Taliban unlikely to participate in UN General Assembly session
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • તાલિબાન UN મહાસભાને સંબોધિત કરી શકશે નહીં, પાકિસ્તાન-ચીનની ચાલ નિષ્ફળ!

તાલિબાન UN મહાસભાને સંબોધિત કરી શકશે નહીં, પાકિસ્તાન-ચીનની ચાલ નિષ્ફળ!

 | 12:47 pm IST
  • Share

– UNGAમાં પ્રતિનિધિત્વની માંગણી કરનાર તાલિબાનને મોટો ઝાટકો લાગ્યો
– તાલિબાની આતંકી હવે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વર્તમાન સત્રને સંબોધિત કરી શકશે નહીં
– પાકિસ્તાન અને ચીનની ઇચ્છા હતી કે તાલિબાનને સત્રને સંબોધિત કરવાનો મોકો આપવામાં આવે

ચીન અને પાકિસ્તાનના ઇશારા પર સંયુકત રાષ્ટ્ર મહાસભા (UNGA) સત્રમાં પોતાના પ્રતિનિધિત્વની માંગણી કરતાં તાલિબાની આતંકીઓને જોરદાર ઝાટકો લાગ્યો છે. તાલિબાની આતંકી હવે સંયુકત રાષ્ટ્ર મહાસભાના વર્તમાન સત્રને સંબોધિત કરી શકશે નહીં. પાકિસ્તાન અને ચીનની ઇચ્છા હતી કે તાલિબાનને સંયુકત રાષ્ટ્ર સત્રને સંબોધિત કરવાની તક મળે પરંતુ ભારતના વિરોધ બાદ ત્રણેયની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.

એટલું જ નહીં હજુ પણ સંયુકત રાષ્ટ્રમાં અફઘાનિસ્તાનના રાજનયિક મિશન પર પૂર્વવર્તી અશરફ ગની સરકારના પ્રતિનિધનો જ કબ્જો છે. એટલું જ નહીં અફઘાન દૂતે જ મંગળવારના રોજ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેનના સત્રમાં ભાગ પણ લીધો. પાકિસ્તાની અખબાર ડોને એક સૂત્રના હવાલેકહ્યું કે અફઘાન સરકારના પ્રતિનિધિ ત્યાં સુધી સંયુકત રાષ્ટ્રમાં મિશન પર કબ્જો જમાવી રાખશે જ્યાં સુધી પરિચય પત્ર આપનાર કમિટી આના પર નિર્ણય ના લઇ લે.

કમિટી નિર્ણય કરશે કે કોને સંયુકત રાષ્ટ્રમાં પ્રતિનિધિત્વ આપવાનું છે
ગઇ 15મી સપ્ટેમ્બરના રોજ સંયુકત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુતેરેસને વર્તમાન અફઘાન દૂત ગુલામ ઇસાકઝઇનો પત્ર મળ્યો છે જેમાં તેમણે ભારપૂર્વક કહ્યું કે તેઓ અને તેમની ટીમના અન્ય સભ્ય મહાસભાની બેઠકમાં અફઘાનિસ્તાનનું પ્રતિનિધિ કરશે. ત્યારબાદ 20 સપ્ટેમ્બરના રોજ તાલિબાનના નિયંત્રણવાળા અફઘાન વિદેશ મંત્રાલયે પણ એક પત્ર લખીને મહાસચિવથી મહાસભા બેઠકમાં ભાગ લેવા માટે મંજૂરી માંગી. હવે પરિયચ પત્ર આપનાર કમિટી એ નિર્ણય કરશે કે કોને સંયુક્ત રાષ્ટ્રમાં પ્રતિનિધિત્વ આપવાનું છે.

અફઘાનિસ્તાનને આગામી 27 સપ્ટેમ્બરના રોજ મહાસભામાં સંબોધિત કરવાનું છે અને એ વાતની કોઇ પણ આશા નથી કે ત્યાં સુધીમાં કમિટી તાલિબાનને માન્યતા આપી દે. જો તે આપી પણ દે તો વિવાદને ઉકેલવો બે થી ત્રણ દિવસમાં આવી શકે નહીં. એટલું જ નહીં આ કમિટીના સભ્ય અમેરિકા એ વાતને લઇ ઉતાવળમાં નથી કે તાલિબાનને માન્યતા આપી દે. તો ભારત સતત માંગણી કરી રહ્યું છે કે અફઘાનિસ્તાનની અગાઉની સરકારના પ્રતિનિધિને જ દેશનું પ્રતિનિધિત્વ 27મી સપ્ટેમ્બરના રોજ કરવા માટે સોંપી દેવું જોઇએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો