Team India Sri Lanka Tour of One Day and T20 Series Schedule Announced
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ટીમ ઈન્ડિયાની શ્રીલંકા પ્રવાસની તારીખોનું એલાન, કોહલી નહીં પણ શિખર ધવન હશે કેપ્ટન!

ટીમ ઈન્ડિયાની શ્રીલંકા પ્રવાસની તારીખોનું એલાન, કોહલી નહીં પણ શિખર ધવન હશે કેપ્ટન!

 | 7:36 pm IST
  • Share

ટીમ ઈન્ડિયાના શ્રીલંકા પ્રવાસની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે. ભારતીય ટીમ શ્રીલંકામાં 3 વન ડે મેચ અને 3 ટી20 મેચ રમશે. ભારતીય ટીમના પ્રવાસની શરૂઆત 13 જુલાઈથી થશે. અને ટીમ ઈન્ડિયાની અંતિમ મેચ 25 જુલાઈએ હશે. તારીખોનું એલાન સોની સ્પોર્ટ્સ તરફથી કરવામાં આવ્યું છે. પણ હજુ સુધી BCCI તરફથી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ સીરિઝનું પ્રસારણ સોની સ્પોર્ટ્સ પર થશે. તેની તરફથી સીરિઝનું શિડ્યુલ ટ્વીટ કરવામાં આવ્યું છે. સોનીના ટ્વીટમાં શિખર ધવનની તસવીર પણ છે. જેનાથી માનવામાં આવી રહ્યું છે કે પ્રવાસ પર ભારતીય ટીમનું સુકાનીપદ તે જ સંભાળશે. તો રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના હેડ કોચ હશે. જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી ઈંગ્લેન્ડમાં વિરાટ કોહલીની ટીમની સાથે વ્યસ્ત રહેશે. જેને કારણે રાહુલ દ્રવિડ સેકન્ડ ગ્રેડના ભારતીય ટીમના કોચ હશે.

ભારત અને શ્રીલંકાની વચ્ચે પહેલા વન ડે સીરિઝ રમાશે. પહેલો મુકાબલો 13 જુલાઈએ હશે. જે બાદ 16 જુલાઈએ બીજી અને 18 જુલાઈએ ત્રીજી વન ડે મેચ હશે. ટી20 સીરિઝની શરૂઆત 21 જુલાઈએ રમાશે. સીરિઝની બીજી મેચ 23 અને ત્રીજી મેચ 25 જુલાઈએ રમાશે. ભારતીય ટીમે છેલ્લે 2018માં શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો.

ટીમ ઈન્ડિયાનો આ પ્રવાસ ટોચના ખેલાડીઓ વગરનો હશે. કેપ્ટન વિરાટ કોહલી અને વાઈસ કેપ્ટન રોહિત શર્મા જેવા ખેલાડીઓ આ પ્રવાસનો ભાગ નહીં હોય, કેમ કે તે સમય ઈંગ્લેન્ડની સામે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝની તૈયારી કરી રહ્યા હશે. શ્રીલંકા જનાર ટીમમાં એ ખેલાડીઓને મોકો મળી શકે છે, જે આઈપીએલ અને ઘરેલુ ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરતા આવ્યા છે. તેમાં દેવદત્ત પડિક્કલ, પૃથ્વી શો, સુર્યકુમાર યાદવ, હર્ષલ પટેલ જેવાં ખેલાડીઓ હોઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન