉપર એસપીએફ ૩૦ અથવા તેના કરતા પણ વધારે એસપીએફનું સનસ્ક્રીન લગાવવું ના ભુલવું. જો તમે સનસ્ક્રીન લગાવવું ચૂકી ગયા તો તમને સનબર્ન થવાની શક્યતા રહે છે. અને સનબર્ન થતા સ્કીનનો ગ્લો જતો રહે છે અને બીજી સમસ્યાઓ પણ સર્જાય છે. આ બધાથી બચવા બહાર નીકળતી વખતે સનસ્ક્રીન જરૂરથી લગાવવું.

પાણીને રાખો પાસે

જ્યારે પણ વર્કઆઉટ કરો પાણીની બોટલને હંમેશા પાસેજ રાખો. વર્કઆઉટ દરમિયાન અમુક સમયના અંતરે પાણી જરૂરથી પીવું જોઈએ. જો વર્કઆઉટ દરમિયાન પાણી પીવામાં ના આવે તો શરીરમાં પાણીની ઉણપ સર્જાય છે. આ ઉપરાંત અન્ય એનર્જી ડ્રીંકનો પણ તમારા ડાયટમાં સમાવેશ કરો.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન