Team India batsman Prithvi Shaw's rumored girlfriend Prachi Singh
  • Home
  • Sports
  • Cricket
  • આ સુંદર હસીનાને ડેટ કરી રહ્યો છે ટીમ ઇન્ડિયાનો યુવા બેટ્સમેન!

આ સુંદર હસીનાને ડેટ કરી રહ્યો છે ટીમ ઇન્ડિયાનો યુવા બેટ્સમેન!

 | 11:09 pm IST
  • Share

  • પૃથ્વી શૉ અને પ્રાચી સિંહ વચ્ચે અફેરની ચર્ચા
  • પ્રાચી સિંહ હાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી છે
  • પ્રાચીની પોસ્ટ પર પૃથ્વી શૉ ફ્લર્ટ કરતો જોવા મળ્યો

ટીમ ઇન્ડિયાનો ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શૉ ન માત્ર શાનદાર બેટિંગ કરે છે પરંતુ પોતાના કથિત અફેરને લઇને પણ ચર્ચામાં રહે છે. તેની રૂમર્ડ ગર્લફ્રેંડ પ્રાચી સિંહ પણ ઇશારામાં ને ઇશારામાં આ યુવા ક્રિકેટકરને પ્રેમ કરે છે. સોશિયલ મીડિયામાં આ બંને ઘણી વખત એવા સાઇન આપે છે. જેનાથી સમજમાં આવે છે કે આ બંને વચ્ચે કંઇ રંધાઇ રહ્યું છે. આવો તમને પ્રાચી વિશે ખુલીને થોડી માહિતી આપીએ…

છેલ્લા કેટલાક દિવસથી યુવા ભારતીય ક્રિકેટર પૃથ્વી શો અને અભિનેત્રી પ્રાચી સિંહની અફેરની ખબર સામે આવે છે. ત્યારે આ વચ્ચે પ્રાચી સિંહ દ્રારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી કેટલીક પોસ્ટ ખૂબ વાયરલ પણ થાય છે. જે જોતા લાગી રહ્યું છે કે આ બંનેની વચ્ચે ખીચડી રંધાઇ રહી છે. આ બંને કથિત લવર સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે.

જણાવી દઇએ કે, આઇપીએલ 2020માં ચેન્નઇ સુપર કિંગ્સ વિરુદ્ધ પૃથ્વી શોએ દિલ્હી કેપિટલ્સ તરફથી શાનદાર બેટિંગ કરતા 64 રન બનાવ્યા જેના કારણે તેને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો અને મેન ઓફ ધ મેચ બન્યા બાદ પ્રાચી તેની એક્સાઇટમેન્ટ રોકી શકી નહીં અને તેને શોના મેન ઓપ ધ મેચ બનવા પર એક પોસ્ટ શેર કરી દીધી. તે બાદથી લોકોનો શક વિશ્વાસમાં બદલાઇ ગયો કે પૃથ્વી શૉ અને પ્રાચી વચ્ચે કંઇક તો ચાલી રહ્યું છે.

આ પહેલા અભિનેત્રી પ્રાચી સિંહ દ્વારા સતત યુવા ખેલાડી પૃથ્વી શો દ્રારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરો પર રિપ્લાય કરી રહી હતી. જેની પર શૉ પણ કોમેન્ટ્સનો જવાબ આપી રહ્યો હતો અને ફ્લર્ટ કરતો જોવા મળી રહ્યો હતો.

અભિનેત્રી પ્રાચી સિંહ હાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી છે અને કલર્સ ચેનલ પર આવનારી સીરિયલ ઉડાનમાં ભૂમિકા ભજવી રહી છે. જ્યારે શૉ 18 વર્ષની ઉંમરમાં ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું અને સદી ફટકારનાર યુવા ભારતીય બન્યો. પ્રાચી સિંહનો જન્મ 22 જુલાઇ 1995માં મુંબઇમાં થયો હતો. પ્રાચી ખુબ જ સુંદર છે અને સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે. પ્રાચીએ મુંબઇ યૂનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો