Taliban are normal civilians, not military outfits, says Imran Khan
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ઇમરાન ખાનનું શરમજનક નિવેદન, તાલિબાનના આતંકીઓને ગણાવ્યા ‘સામાન્ય નાગરિક’

ઇમરાન ખાનનું શરમજનક નિવેદન, તાલિબાનના આતંકીઓને ગણાવ્યા ‘સામાન્ય નાગરિક’

 | 11:03 am IST
  • Share

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન નિયાજીએ અફઘાનિસ્તાનમાં ખૂનની હોળી ખેલી રહેલા તાલિબાન આતંકીઓને સામાન્ય નાગરિક ગણાવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં બધું જ બર્બાદ કરી નાંખ્યું. ઇમરાને કહ્યું કે પાકિસ્તાનમાં 30 લાખ શરણાર્થી રહે છે અને પાકિસ્તાન કેવી રીતે તેની વિરૂદ્ધ કાર્યવાહી કરી શકે છે. તેમણે કહ્યું કે આ શરણાર્થીઓમાં મોટાભાગના પશ્તૂન છે. આ એ જ જાતિ છે જે અફઘાનિસ્તાનમાં લડી રહ્યું છે.

ઇમરાન ખાને પીબીએસને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે હવે તેમની 5 લાખ લોકોની શિબિર છે. તાલિબાન કોઇપણ પ્રકારનું સૈન્ય સંગઠન નથી, તે સામાન્ય નાગરિક છે. જો આ શિબિરોમાં સામાન્ય નાગરિક છે તો પાકિસ્તાન તેમની વિરૂદ્ધ કેવી રીતે કાર્યવાહી કરી શકે છે. તમે તેમને (આંતકીઓની) શરણસ્થળી કેવી રીતે કહી શકો છો. જ્યારે તેમને પાકિસ્તાનમાં આતંકીઓના સુરક્ષિત આશરા અંગે પૂછયું તો કહ્યું કે કયાં સુરક્ષિત આશરો છે? પાકિસ્તાનમાં 30 લાખ શરણાર્થી છે. તેઓ એ જાતિમાંથી આવે છે જેમાંથી તાલિબાન આવે છે.

તાલિબાનની સૈન્ય, નાણાંકીય અને ગુપ્ત મદદ કરી રહ્યું છે પાકિસ્તાન
પાકિસ્તાન પર લાંબા સમયથી આરોપ લાગતા રહ્યા છે કે તેઓ અફઘાન સરકારની વિરૂદ્ધ તાલિબાનની સૈન્ય, નાણાંકીય અને ગુપ્તચર મદદ કરી રહ્યું છે. ઇમરાન ખાને આ આરોપોને નકારતા કહ્યું કે આ સંપૂર્ણપણે અનુચિત છે. ઇમરાન ખાને દાવો કર્યો કે હજારોની સંખ્યામાં પાકિસ્તાની લોકોએ અફઘાનિસ્તાનમાં અમેરિકન યુદ્ધ દરમ્યાન પોતાના જીવ ગુમાવી દીધા. એ પણ ત્યારે જ્યારે પાકિસ્તાનને આ યુદ્ધ સાથે કોઇ લેવા-દેવા નથી.

આપને જણાવી દઇએ કે સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના રિપોર્ટ પ્રમાણે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના 6 હજાર આતંકી અફઘાન સરહદની અંદર સક્રિય છે. તેઓ તાલિબાનની મદદ કરી રહ્યા છે. એટલું જ નહીં તાલિબાનની મદદ કરવાના આરોપોને લઇ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વચ્ચે જુબાની જંગ તેજ થઇ ગયો છે. ઉઝબેકિસ્તાનની રાજધાની તાશકંદમાં પાછલા દિવસોમાં આયોજીત એક આંતરરાષ્ટ્રીય શિખર સંમેલનાં અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ તાલિબાનને સમર્થન આપવા માટે પાકિસ્તાનની જોરદાર ટીકા કરી હતી. મોટી વાત એ છે કે આ દરમ્યાન મંચ પર પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાન પણ બેઠા હતા. ગનીએ કહ્યું કે અશરફ ગનીએ તાલિબાનને મદદ કરવા માટે 10 હજાર જેહાદી અફઘાનિસ્તાનમાં મોકલ્યા છે.

પાકિસ્તાનમાંથી 10 હજાર જેહાદી ઘૂસ્યા
રાષ્ટ્રપતિ અશરફ ગનીએ ‘મધ્ય અને દક્ષિણ એશિયા ક્ષેત્રીય સંપર્ક: પડકારો અને અવસર’ વિષય પર આયોજીત સંમેલનમાં કહ્યું કે ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે ગયા મહિને પાકિસ્તાન અને બીજી જગ્યાઓથી લગભગ 10000થી વધુ જેહાદી લડાકુ અફઘાનિસ્તાનમાં ઘૂસ્યા છે. આટલી મોટી સંખ્યામાં લડાકોની ઘૂસણખોરીથી તેમના સહયોગીઓ અને આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનોના સહયોગનો સંકેત મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન